Site icon News Gujarat

શુંં ગુજરાતમાં આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર? નવા કેસની સંખ્યા જાણીને તમને પણ લાગશે આંચકો

ગુજરાત કોરોનાની ત્રીજી લહેરનો થશે પગ પેસારો? ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટના કુલ 586 કેસ નોંધાયા

છેલ્લા દોઢેક વર્ષથી સમગ્ર દેશ સહિત ગુજરાત કોરોના વાયરસના સકંજામાં હતું. ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર અને આ વર્ષે બીજી લહેરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. એવામાં કોરોનાની બીજી લહેર બાદ ગુજરાતમાં કોરોનાના પરિપ્રેક્ષ્યમાં સારા કહી શકાય તેવા સમાચાર છે.

ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા સીરોપ્રેવલન્સ સર્વેમાં ગુજરાતમાં 75.03 ટકા વસતિમાં કોરોનાના એન્ટીબોડી જનરેટ થયેલા છે તેવું જાણવા મળ્યું છે. જેનો અર્થ એ છે કે, આટલા લોકોમાં કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ હોવાની શક્યતા છે.

image source

એવામાં જો ગુજરાતમાં ત્રીજી લહેર આવે અને તેમાં ડેલ્ટા વેરિયન્ટનું આક્રમણ વધુ ન હોય તો ગુજરાતમાં કોરોનાના અંગે ખાસ કઈ ચિંતાજનક સ્થિતિ નહી રહે તેવો આ અભ્યાસ પરથી અંદાજો લાગવી શકાય છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સૌથી વધુ સીરો પોઝિટિવિટી ધરાવતા રાજ્યોમાં ગુજરાત પાંચમા ક્રમે છે. તો એ પણ નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના અત્યાર સુધીમાં 586 જેટલા કેસ નોંધાયા છે, એકલા મે મહિનામાં જ ગુજરાતમાં ડેલ્ટા વેરિઅન્ટના સૌથી વધુ 314 કેસ મળ્યા હતા, ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે ડેલ્ટા વેરિઅન્ટના પરિણામો સામે આવ્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બીએસએફના 10 જવાનોમાં ડેલ્ટા વેરિઅન્ટ હોવાનું સામે આવ્યું હતું. મહત્ત્વનું છે કે, ડેલ્ટા વેરિએન્ટ પછી ગુજરાતમાં ડેલ્ટા પ્લસ અને કપ્પા વેરિઅન્ટના કેસો પણ મળી આવ્યા હતા.

અલબત્ત, અત્યારે કોરોનાના કેસની સંખ્યા નહિવત છે એટલે રાજ્યમાં રાહતની સ્થિતિ છે. અમદાવાદ શહેરમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો પણ હાલ ખાલીખમ છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે અંતભણી છે. રાજ્યમાં સતત બીજા દિવસે 30થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 27 નવા કેસ નોંધાયા છે. જેમાં વડોદરામાં સૌથી વધુ 4 નવા કેસ નોંધાયા છે. જો કે તેની સામે 33 દર્દી સાજા થયા છે. રાજ્યમાં રિક્વરી રેટ 98.75 ટકા રહ્યો છે. જ્યારે સતત 11મા દિવસે એક પણ મોત નોંધાયું નથી. રાજ્યના 4 કોર્પોરેશન અને 12 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા છે.

image source

રાજ્યમાં કુલ 824829 કેસ, 10076 દર્દીના મોત અને 814485 ડિસ્ચાર્જ

Exit mobile version