આ ગુજરાતી પરિવારની કહાણી છે અદ્ભુત, બે ભાઈઓએ કર્યું છે જબરું સાહસ

ગુજરાતીઓ માટે એક કહેવત ઘણી પ્રસિદ્ધ છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આજના સમય વિશ્વના દરેક ખૂણે ખૂણે ગુજરાતીઓનો દબદબો જોવા મળે છે. ત્યારે એમા પણ બિઝનેસ તો ગુજરાતીઓના લોહીમાં જ હોય છે અને એ જ્યાં પણ ધંધો કરે છે, ત્યાં ખોટ ખાઈને કદી પણ ધંધો ન કરે. આજે આપણે વાત કરીશું ગુજરાતનાં બે એવા ભાઈઓ વિશે જેમનું મધ્યમવર્ગીય પરિવાર હતો અને આજે તેઓ અમેરિકાનાં અને ગુજરાતના સૌથી મોટા અમીર વ્યક્તિઓમાં એક છે.

આજના સમયમાં યુવાનો મહેનત કરતા શરમાય છે, પણ કહે છે ને કે અથાગ પરિશ્રમનું ફળ સદાય મળે જ છે. મફતભાઈ અને તુલસી નામના બે ભાઇઓ સાથે મળીને અમેરિકાના જેવા દેશના શહેરમાં કરિયાણાઓની દુકાન શરૂ કરીને વિશ્વ ફ્લકે નામના મેળવી લીધી છે અને આજે તેમની બીજી પેઢી પણ આ જ બંને ભાઇઓના માર્ગે ચાલીને એક અલગ જ બિઝનેસ શરૂ કર્યો છે અને મહત્વનું છે કે આ ધંધામાં પણ આ પેઢીઓએ સફળતાનાં સોપાન સર કર્યા છે. આ પરિવારની સફળતાની કહાની પણ જાણવા જેવી છે. આમ પણ શ્રીમંત ત્યારે જ બની શકાય છે જ્યારે જીવનમાં ખરાબ દિવસી જોયા હોય અને પછી જે ધનવાન બને એ વ્યક્તિને પૈસાનુ મૂલ્ય ખૂબ જ વધારે હોય છે અને તે સમજે છે.

મહેસાણા પંથકમાં જન્મેલા મફતભાઈ અને તુલસી ભાઇના પરિવારમાં 6 ભાઈ બહેનો હતા જેમાં મફતભાઈ સૌથી મોટા હતા. તેઓ પહેલે થી જ ભણવામાં ખૂબ હોશિયાર સાથોસાથે ખેતી કામ પણ કરી જાણતા. જો કે પછી જીવનમાં કઈંક કરવા ખાતર તેઓએ પાટણની એક કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરી (MBA ના)ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની વાટ પકડી.

૨૩ વર્ષની ઉંમરે તેમણે ડીગ્રી મેળવી અને અમેરિકામાં જ નોકરી શોધી લીધી. તેમણે જેફરસન ઇલેક્ટ્રિક કંપનીમાં શીકાગોમાં નોકરી લીધી અને તેમાં જોડાઇ ગયા અને એન્જિનીયર તરીકે ૧૬ વર્ષ જેટલી ફરજ બજાવી પરતું કહેવાય છે ને કે, ગુજરાતી કદી હાથપગ વાળીને એમનેમ બેસી ન જ રહે. અસંભવ ને સંભવ બનાવવું એજ તો ગુજરાતીઓની તાસીર છે અને એમના કિસ્મતની તકદીર છે.

તેમને એક ઉમદા વિચાર આવ્યો અને મફતભાઇએ કરિયાણાની દુકાન કરી તેમાં જ આગળ વધવાનું વિચાર્યું. ભાગ્યે પણ જાણે કે તેમને સાથ આપવાનું નક્કી કર્યું અને તેઓ આગળ વઘતા ગયા. કિસ્મત જ્યારે સાથ આપતી હોય ત્યારે તમામ માર્ગો ખુલી જતા હોય છે. 1971માં, જ્યારે રમેશ ત્રિવેદી નામના વ્યક્તિ એક વ્યક્તિ એવન્યુ પર સ્ટોર ફ્રન્ટ વેચવા માટે મફતભાઈ પાસે પહોંચ્યાં કે તે પોતાનો સ્ટોર વેચવા તૈયાર છે. બસ પછી તો મફતભાઈએ તેમના સાહસના શ્રી ગણેશ કર્યા અને ખોટમાં પડેલ દુકાનમાં નફા અર્થે પટેલ બ્રધર્સ નામે દુકાન ખોલી નાખી.

