બાપ રે! ગુજરાત માથે છે આટલા લાખ કરોડનું દેવુ, આંકડો જાણીને ચોંકી જશો

કોઈ પણ દેશ કે રાજ્ય વિવિધ પ્રકારની લોન લેતા હોય છે, તો હવે આપણને એક નાગરિક તરીકે સવાલ થાય કે ગુજરાત માથે કેટલુ દેવુ છે તો એનો જવાબ પણ હવે મળી ગયો છે. ગુજરાત વિધાનસભામાં બે દિવસનું ટૂંકુ સત્ર મળ્યું જેમા આ સવાલનો જવાબ આપવામાં આવ્યો છે. નોંધનિય છે કે, ગુજરાત વિધાનસભામાં પેટલાદના ધારાસભ્યએ ગુજરાત પર વધી રહેલા દેવા અંગે સવાલ કર્યો હતો. જેમાં રાજ્ય સરકાર પર હાલ 3 લાખ કરોડથી વધુનુ દેવું હોવાનો ખુલાસો થયો છે.

image socure

આ અંગે આપણે જો આંકડાકીય ગણિત સમજીએ તો વર્ષ 2020-21મા 3 લાખ 959 કરોડ દેવું જે વર્ષ 2019-20માં કરતા વર્ષ 2020-21માં 33,864 કરોડ દેવુ વધ્યું હોવાનો ગૃહમાં ઉલ્લેખ થયો છે. તો બીજી તરફ મહત્વની વાત એ છે કે ગુજરાતનું દેવું સતત વધી રહ્યું છે જેની સામે કરની આવક સતત ઘટી રહી છે. જેથી દેવાનો ઢગલો ઉંચો થઈ રહ્યો છે. આ અંગે ગુજરાત વિધાનસભામાં સમક્ષ કેગનો વર્ષ 2020-21નો ઓડીટ રિપોર્ટ પણ મૂકવામાં આવ્યો હતો.

image soucre

તો બીજી તરફ ગુજરાત સરકારની નાણાંકીય સ્થિતિ અંગે કેગનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. વર્ષ-2019-20માં સરકારની કર આવક રૂ.1095 કરોડ ઘટી એટલે જો ટકાવારી પ્રમાણે જોઈએ તો કરની આવકમાં 1.37 ટકાનો ઘટાડો થયો છે જ્યારે બિનકર આવકમાં 34.93 ટકા વધારો થયો હોવાની વાત સામે આવી છે. નિષ્ણાતોના મતે બિન કરની આવકમાં વધારો એ ગુજરાતની ઈકોનોમી માટે સારી વાત છે. પરંતુ કરની આવકમાં ઘટાડોએ ચિંતાનો વિષય છે, કારણ કે રાજ્યની તિજોરી પર આ આવક સૌથી વધુ અસર કરે છે.

image socure

તમને જણાવી દઈએ કે, જો બિનકર આવકમા વધારા પર નજર કરીએ તો અગાઉ કરતા રૂ.4687 કરોડનો વધારો થયો છે. જેના પર નજર કરીએ તો, રાજ્યમાં મહેસુલી આવકમાં 5.03 ટકાનો વધારો થયો છે જ્યારે રાજ્યની કરની આવકમાં 1.37% નો ઘટાડો થયો છે. આ ઉપરાંત મહેસુલી ખર્ચમાં પર નજર કરીએ તો તેમા 6.11 ટકા વધારો થયો છે અને જાહેર ઋણની આવકમાં 0.80 ટકા વધારો થયો છે.મૂડી ખર્ચમાં 8.60 ટકાનો ઘટાડો થયો છે જ્યારે લોન વસુલાતમાં 118.54 ટકાનો વધારો નોંધાયો છે.

જ્યારે જાહેર હિસાબની આવક 0.81 ટકા ઘટી છે.

image soucre

નોંધનિય છે કે, કેગ દ્વારા રજૂ કરાયેલા આ રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે 31 માર્ચ, 2020ની સ્થિતિએ સરકારે રૂ.99,919 કરોડનું રોકાણ કર્યું છે. પણ રોકાણ સામે સરકાર વળતર માત્ર 0.09 ટકા જ હતું.જે ચિંતાનો વિષય છે. સામે દેવાની ઉધારી પર 31 માર્ચ, 2020ની સ્થિતિએ સરેરાશ 7.47 ટકા વ્યાજ ચૂકવ્યું છે. જેથી રોકાણ સામે વળતર ઓછુ છે પણ વ્યાજ ઊચું છે. જે આગળ જતાં મોટી ખોટમાં પરિવર્તિત થઈ શકે છે. જે હાલમાં રાજ્ય સરકાર માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે.