ગુજરાત સરકારે લીધેલા આ નિર્ણયને કારણે વાલીઓને રાહત, વાંચો સ્કૂલો-કોલેજો ખુલવા પર શું લેવાયો નિર્ણય

ગુજરાત સરકારે લાખો વિદ્યાર્થીનાં વાલીઓને રાહત આપનારો મોટો નિર્ણય જાહેર કર્યો છે, જાણો વિગત

image source

હાલમાં જ જુન મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા અનલોક -૧ દરમિયાન ગુજરાત સરકારે ધર્મસ્થાનો, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ્સ વેગેર ખોલવાની મંજૂરી આપી છે. જો કે આ ખોલવા સાથે જ નિર્ધારિત નીતિ નિયમો પાળવાના રહેશે. શાળાઓ લાંબા સમયથી બંધ છે. બાળકોના શિક્ષણ પર કોરોના મહામારીના કારણે અસર પડી રહી છે. આવા સમયે અનેક વાર રાજ્યભરમાં બાળકોની ફીને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. કારણ કે લોકડાઉન દરમિયાન લોકોની આવક પણ બંધ રહી છે.

અનલોક -૧માં શિક્ષણ સંસ્થાઓ નહી ખુલે

image source

ગુજરાત સરકારે દેશભરમાં જાહેર કરાયેલા અનલોક-1ને આવકારીને આ નિર્દેશ હેઠળ રાજ્યમાં ધર્મસ્થાનો, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ્સ વેગેર ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે બાળકોના હિતને ધ્યાનમાં લઈને સ્કૂલો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ નહીં ખૂલે એવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ જાહેરાત ગુજરાત સરકારે પહેલા કરી હતી, ત્યારે સમય નક્કી ન હતો.

જેમાં હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 15 ઓગસ્ટ સુધી તો સ્કૂલો નહીં જ ખૂલે. જો કે ૧૫ ઓગસ્ટ પછી શાળાઓ ખુલવા બાબતે પણ યોગ્ય સમીક્ષા બાદ જ કોઈ નિર્ણય લેવાશે. આ જાહેરાતથી સંતાનોના સ્વાસ્થ્ય બાબતે ચિંતિત વાલીઓમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યી છે, કારણ કે બાળકની સ્કુલમાં કેવી રીતે સુરક્ષા કરવી તે મુશ્કેલ થઇ પડે છે.

image source

વાલીઓ, શિક્ષણવિદ્દો સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે

આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહ્યું હતું કે, વાલીઓ, શિક્ષણવિદ્દો સાથે યોગ્ય ચર્ચા કર્યા બાદ જ આરોગ્ય વિભાગની સલાહને ધ્યાનમાં લઈને એ મુજબ જ સ્કૂલો ખોલવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો દરેકના સૂરમાં સુરક્ષા અંગેની સ્પષ્ટતા જણાશે તો જ નિર્ણય લેવામાં આવશે એવી સ્પષ્ટતા પણ ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી.

15 ઓગસ્ટ સુધી સ્કૂલો બંધ જ રહેશે – ચુડાસમા

image source

ચુડાસમાએ ઉમેર્યું હતુ કે, આરોગ્ય વિભાગના અધિકારીઓની મદદથી રાજ્ય સરકાર 15 ઓગસ્ટ પછીની જે તે વિસ્તારની અને જીલ્લાની સમીક્ષા કરશે અને ત્યાર બાદ જ લોકડાઉન દરમિયાન બંધ કરાયેલી સ્કૂલોને ફરીથી શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. જો કે 15 ઓગસ્ટ સુધી તો સ્કૂલો ખોલવાનો કોઈ સવાલ જ નથી ઉભો થતો.

અંતિમ નિર્ણય સરકાર અને સંસ્થાઓ મળીને લેશે

image source

આ જાહેરાત બાદ રાજ્ય સરકારનાં સૂત્રો મુજબ, રાજ્ય સરકારે સ્કૂલો, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોને આ સ્થિતિની સમીક્ષા કરીને પોતાના અભિપ્રાય આપવા માટે પણ સૂચવ્યું છે. ગુજરાત શિક્ષણ વિભાગના અધિકારીઓ આ પ્રકારે મળેલ સૂચનોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરશે અને પછી આ ચર્ચા વાલીઓ સાથે પણ કરશે. આ બધી જ ચર્ચાઓ પછી જ સરકાર દ્વારા સ્કૂલો ફરી ખોલવા અંગેના નિર્ણય લેવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત