એક ગુજરાતી તરીકે શું તમને પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભળ્યાનો વસવસો રહી ગયો છે?

એક ગુજરાતી તરીકે શું તમને પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભળ્યાનો વસવસો રહી ગયો છે ? તો જાણો તેની પાછળનું કારણ

image source

મુંબઈ મહારાષ્ટ્રમાં જવા પાછળ આ બાબતે ભજવી હતી મહત્ત્વની ભૂમિકા

પ્રથમ મેના દિવસને ગુજરાતના તેમજ મહારાષ્ટ્રના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આવે ત્યારે દરેક ગુજરાતીને પ્રશ્ન થતો હશે કે શા માટે ગુજરાત અને મહારાષ્ટ્રે એકબીજાથી અલગ થવું પડ્યું. અને એવું તે શું બન્યું કે મુંબઈ ગુજરાતમાં નહીં આવીને મહારાષ્ટ્રમાં રહ્યું ? અથવા તમને એવો પણ પ્રશ્ન થતો હશે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એક કેમ હતું ? તો તમારા આ પ્રશ્નનો અમે જવાબ લઈને આવ્યા છીએ.

ઘણા ગુજરાતીઓને આજે પણ એ વસવસો છે કે મુંબઈનો જો ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો હોત તો સારું હતું ! મુંબઈમાં આજે પણ જ્યારે તમે કોઈ પણ વિસ્તારમાં ફરતા હશો ત્યારે તમને તમારી આસપાસના લોકો ગુજરાતીમાં વાત કરતાં જોવા મળશે. ચોક્કસ મુંબઈમાં મરાઠીઓની વસ્તી વધારે હશે પણ આ શહેર પર ગુજરાતીઓનો એક આગવો પ્રભાવ દાયકાઓથી જોવા મળ્યો છે જે આજે પણ યથાવત છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે છુટ્ટા પડ્યા ત્યારે મુંબઈની આર્થિક બાગદોડ ગુજરાતીઓના જ હાથમાં હતી. એવું કહેવામાં પણ કોઈ જ અતિશયોક્તિ નથી કે મુંબઈને આર્થિક રાજધાની બનાવવા પાછળ ગુજરાતીઓનો સૌથી મોટો ફાળો રહ્યો છે.

image source

અને તેમ છતાં મુંબઈ ગુજરાતમાં નહીં પણ મહારાષ્ટ્રના ખોળામાં જઈને પડ્યું ! આમ જોવા જઈએ તો ગુજરાત સાથે તો આ એક મોટો અન્યાય જ કહેવાય.

તો ચાલો તેની પાછળનો આખો ચિતાર જાણીએ. 1953માં ભારત સરકારે દેશના વિવિધ રાજ્યોની પુનરર્ચના માટે એક પંચની નીમણુક કરી જેની આગેવાની ફઝલ અલીને સોંપવામાં આવી હતી. તેમણે દેશના વિવિધ રાજ્યોમાં ફરીને માહિતિ ભેગી કરી અને 1955માં ભારત સરકારને એક અહેવાલ આપ્યો. અને આ અહેવાલમાં ત્રણ રાજ્યોની પુનર્રચના બાબતે ભલામણ કરવામાં આવી હતી જેમાં ‘બૃહદ મુંબઈ રાજ્ય’ની પણ ભલામણ કરવમાં આવી હતી. આ પંચના મત મુજબ દરેક રાજ્યની પુનર્રચના તેની ભાષાના આધારે કરવામાં આવે તેવી ભલામણ હતી. પણ બૃહદ મુંબઈ એક દ્વિભાષી રાજ્ય રહેવું જોઈએ તેવી પણ સાથે ભલામણ કરવામાં આવી. પણ ગુજરાતી તેમજ મરાઠી લોકોને તે ભલામણ યોગ્ય ન લાગી અને તેમણે પોતાની ભાષા પ્રમાણે રાજ્યની માગણી કરી.

image source

સૌ પ્રથમ તો ગુજરાતની પ્રજાને આવું પોતાનું કોઈ અલગ રાજ્ય જોઈતું જ નહોતું તેઓ જે હતું તેમાં ખુશ હતા. પણ તે વખતના સત્તા પક્ષ કોંગ્રેસે તે બાબતે એક પછી એક નિર્ણયો લેવા માંડ્યા અને તેના કારણે મહાગુજરાતની ચળવળ શરૂ થઈ. લોકસભામાં કોંગ્રેસ સરકારે દ્વિભાષી રાજ્યનો ઠરાવ પસાર કર્યો અને તેના કારણે ગુજરાતીઓને છેતરાઈ ગયા હોવાની લાગણી થઈ. પછી જે થયું તે આપણી સામે છે. ગુજરાતીઓને પોતાનું રાજ્ય મળી ગયું. પણ ગુજરાતમાં મુંબઈન ન આવી શક્યું.

