દુઃખદ: પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન,PM મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

માધવ સિંહ સોલંકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તમને જણાવી દઈએ કે તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. માધવ સિંહ સોલંકી એક નહિ, બે નહિ પણ ચાર ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એટલું જ નહીં ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ તેમના જ નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના સાતમા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.ગુજરાતમાં 1980ના સમયમાં તેઓ પોતાના “ખામ થિયરી” માટે જાણીતા હતા. તેઓ પહેલીવાર વર્ષ 1976 રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ મુખ્યમંત્રી બન્યા હતા.આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.

image source

1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા બાદ ફરીવાર કોંગ્રેસ સત્તા પર આવી અને 7 જૂન, 1980નાં રોજ માધવસિંહ સોલંકી બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 10 માર્ચ 1985 સુધી પદ પર રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની, 11 માર્ચ 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં તેમણે 6 જૂલાઈ 1985માં રાજીનામું આપવું પડ્યુ હતુ. ચોથીવાર 10 ડિસેમ્બર 1989થી 4 માર્ચ 1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અવસનનું દુઃખ વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

આ ઉપરાંત કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી છે.

image source

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન બદલ શોકની લાગણી વ્યક્ત કરી છે અને શ્રદ્ધાંજલી આપી છે. વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે.

એટલું જ નહીં વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ કર્યો છે.સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની ગાંધીનગરમાં એક બેઠક મળશે અને આ બેઠક માં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ગાંધીનગર ખાતે પોતાના 94મા જન્મદિવસની ઉજવણી કરી હતી. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં તેમના પુત્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો તેમને જન્મદિવસની શુભકામના આપવા મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચ્યા હતા.

image source

માધવસિંહ સોલંકીએ પોતાના કાર્યકાળ દરમિયાન સામાજિક અને આર્થિક રૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી હતી, આ ઉપરાંત એમણે દેશભરની શાળાઓમાં લાગુ કરાવેલી મધ્યાહ્ન ભોજન યોજના પણ ખૂબ જ પ્રશંસાપાત્ર રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત