ગુજરાતમાં નૈઋત્યુનું ચોમાસું સ્થિર થતા આટલા દિવસ વરસાદ આવવાની નથી શક્યતા, જાણો આ વિશે હવામાન વિભાગે શું કરી મોટી વાત

ગુજરાત રાજ્યમાં ચોમાસા અંગે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં નૈઋત્ય દિશામાં ચોમાસું સ્થિર થઈ ગયું છે. ઉત્તર- પશ્ચિમ ભારતમાં પણ ચોમાસું સ્થિર થઈ ગયું હોવાની જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, એક અઠવાડિયા સુધી ચોમાસાની ઋતુ આગળ વધશે નહી. વરસાદ આવવાની શક્યતાને હવામાન વિભાગ દ્વારા નકારી દેવામાં આવતા રાજ્યના ખેડૂત ચિંતામાં મુકાયા છે.

image source

જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં તમામ નાગરિકો વરસાદની રાહ જોવી પડી શકે છે. ચોમાસાની ઋતુ સ્થગિત થઈ જવાના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસામાં સ્થિરતા આવી જતા ગુજરાત રાજ્ય સહિત તમામ શહેરોના તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં તાપમાન પારો ૩૬ ડીગ્રીને પાર થઈ ગયો છે. વાતાવરણમાં ભેજ અને ગરમીના લીધે અસહ્ય બફારાનો શિકાર થઈ રહ્યા છે.

image source

આ વિષે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત રાજ્યમાં પણ ચોમાસું લંબાઈ ગયું હોવાના સંકેત હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે. આવનાર આઠથી દસ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં સારો વરસાદ આવવાની કોઈ શક્યતા નહી હોવાનું હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

image source

મનોરમા મોહંતીર જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય છે નહી. જેના લીધે આવનાર પાંચથી છ દિવસ સુધી તો વરસાદ આવવાની કોઈ શક્યતા છે નહી. ત્યાર પછીના અઠવાડિયામાં પણ વરસાદ આવવાની સંભાવના નહિવત છે. ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે. ફક્ત દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં જ હળવો વરસાદ પડી રહ્યો છે.

image source

હવામાન વિભાગ દ્વારા શનિવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સહિત દિલ્લી, ચંડીગઢ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસું બે અઠવાડિયા સુધી આગળ વધી જવાના સંકેત છે નહી. તા. ૨૯ જુન, ૨૦૨૧ બાદ વરસાદ વિરામ લે તેવી શક્યતા છે. તેમ છતાં પૂર્વોત્તર ભારતમાં વરસાદ આવશે અને અન્ય કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ આવે તેવી તેવી પણ સંભાવના છે પરંતુ દેશના અન્ય વિસ્તારોમાં ઓછામાં ઓછા તા. ૫ જુલાઈ, ૨૦૨૧ સુધી વરસાદનું જોર ઘટી શકે છે. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ. રાજીવએ જણાવ્યું હતું કે, વરસાદના વિરામ પ્રમાણે સંજોગોમાં એક અઠવાડિયાનો રહે છે, પરંતુ કેટલાક વર્ષોમાં ૧૦ દિવસનો વરસાદી વિરામ પણ નોંધવામાં આવ્યો છે. વરસાદી વિરામ દેશના ખેતી ક્ષેત્રને પ્રભાવિત કરે છે.

image source

ભારત દેશમાં અંદાજીત ૧૫ કરોડ ખેડૂતો છે અને અડધા જેટલી વસ્તી ખેતી પર આધારિત અર્થતંત્ર પર નભી રહ્યા છે. દેશમાં ચાર મહિના સુધીના ચોમાસા દરમિયાન વાર્ષિક આવશ્યકતાના ૭૦% વરસાદ વરસી જાય છે. ડાંગર, સોયાબીન અને કપાસના પાક માટે વરસાદ ઘણો મહત્વનો છે. ભારતમાં જેટલા પણ વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે તે માંથી ૬૦% વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!