ગુજરાતમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ PM મોદીએ જાહેર કર્યું 1 હજાર કરોડનું રાહત પેકેજ, મૃતકોના પરિવારજનોંને રૂ.2 લાખની અને ઈજાગ્રસ્તને રૂ.50 હજારની મદદ

વાવાઝોડા તાઉતે બાદ ગુજરાતમાં સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રાથમિક સહાય રૂપે 1000 કરોડની મદદની જાહેરાત કરી છે. ગુજરાતમાં વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોના હવાઇ નિરીક્ષણ બાદ વડાપ્રધાન દિલ્હી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે આ સહાય અંગે ટ્વિટ કરી અને જાહેરાત કરી હતી.

image source

વડાપ્રધાન મોદીએ એક પછી એક બે ટ્વિટ કરી અને સહાયની વિગતો આપી હતી તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના વાવાઝોડા થી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ પ્રાથમિક સહાય તરીકે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને 1000 કરોડની સહાય કરશે ત્યારબાદ કેન્દ્ર સરકાર એક વિશેષ કમિટીનું ગઠન પણ કરશે જે ગુજરાત સરકાર સાથે સંકલનમાં રહી પરિસ્થિતિની વિગતો મેળવી કેન્દ્ર સરકારની વિગતો આપશે જેના આધારે જરૂર જણાયે વધુ સહાયની જાહેરાત કરવામાં આવી શકે છે.

image source

આ સિવાય વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે વાવાઝોડામાં જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને કેન્દ્ર સરકાર તરફથી બે લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે આ સિવાય જે લોકો ઘાયલ થયા છે તેમને 50000 સહાય તરીકે આપવામાં આવશે.

વાવાઝોડા તાઉતેએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે તબાહી સર્જી હતી. ત્યાર બાદ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ હવાઈમાર્ગે ભાવનગર ઉતર્યા હતા અને ત્યાંથી ઉના, દિવ ભાવનગર સહિતના વિસ્તારોમાં વાવાઝોડાના કારણે થયેલી નુકસાનીનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ કર્યા બાદ તેઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાં એરપોર્ટ ખાતે જ અગત્યની મીટીંગ બોલાવવામાં આવી હતી.

image source

આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લા આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ બેઠક બાદ વડાપ્રધાન મોદી દિલ્હી પરત ફર્યા હતા.

મહત્વનું છે કે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે અનુમાન હતું કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર ને 500 કરોડની મદદ કરવામાં આવી શકે છે. પરંતુ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ જોઈ અને કેન્દ્ર સરકાર તરફથી બમણી એટલે કે 1000 કરોડ ની સહાય કરવા આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!