ગુજરાતી સાગર મહેતાનું કોરોનાથી પોલેન્ડની રાજધાની વોર્સોમાં મોત, અંતિમ ક્ષણે જે નોવેલ વાંચતો હતો એ છાતી પર જ હતી

કોરોના કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આવી જ દુ:ખની ઘડી હવે ભાવનગરના એક પરિવાર પર આવી પડી છે. જો કે આ સમયે આ પરિવાર માટે સૌથી મોટી કષ્ટદાયક વાત તો એ છે કે તેમનો વહાલસોયો દીકરો તેમને કાયમ માટે છોડીને જતો રહ્યો અને તે પણ વિદેશમાં.

image source

મૂળ ભાવનગરના વતની એવો 29 વર્ષીય સાગર મહેતા યુરોપિયન દેશ પોલેન્ડના વોર્સોમાં રહી અને અભ્યાસ કરતો હતો. જેનું અવસાન કોરોનાના કારણે થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. વોર્સોની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આ ગુજરાતી યુવાનનું મોત થતા પરિવારને તેની પાસે પહોંચતા પણ ખૂબ દિવસો રાહ જોવી પડી હતી.

image source

જાણવા મળ્યાનુસાર સાગર વોર્સો સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરતો હતો. અભ્યાસ કરવાની સાથે સાગર સ્થાનિક બીપીઓમાં નોકરી પણ કરતો હતો. સાગર સાથે તેની બહેન પણ વોર્સોમાં જ વસે છે અને તે ગૂગલ કંપનીમાં જોબ કરે છે. સાગરને અહીં કોરોનાનો ચેપ લાગ્યો હતો. કોરોના સંક્રમિત થયા બાદથી તેની સારવાર ચાલી રહી હતી. પરિવારના નજીકના સંબંધીના જણાવ્યાનુસાર છેલ્લા કેટલાક દિવસોથી સાગરને સારી રીકવરી જણાતી હતી. તેનું સ્વાસ્થ્ય સુધારા પર હતું પરંતુ અચાનક જ તેના મૃત્યુના સમાચાર આવ્યા.

image source

દીકરાનું મોત થયું હોવાનું જાણી માતાપિતાએ વોર્સો જવા તૈયારી કરી પરંતુ તેમને એક સપ્તાહની જહેમત બાદ વોર્સો જવા મળ્યું. સાગરનું અવસાન હાર્ટ એટેકના કારણે થયું હોવાનું અનુમાન છે. સાગરના પિતાના જણાવ્યાનુસાર સાગરને વાંચવું ખૂબ જ ગમતું હતું. તેનું મોત થયું ત્યારે પણ તે પુસ્તક વાંચી રહ્યો હતો. એ પુસ્તુક તેની છાતી પર રહી ગયું અને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. સાગરને જ્યારે સવારે મિત્રએ જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે તે દુનિયાને અલવિદા કહી ચુક્યો છે. આ સમયે પણ તેણે ચશ્મા પહેરેલા હતા અને પુસ્તક છાતિ પર પડ્યું હતું.

image source

સાગર જે અભ્યાસ કરી રહ્યો હતો તેની પરીક્ષાઓ પૂર્ણ થઈ ચુકી હતી અને કોરોનાથી પણ તેની રીકવરી થઈ રહી હતી તેથી મે મહિનામાં તો તે વતન ભાવનગર આવવાનો હતો. સાગરની સગાઈ પણ થઈ ચુકી હતી. સાગરની સગાઈ વડોદરામાં થઈ હતી. પરંતુ કુદરતને જાણે આ મંજૂર ન હોય તેમ કોરોનાથી રીકવર થતા સાગરનું મોત નીપજ્યું.

image source

સાગરના મોત બાદ તેની સાથે કામ કરતાં 50 ગુજરાતી મિત્રોએ ખાસ અભિયાન શરુ કરી અને 12 લાખ રૂપિયા પણ એકત્ર કર્યા છે. સાગરના અવસાનથી પરિવાર સહિત મિત્રો પણ શોકાતુર થયા છે. તેવામાં સૌ કોઈ તેના વાંચન પ્રત્યેના પ્રેમને પણ સલામ કરી રહ્યા છે કારણ કે તે અંતિમ શ્વાસ સુધી વાંચન કરતો રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!