Site icon News Gujarat

ગુજરાતું ગૌરવ, નડિયાદની આ દીકરીએ સુંદરતા મામલે જીત્યો ખિતાબ, પિતા સિક્યુરિટી ગાર્ડ અને માતા છે શિક્ષિકા

ડો. APJ અબ્દુલ કલામે એવું કહી ગયા કે ગરીબ પરિવારમાં તમારો જન્મ થાય એ પાપ નથી. એ તમારા નસીબ છે. પરંતુ તમે આખું જીવન ગરીબ જ રહો તો એ તમારી ભૂલ છે. પણ કહેવાય છે ને કે જો સંઘર્ષ ન કરો તો કઈ ન મળે. ત્યારે આજે એક એવી કહાની કહેવા જઈ રહ્યા છે કે જેની સંઘર્ષ કહાની પથ્થરમાંથી પાણી કાઢે એવી છે. આ વાત છે નડિયાદની. કે જ્યાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતાં પિતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા માતાની ડોક્ટર દીકરીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે.

image source

વિગતે વાત કરીએ તો મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી દીકરી બ્રેવશી રાજપૂતે પ્રથમ ફિઝિયોથેરાપિસ્ટ બની અને હવે સૌંદર્યની સ્પર્ધામાં પણ અવ્વલ ક્રમાંક મેળવતા નડિયાદ નગરજનોમાં ગૌરવ લાગણી ફેલાઈ છે. પણ આ બધામાં તેના નાનાનો ખુબ હાથ રહ્યો છે. કારણ કે બ્રેવશીના નાના નિવૃત્ત એસઆરપી જવાન છે અને નડિયાદમાં સ્થાયી થયા છે. તેમણે પોતાના ખર્ચે બ્રેવશીને ફિઝિયોથેરાપિસ્ટ બનાવી અને બ્રેવશીના મોડલિંગના શોખ પણ પૂરા કર્યા છે.

image source

ડો. બ્રેવશી રાજપૂત વિશે જો વધારે વાત કરીએ તો આ છોકરીના હાલમાં ચારેકોર વખાણ થઈ રહ્યો છે. કાણ કે બ્રેવશીએ મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો છે અને મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020માં નોમિનેટ થઇ છે. જો નડિયાદની આ 23 વર્ષીય ડો.બ્રેવશી રાજપૂતના જીવન કવન વિશે ચર્ચા કરવામાં આવે તો બ્રેવશી ગુજરાત કક્ષાના મોડેલિંગ ટાઇટલની વિજેતા બની છે. ડો.બ્રેવશી રાજપૂતે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 ટાઇટલ માટે ઓનલાઈન ઓડિશન આપી હતી. આ કોમ્પિટિશનમાં ઓનલાઈન વોટિંગમાં બ્રેવશી સૌથી વધુ વોટ મળ્યા હતા અને ટાઇટલ જીત્યું હતું.

image source

આ સિવાય વાત કરવામાં આવે તો ઉપરાંત ઓનલાઈન વોટિંગમાં પણ સૌંદર્યના કામણ થકી સૌથી વધુ વોટ મેળવી મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરનું સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. ડો.બ્રેવશી રાજપૂત આ બન્ને સ્પર્ધામાં વિજેતા થતા તેને દિલ્હી ખાતે યોજાનાર મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ની સ્પર્ધામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. બ્રેવશીની સુંદરતા માટે અને સ્પર્ધામાં ઉતારવાનું કામ તેની માસી એ કર્યુ હતું. માસીએ બ્રેવશીના વીડિયો અને કેટલાક ફોટા મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ટાઇટલ કોમ્પિટિશનમાં અપલોડ કર્યા હતા. જેમાં બ્રેવશી સિલેક્ટ થઈ હતી.

image source

પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટી વાત એ છે કે આ સૌંદર્ય સ્પર્ધા ભાગ લેતા અગાઉ તેણે ક્યારેય કોઈ ટ્રેનિંગ લીધી નથી. પરંતુ હવે આ નેશનલ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા બનતા નેશનલ ટાઈટલ જીતવા માટે તે યોગ્ય તમામ તૈયારીઓ અને સખત મહેનત શરૂ કરી દીધી છે. હવે પછીની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બ્રેવશી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ટાઇટલ મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરના ટાઈટલ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે નોમિનેટ થઈ છે. દિલ્હી ખાતે આ સ્પર્ધામાં તે ભાગ લેશે અને જો તે આ ટાઇટલ જીતશે તો તેને સિંગાપોર ખાતે ઇન્ટરનેશનલ ટાઇટલમાં ભાગ લેવાનો મોકો મળશે.

image source

હાલમાં બ્રેવશીએ ગુજરાત કક્ષાનું ટાઇટલ પોતાના નામે કર્યું હોવાને લઈ પરિવારજનોમાં પણ એક અનેરા આંનદનો માહોલ જોવા મળી રહ્યો છે. જો પરિવાર વિશે વાત કરીએ તો બ્રેવશી રાજપૂતનો પરિવાર મૂળ મહારાષ્ટ્રનો છે અને નડિયાદમાં સ્થાયી થયો છે. બ્રેવશીના પિતા નડિયાદમાં ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના માતા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા છે. ત્યારે હાલમાં લોકો બ્રેવશી સાથે સાથે તેના માતા પિતાના સંઘર્ષને પણ વખાણી અને વધાવી રહ્યા છે. ગુજરાતનું આ ગૌરવ આગળ જઈને ઈન્ટરનેશનલ લેવલે પણ નામ રોશન કરે એવા આશીર્વાદ પરિવારે આપ્યા હતા.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version