પોતાના આ સાહસમાં પછી તો તેમણે પોતાના ભાઈ અને તેમની પત્નીને પણ આમંત્રણ આપ્યું. સપ્ટેમ્બર 1974 માં દુકાનની સાથે તેઓ બાકીના સમયમાં નાની નોકરીમાં પણ કામ કરવા માટે જતા હતા. બંને ભાઈઓએ કરિયાણાના ધંધામાં મોટી સફળતા મેળવી અને પછી તો પટેલ બધર્સ ખૂબ જ આગળ વધ્યું અને દિવસેને દિવસે દેશી ઇન્ડિયન ફૂડ માટેની અમેરિકામાં ડીમાંડ વધવા લાગી તેને ધ્યાનમાં રાખી બંને ભાઈઓએ પોતાના અલગ અલગ શહેરમાં અન્ય આઉટલેટ બનાવ્યા અને ધંધાને આગળ પહોંચાડ્યો.

આ સફળતામાં તેમના પરિવારની મહિલાઓનો પણ ફાળો છે. એક ઘરમાં પરણેલી બે સગી બહેનો અરુણાબેન બંને ભાઈઓ સાથે મળીને દુકાન ચલાવી જયારે ચંચળ બહેન ઘર અને બાળકોની દેખરેખ રાખતા. એક સમય એવો હતો કે મફતભાઈ ઘરે ઘરે દૂધ અને સામાનની ડિલવેરી કરવા પણ જતા હતા.કહેવાય છે ને કે, સમયની સાથો સાથ બધું બદલાઈ એમ આ પટેલ ભાઈઓનું જીવન પણ બદલાઈ ગયું અને ભાગ્યના દરવાજા એવા ખુલ્યા કે આજે, પટેલ બ્રધર્સ-140 કરોડનું એન્ટરપ્રાઇઝ બની ચૂક્યું છે.

પટેલ ભાઇઓ રેસ્ટોરેન્ટના ધંધામાં પડ્યા અને હોટેલ મોટેલ નામે અમેરિકામાં હોટેલ ચેઈનની પણ શરૂઆત કરી દીધી અમેરિકામાં પોતાની એર ટુર્સ ટ્રાવેલ એજેન્સી પણ શરુ કરી અને 1991 માં પોતાની સ્વાદ અને રાજા ફૂડ કરીને તૈયાર ફૂડ પેકેટ મળી શકે તે માટેની પણ કંપનીની શરૂઆત કરી. તેમજ પટેલ’સ કાફે,પટેલ બ્રધર્સ હેન્ડીક્રાફટ વગરે નામની અલગ અલગ કંપનીની શરૂઆત કરી અને આજે તેમના દીકરાઓ એ તૈયાર ફૂડ મળી રહે તે માટે થઇને ફૂડ કંપની ખોલી છે. જેનાથી લોકોને તૈયાર ભોજન મળી રહે. ખરેખર આ પટેલ પરિવાર ખૂબ જ સફળતા મેળવી છે.

માત્ર પૈસા જ નથી કમાયા! પરતું પુણ્યનું ભાથું બાંધ્યું છે. તેઓ ઓબામા, મોદી અને વિશ્વના અન્ય નેતાઓ સાથે પણ વ્યક્તિગત સાથે તેમના સુમેળ સંબંધ છે. આમ પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ ગુજરાતને ખુલે હાથે દાન કર્યું છે. પોતાના વતનમાં હોસ્પિટલ અને પુસ્તકાય શરૂ કરાવેલ તેમજ 2001 નાં કચ્છમાં ભૂકંપ દરમિયાન કરોડો રૂપિયાનું દાન કરેલ અને ગામડાને બેઠું કર્યું. જ્યાં બે મંદિરો અને એક શાળા બધાવી તેમજ અમદાવાદની હોસ્પિટલમાં પત્ની ચંચળ બહેનમાં સ્મૃતિ રૂપે કરોડ નું દાન આપ્યું છે. આજે પટેલ પરિવારની 58 કરીયાણાની સ્ટોર્સ છે તેમજ સાથો સાથ તેમની બીજી પેઢી ધંધાદારીમાં જ આગળ બે કદમ છે.આ સફળતા ની કહાની પરથી એજ શીખ મળે છે કે, જીવનમાં અથાગ મહેનત બાદ કઈંક પણ મેળવી શકાય છે.