તમે પણ સાયન્સમાં ભણેલા છો? તો ગુજરાતમાં અહીં નોકરીની તમારા માટે છે ઉત્તમ તક, જાણી લો પ્રોસેસ

ગુજરાત રાજ્યના MGVCL દ્વારા ત્રણ પદો માટે ભરતી, વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરેલ ઉમેદવારો માટે સારી તક. MGVCL તરફથી ત્રણ જુદી જુદી પોસ્ટને ભરવા માટે ૪૧ ખાલી જગ્યાઓ માટે હાલમાં ભરતી કરવામાં આવી રહી છે.

  • -MGVCLમાં નોકરી મેળવવા માટે ૪૧ ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા.
  • -ત્રણ જુદી જુદી પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.
  • -અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો આવી રીતે કરી શકે છે એપ્લાય.
image source

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) તરફથી જુદી જુદી ત્રણ પોસ્ટ માટે ૪૧ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી રહી છે. MGVCLની આ ત્રણ પોસ્ટમાં DY.સુપ્રિટેન્ડેટ (Accounts) માટે ૩૯ પોસ્ટ, હેલ્થ- સેફટી એન્ડ એન્વાયરમેન્ટ (HSE ઓફિસર) માટે ૧ પોસ્ટ, ડેપ્યુટી હેલ્થ- સેફટી એન્ડ એન્વાયરમેન્ટ ઓફિસર (DY. HSE ઓફિસર) માટે ૧ પોસ્ટ છે. આવી રીતે કુલ મળીને ૪૧ ખાલી જગ્યાઓને ભરવા માટે ઉમેદવારો માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

HSE ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત.

MGVCLમાં નોકરી મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોને અરજી કરવા માટે કોઈ પણ માન્ય યુનિવર્સીટી માંથી ઓછામાં ઓછા ૫૫%ની સાથે B.E./B.Tech. (HSE)/ એન્વાયરમેન્ટ, હેલ્થ એન્ડ સેફટી મેનેજમેન્ટ/ એન્વાયરોમેંટ સાયન્સની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જરૂરી છે.

image source

DY.HSE ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત.

MGVCLમાં નોકરી મેળવવા માટે અરજી કરનાર ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટી માંથી ઓછામાં ઓછા ૫૫%ની સાથે B.Sc. (એન્વાયરોમેંટ) / ડિપ્લોમા (HSE)/ એન્વાયરોમેંટ, હેલ્થ એન્ડ સેફટી મેનેજમેન્ટ એન્વાયરોમેંટમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરેલ હોવો જરૂરી છે.

DY. સુપ્રિટેન્ડેટ માટે શૈક્ષણિક લાયકાત.

MGVCLની DY. સુપ્રિટેન્ડેટ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટી માંથી ઓછામાં ઓછા ૫૫% ની સાથે CA/ICWA (CMA)/ M.com/ MBA (Fin.) કરેલ હોવું જરૂરી છે. (નોંધ: આ વિષે વધુ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશનને વાંચી શકો છો.)

image source

વય મર્યાદા

  • MGVCL કંપનીમાં HSE ઓફિસરના પદ માટે અરજી કરવા માટે વય મર્યાદા ૩૫ વર્ષની હોવી જોઈએ.
  • DY.HSE ઓફિસર માટે MGVCL કંપની દ્વારા વય મર્યાદા ૩૦ વર્ષની નક્કી કરવામાં આવી છે.
  • DY. સુપ્રિટેન્ડેટ ઓફિસર માટે MGVCL કંપની દ્વારા ૩૫ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ઉમેદવારને અરજી કરવા માટે કેટલી ફી ભરવાની રહેશે?

MGVCL કંપનીમાં HSE ઓફિસરની પોસ્ટ માટે અરજી કરતા સમયે ૫૦૦ રૂપિયા ફી ભરવાની રહેશે.

સિલેકશનની પ્રક્રિયા.

image source

MGVCLમાં નોકરી કરવા માટે ઉમેદવારોને ઈન્ટરવ્યુ પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે. ઉમેદવારોને તેમના ઈન્ટરવ્યુના આધારે જ પસંદ કરવામાં આવશે.

કેવી રીતે એપ્લાય કરી શકાય છે?

MGVCL કંપનીમાં નોકરી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોને આ તમામ પોસ્ટ માટે ઓફિશિયલ વેબસાઈટ પર જઇને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!