ગુજરાતના આ ગામમાં થશે અહેમદ પટેલની દફનવિધિ, સ્થાનિક લોકોએ કબર ખોદવાની તૈયારીઓ કરી શરૂ

દિગ્ગજ કોંગ્રેસી નેતા અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર દોડી ગઇ છે. પાર્ટી નેતા અને એમપીના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે અહેમદ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. દિગ્વિજય સિંહે કહ્યું કે અહેમદ પટેલ નથી રહ્યા.

image source

એક અભિન્ન મિત્ર, વિશ્વસનીય સાથી ચાલ્યા ગયા. અમે બંને વર્ષ 77થી સાથે રહ્યા. તે લોકસભામાં પહોંચ્યા હું વિધાનસભામાં. અમારા તમામ કોંગ્રેસીઓ માટે તેઓ દરેક રાજનૈતિક મર્ઝની દવા હતા. મૃદુભાષી, વ્યવહાર કુશળ અને હંમેશા હસતા રહેવુ તેમની ઓળખ હતી.

પીરામણ ગામમાં દફનવિધિ કરવાની હતી તેમની ઈચ્છા

image source

તો બીજી તરફ અહેમદ પટેલના નિધન પર તેમના વતન ભરૂચમાં પણ લોકોશોકાતૂર બન્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા હતી તે તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. પીરામણ ગામમાં કબરની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. અહેમદ પટેલના નજીકના ગણાતા નાઝુભાઇએ જણાવ્યું હતું કે અહેમદ પટેલના પરિવાર અને પીરામણ ગામના સ્થાનિક લોકોની લાગણી છે કે દફનવિધિ પીરામણ ગામમાં થાય. જોકે હજી સુધી નિર્ણય લેવાયો નથી કે તેમની દફનવિધિ ક્યાં થશે.

બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે નિધન

image source

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

અવાર-નવાર પીરામણ ગામની મુલાકાતે આવતા

image source

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની હતા, જેને પગલે પીરામણ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પીરામણથી છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા, પરંતુ તેમનો પીરામણ ગામ સાથેનો નાતો અતૂટ રહ્યો હતો. તેઓ અવાર-નવાર પીરામણ ગામની મુલાકાતે આવતા હતા અને કાર્યકરો અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા હતા અને ગામની સમસ્યા તથા મુશ્કેલીઓ અંગે પણ વાત કરીને એનો નિકાલ કરતા હતા.

અભિષેક મનુ સિંઘવીએ કર્યું ટ્વીટ

image source

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેઓ અત્યાર સુધી જે નેતાઓને મળ્યા છે તેમાંથી અહેમદ પટેલ સૌથી તીક્ષ્ણ મેઘાની શખ્સિયત હતા. તેમણે લખ્યું કે તેમની પાસે અસાધારણ ટેલેન્ટ હતુ. તેમની યાદ કરવાની ક્ષમતા અદ્ભૂત હતી. કોંગ્રેસ નેતા સુષ્મિતા દેબે કહ્યું કે અહેમદ પટેલ પાર્ટી અને તેમના માટે શક્તિના સ્તંભ હતાં. તેઓ તમામ લોકોની વાતોને ગંભીરતા અને ધૈર્યપૂર્વક સાંભળતા હતા. સુષ્મિતા દેબે કહ્યું કે તેઓ મુશ્કેલ સમયમાં હંમેશા તેમને સાચી અને સારી સલાહ આપતા હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત