ગુજરાતનું આ ગામ આખા ભારતમાં વખણાયું, 260 દિવસથી 14 યુવાનો છે ખડેપગે, ગામમાં એકેય કોરોનાનો કેસ નહીં

હાલમાં માહોલ એવો છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર છે અને એમાં પણ ગુજરાત તો કોરોના કેસમાં વધારો જ કરી રહ્યું છે. ત્યારે લોકોમાં પણ એક ફફટાડનો માહોલ છે અને સરકારે પણ કોરોનાને હરાવવા માટે નવા નવા નિયમો બનાવ્યા છે. પરંતુ હાલમાં ગુજરાતનું એક ગામ આખા ભારતમાં ચર્ચામાં છે કે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી અને એ ગામમાં લોકોની મહેનત પણ એટલી છે. હાલ રાજ્યમાં 2 લાખ 21 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ગુજરાતમાં એક ગામ એવું છે જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાની બે બે લહેર આવી ગઈ હોવા છતાં પણ આ ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી. જો કે તેમની આડે ગ્રામજનો અડગ બનીને ઉભા રહી ગયા છે.

image source

તો આવો વાત કરીએ આ ગામ વિશે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને 3 હજારથી વધુ કેસો સામે આવી ગયા છે અને 220 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં મહામારીની એન્ટ્રીને 260 કરતા વધુ દિવસ થઈ ગયા હોવા છતાં વઢવાણ તાલુકાના કારિયાણી ગામમાં કોરોના હજુ સુધી પ્રવેશી શક્યો નથી. જેને પાછળ ગામમાં એન્ટ્રી સમયે કોરોના ટેસ્ટ અને ફરજીયાત હોમ ક્વોરન્ટીનની સ્ટ્રેટેજી કામ કરી ગઈ છે. આ સાથે જ ગામના એન્ટ્રી પોઈન્ટ પર 14 સભ્યોની ટીમ ખડેપગે રહે છે. જો આગળ વાત કરીએ તો કોરોના મામલે સમગ્ર રાજ્ય માટે આ ગામને આદર્શરૂપ ગણી શકાય.

image source

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કરયાણી ગામમાં સરપંચ ભોપાભાઇ મેમખીયા દ્વારા કડક લોકડાઉનનો અમલ કરાવવામાં આવે છે. જેના માટે ગામના પ્રવેશદ્વાર પર ફાટક મુકી ગામમાં આવતા કે જતા લોકોની રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં ગામમાં પ્રવેશતા તમામ લોકોના હાથ સેનેટાઇઝરથી સાફ કરી ફરજીયાત માસ્ક પહેરીને જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. તેની સાથે સાથે પ્રવેશનારા તમામ લોકોના ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવી ફરજીયાત ક્વોરન્ટીન કરવામાં આવે છે. જ્યારે ગામલોકો ગામની સીમમાં ઉગાડેલા શાકભાજીનો જ વપરાશ કરવામાં આવે છે. આ ગામની વસ્તી અંદાજે 1100 જેટલી છે અને આ ગામને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ એક ‘આદર્શ ગામ’ તરીકે વિકસાવવા દત્તક લીધું હતું.

image source

એ જ રીતે જો નિયમોની વાત કરવામાં આવે તો કોરોનાકાળ દરમિયાન ગામના સરપંચ ભોપાભાઇ મેમખીયા દ્વારા જાતે જ ગામને 3 વાર સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. તેમજ બહારગામથી હજુ પણ લોકો આવે તો તેની દેખરેખ રાખવામાં આવે છે. ગામમાં કોરોનાનો એક પણ કેસ ન આવે તે માટે સમગ્ર ગામ એક થઈને લડે છે. તેમજ પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી અને સરપંચે લોકોને જણાવ્યું છે કે, કારીયાણી ગામની જેમ જ બીજા ગામ પણ પોતાની જવાબદારી સમજી સાવચેતીના ભાગ રૂપે નિયમોનું પાલન કરે. તેમજ બધા ગામમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થશે તો કોરોના સામેનો જંગ ચોક્કસ જીતી શકાશે.

image source

કઈ રીતે આ લોકોએ કોરોના સામે જંગ લડી એના વિશે મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો ગામમાં કોરોનાની એન્ટ્રી અટકાવવા માટે ગામના સરપંચ દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી. જેમાં પંચાયત પોલીસના 14 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ દ્વારા ગામની અંદર પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર તમામ લોકોને પૂછપરછ બાદ પ્રવેશ આપવામાં આવતો હતો. તેમજ જે કોઈ બહારથી આવતા હોય એવા લોકોનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોય તો જ ગામમાં પ્રવેશ આપવામાં આવતો. તેમને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન પણ કરવામાં આવતા હતા.

image source

આ સિવાય એક સારા સમાચાર છે કે આગામી દિવસોમાં કોરોના સામે રક્ષણ આપતી રસી આવવાની છે, જેને લઈ સરકારી તંત્રે તૈયારીનો દોર શરૂ કર્યો છે, કેન્દ્ર સરકારે મોકલેલા રસીના સંગ્રહ માટેના નવા ૫૦ આઈએલઆર ફ્રીઝ બુધવારે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા, અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસના રિજિયોનલ સ્ટોરમાં આ ફ્રીઝ મૂકવામાં આવ્યા છે, તેમ રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર સતીષ મકવાણાએ જણાવ્યું હતું. સૂત્રો કહે છે કે, અમદાવાદના આ રિજિયોનલ વેક્સિન કોલ્ડ સ્ટોરેજમાં ૨૦થી ૨૫ લાખ રસીના ડોઝ રાખી શકાય તેવી કેપિસિટી ઊભી કરવામાં આવી રહી છે. આ સ્ટોરેજમાંથી અમદાવાદ શહેર અને ગ્રામ્ય, આણંદ, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં વેક્સિન સપ્લાય કરાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત