ગુજરાતનું આ મંદિર વિશ્વનું પહેલું એવું મંદિર છે, જ્યાં 1551 ફૂટનો સૌથી લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

આજ રોજ રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાં ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખોડલધામમાં ગુજરાત રાજ્યનો સૌથી લાંબો અને મોટો રાષ્ટ્રધ્વજ લેહરાવવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિરમાં દર્શન કરવા આવી રહેલ ભાવિક ભક્તો દ્વારા રાષ્ટ્રગાન કરવાની સાથે જ સલામી આપી હતી.

image source

ગુજરાત રાજ્યમાં આવેલ ખોડલધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ લંબાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. પ્રજાસત્તાક દિનના અવસરે ૧૫૫૧ ફૂટ જેટલી લંબાઈ ધરાવતો અને ૧૦ ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી છે. ખોડલ ધામમાં દર્શન કરવા માટે આવેલ ભાવિક ભક્તો દ્વારા પણ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી રહી હતી.

ખોડલધામ મંદિર રાષ્ટ્રને સમર્પિત છે.

image source

ગુજરાત રાજ્યમાં આવેલ ખોડલધામ મંદિરને લેઉવા પટેલ સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે. આમ એક જ જ્ઞાતિના
સહયોગથી બનાવવામાં આવેલ ખોડલધામ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરી દેવામાં આવ્યું છે. ખોડલધામ મંદિરના મુખ્ય દ્વાર પર તિરંગો લહેરાતો રહેશે.

રાધે રાધે ગ્રુપ તરફથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

image source

ગાંધીનગરના રાધે રાધે ગ્રુપ તરફથી ખોડલધામમાં રાષ્ટ્રધ્વજ લેહરાવવામાં આવ્યો હતો. રાધે રાધે ગ્રુપ તરફથી ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ખોડલધામમાં આવતા ભાવિક ભક્તો દ્વારા રાષ્ટ્રગાન કરવાની સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

મંદિરોના ઇતિહાસમાં પહેલી વાર આટલો લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં આવેલ તમામ મંદિરોના ઇતિહાસમાં પ્રથમવાર આટલો મોટા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આવેલ ખોડલધામ મંદિર દુનિયાનું પહેલું એવું મંદિર છે જ્યાં ધર્મધજા ફરકાવવાની સાથે જ રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવ્યો છે.

image source

શ્રી ખોડલધામ મંદિરમાં માતા ખોડલની પ્રતિમાની સાથે જ અન્ય ૨૦ દેવી- દેવતાઓની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. ખોડલધામ મંદિરના મંડોવરથી લઈને શિખર સુધી કુલ ૬૫૦ જેટલી પ્રતિમાઓને કંડારીને રાખી દેવામાં આવી છે. ખોડલધામ મંદિરમાં રહેલ જગતીમાં પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની પ્રતિમાઓને કંડારીને રાખવામાં આવી છે. શ્રી ખોડલધામ મંદિર દુનિયાનું પહેલું એવું મંદિર થઈ ગયું છે જ્યાં મંદિરના મુખ્ય દ્વાર પણ ધર્મધ્વજની સાથે જ રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહેલ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત