બહાર નિકળતા પહેલા જાણો ક્યા ક્યા વિસ્તારોમાં રવિવાર સુધી પડશે વરસાદ…

ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બે દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જતા અને સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાતાં વાતાવરણમાં પલટો આવશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ આગાહી અનુસાર ગુરુવાર સાંજથી જ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.

image source

સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગે ગુજરાતમાં સુરત, ભરૂચ, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં પણ માવઠું થશે તેમ જણાવ્યું છે.

image source

જો કે હવામાન વિભાગે શુક્રવારથી રવિવાર સુધી રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જે અનુસાર 12 ડિસેમ્બર અને શનિવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ સિવાય ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

જો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં જે ચક્રવાતની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે તે સમુદ્રમાં સમાઈ જશે અથવા તો ઓમાન તરફ ફંટાઈ શકે છે. તે પહેલા રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જો કે આ આગાહીની અસર ગુરુવાર રાતથી જ સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 13 ડિસેમ્બર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે.

image source

આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને અગાઉ પણ ભારે નુકસાની સહન કરવી પડી હતી. તેવામાં ફરી એકવાર માવઠાની શરુઆત સાથે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે. ગુજરાતમાં માવઠાની આગાહી ઉપરાંત હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને હિમાલયન રીજીયનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 12 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયન રિજિયનને સ્પર્શ કરશે જેના કારણે અહીં બરફ વર્ષા પણ થઈ શકે છે. જેના પગલે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે.

image source

એક તરફ શિયાળાની શરુઆત થઈ રહી હતી અને હવે એકાએક ઠંડી ગાયબ થઈ અને વરસાદી વાતાવરણ રાજ્યમાં છવાયું છે ત્યારે લોકોને સ્વેટર મુકી અને છત્રી-રેઈનકોટ કાઢવા પડે તેવી હાલત થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત