ગુજરાત હાઈકોર્ટનો વેધક સવાલ, ક્યાં લખેલુ છે કે મહિલાએ બાળકના પિતાનું નામ જાહેર કરવું જ પડે

શું એક મહિલાને તેના બાળકના પિતાનું નામ બતાવવાની ફરજ પાડી શકાય છે? ગુજરાત હાઈકોર્ટે આ સવાલ ઉભો કરતા તેના વિરોધમાં પોતાનો મત રજૂ કર્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે 18 વર્ષની ઉંમર પહેલા મહિલાને બાળક હોવું કોઇપણ રીતે ગેરકાયદેસર નથી. ગુજરાતમાં એક બળાત્કાર કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આ ટિપ્પણી કર્યું હતું.

પિતાનું નામ આપવા માટે કેવી રીતે મજબૂર કરી શકાય

image soucre

કેસની સુનાવણીમાં ન્યાયમૂર્તિ પરેશ ઉપાધ્યાયની ખંડપીઠે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મહિલા માટે ગર્ભસ્થ શિશુના પિતાનું નામ જાહેર કરવાની મજબૂરી ક્યાં નોંધાયેલી છે? જો અપરિણીત મહિલા બળાત્કારની ફરિયાદ દાખલ ન કરે અને બાળકને જન્મ આપવા માંગતી હોય તો તેને પિતાનું નામ આપવા માટે કેવી રીતે મજબૂર કરી શકાય. ખંડપીઠે સગીર પર બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટમાંથી દસ વર્ષની સખત કેદની સજા સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે આ વાત કરી હતી. આ કેસ બાળ જાતીય શોષણ અધિનિયમ (POCSO) સાથે સંબંધિત છે.

પોતાની મરજીથી પિતાનું ઘર છોડી દીધું

image socure

પીડિતા જૂનાગઢ જિલ્લાની રહેવાસી છે. લગ્ન વગર દોષી સાથે રહેતી વખતે તેણે બે બાળકોને જન્મ આપ્યો. બંને બાળકોના પિતાએ પણ તેમને પોતાના કહ્યા છે. યુવતીએ કહ્યું, તેણીએ પોતાની મરજીથી પિતાનું ઘર છોડી દીધું અને દોષિત જાહેર કરેલા યુવક સાથે રહેવા લાગી. આ સમય દરમિયાન તેણીએ બે બાળકોને જન્મ આપ્યો. પ્રથમ બાળકને જન્મ આપ્યો જ્યારે તે સગીર હતી. હાઈકોર્ટની બેન્ચે પૂછ્યું- તે એક ગરીબ ગ્રામીણ છોકરી છે. જો કોઈ અપરિણીત સ્ત્રી લગ્ન વગર ગર્ભવતી થાય અને તે હોસ્પિટલમાં જાય, તો શું ડોક્ટર તેને તે બાળકના પિતાનું નામ પૂછી શકે?

પિતાએ પહેલા બાળકને ટાંકીને બળાત્કારનો રિપોર્ટ નોંધાવ્યો

image soucre

ખંડપીઠે કહ્યું, તેને એવુ નથી લાગતું કે મહિલાએ તેના બાળકના પિતાના નામનો ઉલ્લેખ કરવો જરૂરી છે. સ્ત્રી માટે આવી મજબૂરી ક્યાં નોંધાય છે? છોકરીના પહેલા બાળકનો જન્મ 29 જૂન, 2019 ના રોજ થયો હતો, જ્યારે બીજા બાળકનો જન્મ 22 જાન્યુઆરી, 2021 ના રોજ થયો હતો. 24 માર્ચ, 2020 ના રોજ છોકરી 18 વર્ષની થઈ. બીજા દિવસે, 25 માર્ચે, તેણીએ દોષિત જાહેર કરેલા યુવક સાથે લગ્ન કરવાના હતા, પરંતુ કોરોના સામે રક્ષણ માટે લોકડાઉનને કારણે તે થઈ શકી નહીં. જ્યારે બીજું બાળક થયા પછી, છોકરીના પિતાએ પહેલા બાળકને ટાંકીને બળાત્કારનો રિપોર્ટ નોંધાવ્યો હતો. આ રિપોર્ટના આધારે યુવકને નીચલી કોર્ટે સજા ફટકારી હતી.