જિલ્લા પ્રમાણે જાણો વરસાદની આગાહી, આગામી 3 દિવસ ગુજરાતમાં પડવાનો છે સાંબેલાધાર વરસાદ, જાણી લો આગાહી

હાલમાં માહોલ એવો બંધાયો છે કે લાંબા વિરામ બાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. શુક્રવાર રાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. તો વળી શનિવારે દિવસ દરમિયાન રાજ્યના કુલ 72 તાલુકામાં 1 મીમીથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

image source

આ સાથે જ જો હવામાના વિભાગની આગાહી વિશે વાત કરીએ તો તેઓનું કહેવું છે કે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ધોધમાર વરસાદ આવવાનો છે. જેમાં પ્રથમ દિવસે રવિવારે આગાહી કરવામાં આવી હતી કે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ આવશે અને ખરેખર ગઈકાલે રવિવારે વરસાદ આવ્યો પણ ખરો.

image source

જો શનિવારના વરસાદની નોંધણી વિશે વાત કરીએ તો સૌથી વધુ વાપીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના ધોરાજી, વલસાડના ઉમરદામ અન દમણમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સુરત શહેર, વલસાડના ધરમપુરમાં અઢી ઈંચ જ્યારે જુનાગઢના માળીયા અને માણાવદરમાં પોણા બે ઈંચ વરસાદ આવ્યો હતો જેના કારણે લોકોને ગરમીથી રાહત અનુભવાઈ હતી. એ જ રીતે આગાહી કરવામાં આવી છે કે સોમવારના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ ખાબકવાનો છે.

image source

જો આજની એટલે કે સોમવાર માટેની આગાહીની વાત કરવામાં આવે તો હવામાન વિભાવનું કહેવું છે કે અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહિસાગર, નર્મદા, ભરૃચ, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, બોટાદ અને દિવમાં ભારે વરસાદ પડશે. તો વળી સાથે સાથે મંગળવારે ડાંગ, તાપી, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ ખાબકશે અને સાથે સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને જુનાગઢમાં મેઘો મંડાવાનો છે.

બુધવારને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડશે જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, તાપી, નવસારી, વલાસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ અને દિવમાં ભારે વરસાદ પડશે. તો આ સાથે જ વરસાદ પડી ગયો એવા વિસ્તાર વિશે જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં આશરે 20 દિવસથી રિસાયેલા મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.

image source

ઉંમરગામમાં સૌથી વધુ 3.6 ઇંચ, પારડીમાં 2.84 ઇંચ, વાપીમાં 1.56 ઇંચ, વલસાડમાં 1.08 ઇંચ, ધરમપુરમાં 0.24 ઇંચ તથા કપરાડામાં 0.12 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ રીતે લગભગ અલગ અલગ જિલ્લામાં બધે જ મેઘરાજાએ જોરદાર ઈનિંગ રમી છે અને ખેડૂતોને ખુશ કર્યા છે.

જો વાત કરીએ સૌરાષ્ટ્ર બાજુની તો ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સેમળીયા,રાયડી, પાણીકોઠા સહિત અનેક ગામોના રસ્તાઓ અને ખેતરો પાણીથી ભરાયા હતા.

image source

સેમળીયાથી પાણીકોઠા રોડ પર પાણી ફરી વળ્યા છે. ગીર સોમનાથના ગીર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તો આ રીતે ગુજરાતના બધા જ લોકોને મેઘરાજાએ ખુશી કરી દીધા છે અને ગરમીમાથી રાહત આપી છે. ત્યારે જગતના તાતની પણ ચિંતા ઘણી ઓછી થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!