ગુજરાત મ્યુનિ. ચૂંટણી: શરુઆતના કલાકોમાં વૃદ્ધો અને નોકરિયાતોએ કર્યું મતદાન, મતદારોને સ્લીપ ન મળતા ઊભી થઈ ગુંચવણ, અનેક જગ્યાએ EVM ખોટકાયા

ગુજરાતમાં આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ જોવા મળશે.

image source

આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવા આવશે. આ માહિતી શનિવારે ગુજરાત ભાજપ દ્વારા આપવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નારણપુર વોર્ડમાં મત આપશે.

image source

ગુજરાત ભાજપના નિવેદન મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના વતન રાજકોટની અનિલ જ્ઞાન મંદિર ખાતેના મતદાન મથકમાં મત આપશે. કોરોનાનું સંક્રમણ થયા બાદ તેઓ હાલ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે. ત્યાંથી તેઓ મતદાન કરવા આવશે. ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓ માટે આજે મતદાન ચાલી રહ્યું છે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે.

image source

રાજકોટ સહિત અન્ય શહેરોમાં સવારના સમયે સિનિયર સિટિઝનોએ સૌથી પહેલા મતદાનની શરૂઆત કરી હતી. રાજકોટમાં ત્યારબાદ ધારાસભ્ય તેમજ સાંસદ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે અમદાવાદની વાત કરીએ તો સવારના સમયે નોકરીયાત વર્ગ વધારે પ્રમાણમાં મતદાન કેન્દ્રો પર જોવા મળ્યા હતા. સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં સવારના સમયે મતદારો મતદાન મથકે આવી પહોંચ્યા હતા.

image source

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 575 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જે માટે 2,276 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 577 ભાજપ, 566 કોંગ્રેસ, 470 આમ આદમી પાર્ટી, 91 એનસીપી અને 353 અને 228 અન્ય પક્ષોના અપક્ષોનો સમાવેશ થાય છે. આજે યોજાનારા મતદાનને ધ્યાનમાં રાખીને 11,121 ચૂંટણી મથકોમાંથી 2,255 ને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને 1,188 ને ખૂબ જ સંવેદનશીલ જાહેર કરાયા છે. મતની ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે. 28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાશે.

image source

રાજ્યમાં સવારથી જ લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 9 વાગ્યા સુધીના સરેરાશ મતદાન પર નજર કરીએ તો. રાજકોટમાં 10 % મતદાન, અમદાવાદમાં 08 % મતદાન, સુરતમાં 08 % મતદાન, વડોદરામાં 09 % મતદાન, ભાવનગમાં 08 % મતદાન, જામનગરમાં 09 % મતદાન થયું હતું.

જો કે આ વખતે મતદારોને મતદાન માટેની સ્લીપ ન મળતાં કેટલાક મતદારો ગુંચવાયા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરના કેટલાક મતદાન મથકોએ સવારના સમયે લોકોને ગ્લોવ્ઝ ન મળતાં ફરિયાદો ઊભી થઈ હતી.

image source

રાજ્યની 6 મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ 1,14,67,358 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર અને 539 ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. તેમાંથી સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાર 204ની સંખ્યા સાથે વડોદરા પ્રથમ સ્થાને છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!