ગુજરાતમાં મુંબઈ નહીં ભળવા પાછળનું કારણ

મહાગુજરાતનું આંદોલન શરૂં થયું તે સમયે તે વખતે ગુજરાત તરફથી મુંબઈને ગુજરામાં ભળાવવા બાબતે કોઈ જ માંગણી કરવામાં નહોતી આવી. બીજી બાજુ મુંબઈમા રહેતા મૂડીવાદી ગુજરાતીઓ પણ આ બાબતે કોઈ ખાસ ઉત્સાહ નહોતા દર્શાવી રહ્યા.

image source

બીજી બાજુ મહાગુજરાત પરિષદના આયોજક એવા અમૃત પંડ્યાએ મરાઠી નેતાઓ પર આરોપ લગાવતા જણાવ્યુ હતું કે ગુજરાતી ભાષા બોલતા વિસ્તારોમાં મરાઠી નેતાઓ મરાઠી લોકોને વસાવી, ત્યાંની મૂળ પ્રજા વિરુદ્ધ રાજભાષા અને કેળવણીની ભાષા તરીકે મરાઠી ભાષા લાદીને તે વિસ્તારને સંયુક્ત મહારાષ્ટ્રમાં સમાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે. તો વળી તે સમયે મોરારજી દેસાઈ પણ ભાષાના આધારે હાલ ગુજરાતના ડાંગ વિસ્તારને પણ મરાઠી વિસ્તારમાં સમાવવા માગતા હતા. આ ઉપરાંત વાંસદા, ધરમપુર, નેસુપ્રદેશ, ડેડિયાપાડા, સાગબારા વિગેરે વિસ્તારોને પણ મરાઠી નેતાઓ સંયુક્ત મહારાષ્ટ્રમાં સમાવવા માગતા હતા. અને મુંબઈને મહારાષ્ટ્રમાં સમાવવાની માંગ તો પાછળથી ઉભી થઈ.

એક સમયે મુંબઈમાં 49 ટકા ગુજરાતીઓ વસતા હતા

image source

મુંબઈમાં આજે પણ ગુજરાતીઓની વસ્તી ખૂબ છે, પણ એક સમયે તે વસ્તી 49 ટકા જેટલી વધારે હતી. મુંબઈ આજુબાજુથી મરાઠી પ્રદેશોથી ઘેરાયેલું હતું. પણ અહીં રહેતા મૂડિવાદી ગુજરાતીઓ તેમજ બિન-મરાઠી નેતા મુંબઈને સિટિ સ્ટેટ તરીકેનો દરજ્જો મળે તેવું ઇચ્છતા હતા. જેની વાત 1955માં મળેલી કોંગ્રેસની રાષ્ટ્રિય કારોબારીમાં કરવામાં આવી હતી. પણ મરાઠી નેતાઓ મુંબઈને અલગ દરજ્જો આપવા દેવા નહોતા માગતા તેમને મુંબઈ મહારાષ્ટ્રમાં જ જોઈતું હતું. અને માટે જ મુંબઈમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. તેના માટે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિની રચના કરવામાં આવી અને કોઈપણ ભોગે મુંબઈને મહારાષ્ટ્રમાં સમાવવાનો નિર્ણયલ લેવામાં આવ્યો.

આ હિંસક તોફાનોમાં 37 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 500 લોકો ઘાયલ થયા હતા. આ તોફાનો સતત 4 દિવસ ચાલ્યા હતા. મુંબઈ અને ગુજરાત બન્નેમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. અને છેવટે સમાજવાદી નેતા જય પ્રકાશ નારાયણે મુંબઈ મહારાષ્ટ્રને સોંપી દેવું પડ્યું. અને ગુજરાતના સમાજવાદ પક્ષે પણ તેનો સ્વિકાર કરી લીધો.

image source

આમ મહારાષ્ટ્રના લોકોને મુંબઈનો મોહ ખૂબ હતો પણ બીજી બાજુ ગુજરાતીઓને તો માત્ર પોતાની માતૃભાષાવાળુ રાજ્ય જ જોઈતું હતું. માટે કોઈ મોટી ખેંચતાણ મુંબઈ માટે નહોતી થઈ. મુંબઈને મહારાષ્ટ્રમાં ભળાવવાનું આંદોલન મહાગુજરાતના આંદોલન કરતાં થોડું વધારે ઉગ્ર રહ્યું હતું. બીજી બાજુ મોરારજી દેસાઈ મુંબઈ-મહારાષ્ટ્ર સાથે સંવેદનાઓથી જોડાયેલા હતા. તો આ બાજુ મુંબઈમાં રહેતાં મૂડીવાદી ગુજરાતીઓને મહારાષ્ટ્રના નેતાઓ દ્વારા તેમના વેપારહિતો મુંબઈ અને મહારાષ્ટ્રમાં સંચવાઈ રહેશે તેવી બાંયધરી પણ આપી હતી. અને માટે તે ઉદ્યોગપતિઓએ પણ તે બાબતે કોઈ જ વિરોધ નહોતો દર્શાવ્યો. અને આમ મુંબઈ શહેર – મેટ્રો સીટી – દેશની આર્થિક રાજધાની મહારાષ્ટ્ર રાજ્યમાં ભળી ગયું.