શું તમારે સરકારી નોકરી કરવી છે? તો ગુજરાત પોલીસમાં પડી છે આટલી બધી ભરતી, જાણો અને રાહ જોયા વગર જલદી જ કરો એપ્લાય

ગુજરાત પોલીસમાં થઈ રહી છે મોટા પાયે ભરતી – PI, PSI ઉપરાંત કોન્સ્ટેબલની ભરતી

થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વાસા સરકારી નોકરીઓની ભરતી બાબતે મહત્ત્વના નિર્ણય લેવામા આવ્યા હતા. હવે ગુજરાત પોલીસમાં પણ મોટા પાયે ભરતી થવા જઈ રહી છે જો કે કોરોનાની મંદીના કારણે ભરતી ઘટાડવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હાલ પુરતી પોલીસ ખાતામાં 7610 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવામા આવી છે.

image source

આ કામગીરી થોડાક જ સમયમાં શરૂ કરવામા આવશે. આ બાબતે રાજ્યના ગૃહ વિભાગને વીવીઆઈપી બંદોબસ્ત માટે, ગુનાઓ અટકાવવાની કામગીરી માટે , બધા જ પોલીસ કમિશ્નરેટ, જિલ્લા યુનિટ તેમજ રેલ્વે પોલીસ હસ્તક તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા હેતુ ડીજીપીએ 10,506 જગ્યાઓની દરખાસ્ત મુકી હતી. જેને મંજૂર કરવામા આવી હતી અને તેના માટે 115.10 કરોડનું બજેટ પણ ફાળવવામા આવ્યું હતું.

જો કે હાલ કોરોનાના કારણે ભરતીનું બજેટ 115.10 કરોડથી ઘટાડીને 15.10 કરોડ કરી દેવામા આવ્યું છે આમ સીધું જ 100 કરોડ બજેટ ઘટાડી દેવામા આવ્યું છે. જેના કારણે હવે માત્ર 7610 જગ્યાઓની ભરતી જ કરી શકાશે.

image source

જાણો કઈ કઈ જગ્યામાં ભરતી કરવામા આવશે

પોલીસ મહાનિરીક્ષકની 1 જગ્યા ભરવામાં આવશે, જ્યારે પોલીસ અધિક્ષકની 3 જગ્યા ભરવામા આવશે. તેમજ બિનહથિયાર નાયબ પોલીસઅધિક્ષકની 14 જગ્યાઓ ભરવામા આવશે, હથિયાર નાયબ પોલિસ અધિક્ષકની 4 જગ્યાએ ભરતી કરવામાં આવશે. મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની 1 જગ્યા ભરવામા આવશે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 383 જગ્યાએ ભરતી કરવામા આવશે. હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 107 જગ્યાઓ ભરવામાં આવશે. હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની 52 જગ્યાઓ ભરવામાં આવશે. તેમજ મહિલા હથિયાર પેલીસ સબ ઇન્સ્પેક્ટરની 2 જગ્યા ભરવામા આવશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 3 જગ્યા ભરવામાં આવશે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ( વાયરલેસ)ની 30 જગ્યાઓમાં ભરતી કરવાં આવશે. બિનહથિયારી એએસઆઈની 325 જગ્યાઓ ભરવામાં આવશે. બિનહથિયારી હેડ કોન્સ્ટેબલમાટેની 952 જગ્યાઓમાં ભરતી કરવામા આવશે. બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2130 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે હથિયારી એએસઆઈની 213 જગ્યાઓ ભરવામાં આવશે. હથિયારી હેડ કોન્સ્ટેબલની 473 જગ્યાઓ ભરવામાં આવશે.

image source

આ સિવાય હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 1795 જગ્યાઓ ભરવામાં આવશે. આ સિવાય ઇન્ટેલિજન્સમાં પણ ભરતી કરવામાં આવી રહી છે. સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની 10 જગ્યાઓ ભરવામાં આવશે. ઇન્ટેલિજન્સ ઓફિસરની 42 જગ્યાઓ અને 75 જગ્યાઓ આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરવામાં આવશે. આ સિવાય રેડિયો ટેક્નિશિયનની 12 ભરતી કરવામાં આવશે, કચેરિ અધિક્ષકની 2 જગ્યા, અંગત મદદનીશની 4 જગ્યા, મુખ્ય ક્લાર્કની 6 જગ્યા, સિનિયર ક્લાર્કની 20 જગ્યા, જુનિયર ક્લાર્કની 23 જગ્યા વાયરલેસ મેસેન્જરની 3 જગ્યા, મહિલા એએસઆઈની 4 જગ્યા મહિલા હેડ કોન્સ્ટેબલની 14 જગ્યા, અને મહિલા પોલીસ કોન્સેટબલની 10 જગ્યાઓ ભરવામાં આવશે.

image source

આ સિવાય મેડિકલ ઓફિસરની પણ ભરતી કરવામા આવશે. અહીં એક જગ્યા ભરવામા આવશે. જ્યારે ડોગ હેન્ડલરની 89 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. તેમજ સફાઈ કર્મચારીઓ 49 જગ્યાઓ ભરવામા આવનાર છે. કેનાલ બૉયની 14 જગ્યાઓ, પટાવાળાની 16 જગ્યા, ફોલોવર્સની 19 જગ્યા તેમજ ડ્રાઇવરની 600 જગ્યા ભરવામાં આવનાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત