Site icon News Gujarat

જાણો ગુજરાતમાં હજુ કેટલા લોકોની કોરોનાથી ચાલી રહી છે સારવાર

ફરી એકવાર દેશમાં 40 હજારથી વધુ કોરોના કેસ આવ્યા છે. છેલ્લા દિવસે 42,797 નવા દર્દીઓની ઓળખ થઈ, 41,869 સાજા થયા અને 532 લોકો મૃત્યુ પામ્યા. આ અગાઉ સોમવારે 30,085 અને મંગળવારે 42,530 કેસ આવ્યા હતા. કેરળમાં સતત નવા કેસો વધી રહ્યા છે. બુધવારે અહીં 22,414 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 108 ચેપગ્રસ્ત લોકોના મોત થયા હતા.

image soucre

તો બીજી તરફ ગુજરાતમાં બીજી લહેર હવે સાવ ધીમી પડી ગઈ છે. તેમને જમાવી દઈએ કે, રાજ્યમાં સતત બીજા દિવસે 20થી પણ ઓછા કોરોના કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. નોંધનિય છે કે, ગઇ કાલ કરતા પોઝિટિવ કેસમાં 2 કેસનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ગયો છે. આ ઉપરાંત 24 કલાકમાં ગુજરાતમાં 28 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. સૌથી અગત્યાની વાત એ છે કે છેલ્લા થોડા સમયથી રાજ્યમાં કોરોનાથી એક પણ મોતના સમાચાર નથી.

image soucre

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 10,076 લોકોને કોરોના ભરખી ગયો છે. આ ઉપરાંત ગઈકાલે વધુ 28 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,14,665 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ રાજ્યમાં હાલમાં કુલ 213 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. ગઈકાલે સામે આવેલા આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 15 કેસ નોંધાયા હતા. જેમા વડોદરા કોર્પોરેશન 4, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, કચ્છ 1, તાપી 1 કેસનો સમાવેશ થાય છે. તો બીજી તરફ રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલમાં 213 છે. આ ઉપરાંત 05 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 208 દર્દીઓ સ્ટેબલ છે. આમ હવે ગુજરાતમાંથી કોરોના હવે વિદાય લેવાની તૈયારીમાં છે. જો કે ત્રીજી લહેરની આશંકા વચ્ચે હજુ પણ સાવચેતીની જરૂર છે.

દેશમાં કોરોના રોગચાળાના આંકડા

8 રાજ્યોમાં લોકડાઉન જેવા નિયંત્રણો

image soucre

દેશના 8 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા નિયંત્રણો છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અગાઉના લોકડાઉનની જેમ અહીં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન

image soucre

દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે મુક્તિ પણ આપવામાં આવી છે. તેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

Exit mobile version