Site icon News Gujarat

ગુજરાતમાં વરસાદી આફતઃ રાજ્યના આ 7 જિલ્લા પર હજી પણ સંકટ, હવામાન વિભાગે આપ્યું ઓેરેન્જ એલર્ટ

રાજ્યમા રવિવાર અને સોમવારે જે રીતે વરસાદ થયો તે જોઈ લોકો હવે ખમૈયા કરો બોલી ઊઠ્યા હતા. રવિવારે રાત્રે સૌરાષ્ટ્રના ઘણા ગ્રામપંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે સવાર સુધીમાં ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે તેવામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ થવાનો હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે.

image socure

સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જુનાગઢ અને જામનગર જિલ્લામાં લોકોના હાલ બેહાલ થયા છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના વધુ સાત જિલ્લાઓ માટે આજના દિવસ માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજે આ જિલ્લાઓમાં જોરદાર વરસાદ થઈ શકે છે. આ સાત જિલ્લાઓમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીનો સમાવેશ થાય છે.

image socure

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

image soucre

જામનગર અને રાજકોટ જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આજે નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. આ સાથે જ પુરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકો મદદ માંગી શકે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ત્રણેય જિલ્લા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

Exit mobile version