હે ભગવાન આ શું થવા બેઠું છે? ગુજરાત -મહારાષ્ટ્રની બોર્ડર પર કોરોના નહીં પણ આ રોગે મચાવ્યો હાહાકાર, 900 લોકો ઝપેટમાં

હાલમાં માહોલ એવો ખરાબ છે કે કોઈનું કોઈ નથી. પરિવાર પણ આ કાળમાં મદદ નથી કરી રહ્યો અને લોકો ટપોટપ મરી રહ્યાં છે. ત્યારે હાલમાં ગુજરાતમાં 12000 હજાર કરતાં પણ વધારે લોકો 24 કલાકમાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ સાથે જ 100 ઉપર લોકોના મોત થઈ રહ્યા છે.

દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર એટલી વ્યાપક બની છે કે હવે તો હોસ્પિટલો પણ હવે ઉભરાઈ રહી છે. સરાકર નવી હોસ્પિટલો બનાવે એ પહેલા અનેક દર્દીઓ સારવાર માટે વલખા મારી રહ્યા છે અને તડપી તડપીને મરી રહ્યા છે. સમયે ગુજરાત – મહારાષ્ટ્ર સરહદ પર વધુ એક મુશ્કેલી સામે આવી હોય એવા સમાચાર સામે આવી રહી છે.

image source

હવે જે સીન સામે આવ્યા છે એમાં જોઈ શકાય છે કે કોરોનાની સારવાર માટે તંબુ બાંધીને કામ ચલાવી રહ્યા છે ત્યાં જ ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 ગામમાં ટાઈફોઈડે દસ્તક દીધી છે. જેના કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં લગભગ 900 લોકો ટાઈફોઈડના શિકાર બની ચૂક્યા છે એવો આંકડો પણ બહાર આવ્યો છે અને જેણે ચિંતા વધારી છે.

image source

એક તરફ કોરોના અટકવાનું નામ લેતો નથી ત્યારે જ ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી, ભીલભવાલી, નાસેરપુર અને મહારાષ્ટ્રના પીપલોદ, ભવાલી, વિરપુર, લોય સહિતના ગામમાં ટાઈફોઈડે ટેન્શન વધાર્યુંવ હોવાથી તંત્ર પણ ઉંધેકાંડ થઈ ગઈ છે. જો કે આવા તંબુની હોસ્પિટલ વરદાન બનીને લોકોની મદદ કરી રહી છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી અહીં 400 દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. અહીં એક ડોકટરની સાથે એક આસિસટન્ટ ફરજ બજાવે છે.

image source

હાલમાં માહોલ એવો છે કે આ વિસ્તારોમાં સતત ટાઈફોઈડના કેસમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે દર્દીઓ આવ્યા છે તેમની તો સ્થિતિ પણ હાલમાં અતી ગંભીર છે. જેમની પાસે વાહન નથી તેઓને ખાટલા સાથે લાવવામાં આવી રહ્યાં છે. આ આરોગ્ય કેન્દ્ર સવારે 11થી રાતના 11 વાગ્યા સુધી કામ કરે છે. જો જરૂરી હોય તો ઈમરજન્સીમાં કેટલાક કર્મચારીઓ રાતના સમયે પણ રોકાઈ છે અને દર્દીઓની મદદ કરે છે.

image source

હાલમાં મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો શહેરમાં ડોક્ટરોએ તેમના દરવાજા બંધ કર્યા છે ત્યારે એક ડોક્ટરે તંબુમાં હોસ્પિટલ શરૂ કરી છે. અહીં જમીન પર દર્દીને સુવડાવવામાં આવે છે પણ સાથે જ તેમને સારવાર મળી રહી છે. ત્યારે હવે આ તંબુના પણ વખાણ કરવામાં આવી રહ્યા છે અને લોકો સારવાર માટે અહીં દોડી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!