હવે ચેતજો: ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર, અત્યાર સુધીમાં પહેલીવાર એક જ દિવસમાં નોંધાયા સૌથી વધુ 1515 કેસ,અમદાવાદ થયું ભયભીત

રાજ્યમાં તહેવાર બાદ અને શિયાળાની શરુઆત સાથે જ કોરોના જાણે ફુંફાળો મારીને બેઠો થયો હોય તેવા આંકડા સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા કોરોનાના કેસ 1000થી પણ ઘટવા લાગ્યા હતા પરંતુ હવે આજે 1500થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદમાં 60 કલાક કર્ફ્યુ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરતમાં આગામી નવા આદેશ સુધી રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. તેમ છતાં સ્થિતિ ગંભીર થાય તેવા એંધાણ મળી રહ્યા છે.

image source

રાજ્યમાં શનિવારે કોરોના વિસ્ફોટ થયો હોય તેમાં 1515 નવા કેસ નોંધાતા રીતસર ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 લોકોના મોત થયા છે. આ સમય દરમિયાન 1217 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ કેસ 195917 થયા છે જેમાંથી એક્ટિવ કેસ 13285 છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 354 કેસ નોંધાયા છે. જે સ્થિતિની ગંભીરતાને દર્શાવે છે.

image source

કોરોનાના કેસ વધતાં અટકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. કોરોનાના કેસ વધતાં રાજ્યભરમાં ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કુલ 70,388 દર્દીના ટેસ્ટ થયા હતા જેમાંથી 1515 દર્દી પોઝિટિવ જણાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 7171445 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

image source

રાજ્યમાં અત્યાર સુધીમાં 178786 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 3846 દર્દીના મોત થયા છે. હાલ જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાંથી 95 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં જે ગતિથી સંક્રમણ વધી રહ્યું છે તેને જોતાં જણાય છે કે રાત્રિ કર્ફ્યુ આગામી ઘણા દિવસો સુધી લંબાઈ શકે છે. આ ઉપરાંત સરકાર સતત પરિસ્થિતિની સમીક્ષા કરે છે જેના આધારે આગામી સમયમાં જરૂરી જણાશે તે નિર્ણયો લેશે.

image source

રાજ્ય સરકારે હાલ તો તાત્કાલિક અસરથી રાજ્યના 4 મહાનગરોમાં અનિશ્ચિતકાળ સુધી રાત્રે 9થી સવારે 6 કલાક સુધી કર્ફ્યુ જાહેર કર્યો છે. અમદાવાદમાં સોમવારે સવારે 60 કલાકનો કર્ફ્યુ પૂર્ણ થશે પરંતુ તે દિવસથી જ રાત્રી કર્ફ્યુની અમલવારી પણ શરુ થઈ જશે. આ સિવાય રાજકોટ, વડોદરા, સુરતમાં 21 નવેમ્બરથી રાત્રી કર્ફ્યુ અમલમાં મુકી દેવામાં આવ્યો છે.

image source

કેસ વધતાં રાજ્યમાં લોકડાઉનની વાત પણ સામે આવી હતી જો કે મુખ્યમંત્રીએ આ અંગે તો સ્પષ્ટતા કરી દીધી છે કે રાજ્યમાં લોકડાઉન થવાનું નથી પરંતુ જરૂરી જણાશે તે પગલા લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત