ગુજરાતના આ શહેરમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધતા 5 ડિસેમ્બર સુધી સ્વયંભૂ લોકડાઉન, અમારી અપીલ છે તમે પણ રહો સાવચેત

ગુજરાત (Gujrat) રાજ્યમાં એકાએક કોરોના વાયરસનું સંક્રમણની મહામારી (Corona pendemic) ના ઘણા કેસ સામે આવ્યા હોવાના
લીધે ગુજરાત રાજ્ય સરકાર હવે યુધ્ધના ધોરણે કામે લાગી ગઈ છે અને ગુજરાત રાજ્યના ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યું (Night Curfew) લાગુ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં પણ હજી સુધી કોરોના વાયરસના કેસ નિયંત્રણ મેળવી શકાયો છે નહી. ગઈકાલે ગુજરાત રાજ્યમાં સાંજના સમય સુધીમાં સૌથી વધારે ૧૫૬૦ કોરોના વાયરસથી સંક્રમિત કેસો સામે આવ્યા છે.

image source

ત્યારે ગુજરાત રાજ્ય સરકાર અને મેડીકલ વિભાગ દ્વારા હવે કોરોના વાયરસને નિયંત્રણમાં લેવાના ભરપુર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. કોરોના વાયરસનું સંક્રમણ વધતું જતું હોવાના લીધે સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના વડાલી શહેર (Vadali City)ના  નાગરિકો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવાનું એલાન કરી દેવામાં આવ્યું છે.

image source

સાબરકાંઠા જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જતું હોવાના લીધે તેને રોકવા માટે હજી એક શહેરમાં સાંજના ૪ વાગ્યા પછીથી
સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સાબરકાંઠા જીલ્લાના વડાલી શહેરમાં આવતી કાળ એટલે કે તા. ૨૮ નવેમ્બર,
૨૦૨૦થી તા. ૫ ડીસેમ્બર, ૨૦૨૦ સુધી ચાર વાગ્યાથી લઈને બીજા દિવસની સવાર સુધી બજારના વેપારીઓ દ્વારા સ્વયંભૂ માર્કેટ બંધ
રાખવામાં આવશે.

image source

વડાલી શહેરના વેપારી એસોસીએશન અને નગરપાલિકા દ્વારા એકસાથે બેઠક કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલા માટે આવતી કાલ તા. ૨૮ નવેમ્બર, ૨૦૨૦થી તા. ૫ ડીસેમ્બર, ૨૦૨૦ સુધી સાંજના ચાર વાગ્યાથી બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ સાબરકાંઠા જીલ્લામાં અત્યાર સુધીમાં ૨૧૪૯
વ્યક્તિઓના કોરોના વાયરસથી સંક્રમિત કેસ સામે આવ્યા છે. એમાંથી અત્યારે ૧૪૪ સક્રિય કેસ છે. ઉપરાંત અત્યાર સુધીમાં ૧૯૯૩
વ્યક્તિઓએ કોરોના વાયરસને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે. ત્યારે ૧૧૩૯૭ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને ૧૨
વ્યક્તિઓમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના લીધે મૃત્યુ થઈ ગયું છે.

image source

તેમ છતાં પણ હજી ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે જેના હજી પણ સામાન્ય જનતાને
કોરોના વાયરસને સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારે ફરીથી રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજ્યની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત