ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલે કરી મોટી આગાહી, જાણો ક્યારે અને કેવો રહેશે વરસાદ

હાલમાં રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદી મોહાલ છવાયો છે તો કેટલાક વિસ્તારમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી, આ બધાની વચ્ચે રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઓગસ્ટના બીજા સપ્તાહમાં ચોમાસુ જામશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ચોમાસાનું જોર વધે તેવી શકયતા છે.

image soucre

આ ઉપરાંત 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી શક્યતા છે. તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શકયતા રહેલી છે. નોંધનિય છે કે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા સારા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોને ઓગસ્ટના વરસાદથી લાભ થવાનું હવામાન નિષ્ણાંતનું અનુમાન છે.

image soucre

તો બીજી તરફ હવામાન વિભાગ અનુસાર દક્ષિણમાં સુરત જિલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત હળવા વરસાદ પડવાની પણ સંભાવના સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 15થી 20 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. તમને જણાવી દઈએ કે હાલમાં, ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 324.75 ફૂટે પહોંચી ગઇ છે, આ ઉપરાંત હથનુરમાંથી મંગળવારે સાંજે 5597 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નોંધનિય છે કે, વર્તમાન સિઝનમાં સુરત જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે.

image soucre

આ અંગે વિગતે વાત કરીએ તો જૂન-જુલાઇ મહિના વીતિ ગયા હોવા છતાં હજુ પણ વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. તો બીજી તરફ આગામી 5 દિવસ સુરત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવુ અનિમાન છે, જો કે આ દરમિયાન હળવા ઝાપટાપડી શકે છે. તો બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદ ખેંચાતા ગરમીનો પ્રકોર વધ્યો છે. જો કે બીજી તરફ વર્તમાન સમયમાં કોઇ જ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે. તમને જણાવી દઈએ કે, ઉકાઇના ઉપરવાસના વિસ્તારરોમાં પણ વરસાદ બંધ થતાં પાણીની આવકમાં મોટો ઘટાડો થયો છે.

image soucre

સમગ્ર દેશમાં વરસાદને કારણે હવામાન સુખદ બન્યું છે તો ક્યાંક પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. છેલ્લા છ દિવસથી દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સતત વરસાદના કારણે હવામાન સુખદ બન્યું છે, પરંતુ આ વરસાદ કેટલાક સ્થળોએ આફત સાબિત થયો. વિવિધ સ્થળોએ પાણી ભરાવાના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં દિલ્હી-હરિયાણા સહિત મોટાભાગના રાજ્યોમાં વરસાદ બંધ થઈ ગયો છે. આજે એટલે કે 5 ઓગસ્ટના હવામાનના નવીનતમ અપડેટની વાત કરીએ તો આજે પણ દેશના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, દિલ્હી, યુપી અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પૂરની સ્થિતિ

image soucre

તે જ સમયે, બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ અને પૂરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. પૂરને કારણે મોટી સંખ્યામાં લોકો વિવિધ સ્થળોએ ફસાયેલા છે. એટલું જ નહીં, વરસાદને કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. સેના સહિત ઘણી સંસ્થાઓ બચાવ કાર્યમાં જોડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ માટે વડાપ્રધાને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કર્યા બાદ બુધવારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ટેલિફોન પર વાત કરી અને તમામ શક્ય મદદની ખાતરી આપી.