એલર્ટ! હવામાન વિભાગે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, આ વિસ્તારમાં થશે ભારે વરસાદ

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો. જો કે આ વરસાદે ઘણી તારાજી પણ સર્જી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા જાનમાલને નુકશાન થયું છે. તો બીજી તરફ રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે જળાશયો છલોછલ ભરાઈ ગયા છે અને હવે ગુજરાતમાંથી જળસંકટનો ખતરો પણ ટળી ગયો છે. નોંધનિય છે કે ગુજરાતમાં વરસાદની ઘટના કારણે સિંચાઈથી લઈને જળાશયો માટે પાણીની અછત વરર્તાઈ રહી હતી, જો કે હવે સપ્ટેમ્બર મહિલા બાદ સારો વરસાદ વરસતા હાલ અનેક ચેડડેમમાં પાણીની સારી આવક થઈ છે.

ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલ જોવા મળશે

image soucre

તો બીજી તરફ મધ્યપ્રદેશ પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં 21મી સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની હવામાના વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત રવિવારથી ‘ઓરેન્જ’ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ અંગે હવામાન ખાતાએ જણાવ્યું કે, આ સપ્તાહે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જેની હાલની સ્થિતિએ મધ્યપ્રદેશ પર છે. જેથી આગામી થોડા દિવસો સુધી મધ્ય પ્રદેશ પર રહેશે અને 48 કલાકમાં ધીમે ધીમે નબળું પડતું જશે. જેને લઈને આગાહી કરવામા આવી છે તે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલ જોવા મળશે.

માછીમારોને 20 અને 21 સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના

image soucre

નોંધનિય છે કે, ગુજરાતમાં હજુ પણ 19 ટકા વરસાદની ઘટ હોવાની વાત સામે આવી રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે માછીમારોને 20 અને 21 સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી છે. તો બીજી તરફ આ અંગે રાજ્યના હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

image soucre

હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા,નર્મદા, નવસારીમાં સારો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 73 ટકા જેટલો વરસાદ નોંધાયો

image soucre

તમને જણાવી દઈએ કે, હાલમાં ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 73 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જો કે હજુ પણ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે જ્યાં વધુ વરસાદની ઘટ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ છે જેતી આ વિસ્તારના ખેડૂતો વરસાદની આશા બાંધીને બેઠા છે. જો સારો વરસાદ થશે ચોમાસું પાક ઉપરાંત શિયાળામાં પણ ફાયદો થશે.