ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી, જાણો તેમની સફર વિશેની તમામ વાતો

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલને ભાજપના ધારાસભ્ય પક્ષના નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે.

image socure

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી હતી. નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમનું નામ ધારાસભ્ય તરીકે જાહેર થતા તેમના સમર્થકો અને મતવિસ્તારના લોકોમાં તો ઉત્સાહ છવાયો છે. સાથે જ ગુજરાતની જનતા કે જેમના માટે તેમનું નામ નવું છે તેમને પણ તેમના માટે જાણવાની ઉત્સુકતા વધી છે. તો ચાલો જાણીએ કે કોણ છે નવા મુખ્યમંત્રી.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ

image soucre

ભૂપેન્દ્રભાઈ આર પટેલ ભાજપના સભ્ય છે. કોંગ્રેસના શશીકાંત પટેલ સામે ચુંટણી લડી અને વર્ષ 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા હતા. તેમણે 1,17,000 મતના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી ઈતિહાસ રચી દીધો હતો. કારણ કે આ મતવિસ્તાર ગુજરાતનો સૌથી મોટો મતવિસ્તાર છે.

image socure

ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકામાં પ્રમુખ પણ રહી ચુક્યા છે. વર્ષ 2007માં આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક થયો અને પછી વર્ષ 2010 માં થલતેજ વોર્ડના તેઓ કોર્પોરેટર બન્યા. ત્યારબાદ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. ત્યારબાદ 2 વર્ષ તેઓ ઔડાના ચેરમેન રહ્યા અને વર્ષ 2017માં તેમણે પહેલીવાર વિધાનસભાની ચુંટણી લડ્યા અને સૌથી વધુ લીડ સાથે વિજયી થયા. ભુપેન્દ્ર પટેલ માટે કહેવાય છે કે તેઓ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખાસ છે.

image socure

મહત્વનું છે કે ભાજપે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ જોશીને ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે મોકલ્યા હતા. આ બંને નેતાઓ ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલયે બેઠકોમાં ભાગ લીધો અને તમામ બેઠકોમાં ભૂપેન્દ્ર પટેલના નામ પર સહમતી થઈ.