ગુજરાતમાં વરસાદનું ધમાકેદાર આગમન: આ વિસ્તારોમાં અનેક જગ્યાએ ભરાયા પાણી, જાણો હવામાન વિભાગે આગામી દિવસોને લઇને શું કરી મોટી આગાહી

ચોમાસુ આવી ગયું, મેઘરાજાએ બોલાવી અહીં ધડબડાટી, આ વખતે 101 ટકા વરસાદનું અનુમાન

ચોમાસાએ ગુરુવારે કેરળમાં એન્ટ્રી મારી દીધી છે, હવામાન ખાતા દ્વારા પણ સત્તાવાર ચોમાસાના શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ વખતે ચોમાસું બે દિવસ મોડું કેરળ પહોંચ્યું છે ત્યારે હવામાન ખાતાની આગાહી અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

image source

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.દેશમાં સૌ પ્રથમ કેરળમાં ચોમાસું બેસે છે અને ત્યાંથી ચોમાસાની શરૂઆત થતી હોય છે હવે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આગળ વધી રહ્યું છે.કેરળના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારો દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર વાદળો બંધાવાનું શરૂ થઈ ગયું છે જે બાદ દેશ અને રાજ્યમાં ચોમાસાની સિઝન બેસશે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ

image source

હાલ પ્રિ મોન્સુન એક્વિવિટીને વાતાવણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પણ વરસ્યો છે હજુ પણ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે.તેમજ ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે જ સૌરાષ્ટ્રના મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં બે ઈંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા

image source

ગઈ કાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદનું વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અંદાજીત એક કલાકમાં બે ઈંસ વરસાદ ખાબક્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, બોડકદેવ, વસ્ત્રાપુર સુભાષબ્રિજ, સહિત એસજી હાઈવે અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

અંડરપાસનું પણ સીસીટીવી દ્વારા મોનિટરીંગ

image source

શહેરમાં એક કલાક પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વૃક્ષો ધારાશાયી થયા છે અને વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાયો છે. મહત્વનું છે કે શહેરમાં વરસાદ પડતાની સાથે અંડરપાસમાં પાણી ભરાઈ જતું હોય છે ત્યારે અંડરપાસનું પણ સીસીટીવી દ્વારા મોનિટરીંગ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ

image source

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પણ વરસાદની અસર જોવા મળી હતી વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખૂશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે ચોમાસાની સિઝન શરૂ થતા ખેડૂતો ચોમાસું પાકનું આયોજન કરતા હોય છે ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!