PSIની બદલીથી લોકો રડ્યા: એવું તે શું કામ કર્યું કે PSI વિશાલ પટેલને લોકો જવા દેવા માંગતા ન હતા ?

સામાન્ય રીતે પોલીસ અને સામાન્ય લોકો વચ્ચે ભાગ્યે જ સારો સંબંધ હોય છે, લોકોમાં પોલીસનો ખોટો ડર કે છાપ જોવા મળે છે તો અમુક કિસ્સામાં પોલીસ પણ સામાન્ય લોકોને પજવતા જોવા મળે છે. પરંતુ ખેડા જિલ્લાના ખેડ બ્રહ્માંમા લોકો અને પોલીસ વચ્ચેનો અભુતપુર્વ પ્રેમ સંબંધ જોવા મળ્યો.અહીંના પીએસઆઈ વિશાલ પટેલની બદલી થતા લોકો તથા પોલીસ કર્મચારીઓની આંખોમાં રીતસર આંસુ જોવા મળ્યા હતા.

Image Source

સામાન્ય લોકોને પણ વિશાલ પટેલની બદલી જાણે પોતાના પુત્ર કે સગાવહાલાની વિદાય હોય તેવું લાગી રહ્યું છે લોકોની આંખો ભીની છે, લોકો તથા અન્ય ઓફીસરો આ પીએસઆઈને ભાવભીની વિદાય આપતા જોવા મળ્યા.

Image Source

લોકો અને આ પીએસઆઈના પ્રેમ-સંબંધનું રાજ તેમણે લોકો માટે કરેલા કામો છે, ખાસ કરીને કોરાના મહામારીમાં જે રીતે ખડેપગે રહી રાત-દિવસ લોકો માટે કામ કર્યુ તથા લોકોની મુશ્કેલીને ટાળવા તમામ પ્રયત્નો કર્યા આથી લોકોમાં તેની ચાહના જોવા મળે છે. આમ, આ પીએસઆઈએ સાબિત કરી દીધું કે જો એક અધિકારી પોતાની ફરજ સારી રીતે બજાવે તો તે લોકોના હ્દયમાં વસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *