ગુજરાતના આ કોમેડિયનને હિન્દુ-દેવી દેવતાની મજાક ઉડાવવી પડી ભારે, પોલીસે કર્યો જેલ હવાલે

આપણે ઘણી વાર સમચારમાં જોઈએ છીએ કે વિદેશમાં ભારતીય દેવી દેવતાઓ પોસ્ટરનો મિસ યુઝ કરવામાં આવે છે અને લોકો તેની મજાક ઉડાવે છે. જો કે આ મામલે ઘણીવાર ફરિયાદ પણ નોંધાઈ છે અને કાર્યવાહી પણ કરવામાં આવી છે. વાત ફક્ત વિદેશની નથી ભારતમાં પણ ઘણીવાર લોકો હિન્દુ દેવી દેવતા પર અભદ્ર ટિપ્પણી કરતા જોવા મળ્યા છે. આવી એક ઘટના સામે આવી છે ઈન્દોરમાં કે જ્યાં શુક્રવારે રાત્રે હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી અને અન્ય ચાર લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એકલવ્ય સિંહ ગૌર નામના વ્યક્તિની ફરિયાદ બાદ આ કેસ નોંધવામાં આવ્યો છે, આ પછી, પાંચની ધરપકડ કરવામાં આવી છે.

શું હતી ઘટના ?

image source

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો જૂનાગઢના કૉમેડિયન મુનવ્વર ફારુકીએ ઇન્દોરમાં એક શૉ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો હતો અને તેની વિરુદ્ધ કેસ કરવામાં આવતા તેની અને અન્ય 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇન્દોરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માલિની લક્ષ્મણ સિંહ ગૌડના દીકરા એકલવ્ય સિંહ ગૌડે આરોપ લગાવ્યો છે કે ઇન્દોરમાં એક કૉમેડી શૉ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, આ શૉમાં એકલવ્ય સિંહ દર્શક તરીકે પહોંચ્યો હતો, પરંતુ કોમેડિયન દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો અને કાર્યક્રમને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યો હતો. ત્યરબાદ તુકોકંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.

હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવી

image source

એકલવ્યએ કહ્યું કે ટિકિટ ખરીદ્યા બાદ તે જ્યારે તેના મિત્રો સાથે કોમેડી શો જોઇ રહ્યો હતો ત્યારે મુનાવર ફારુકી મુખ્ય હાસ્ય કલાકાર તરીકે પરફોર્મ કરી રહ્યો હતો. તેણે હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવી હતી અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી પણ કરી હતી. નોંધનિય છે કે આ અગાઉ પણ ઘણા કલાકારોની હિન્દુ દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ પરમિશન વગર કરવામાં આવ્યો હોવાનો પણ એકલવ્યએ આરોપ લગાવ્યો છે.

image source

પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી

image source

તુકોગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમલેશ શર્માએ કહ્યું કે, ‘મુન્નવર ફારુકી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એકલવ્ય સિંહ ગૌરે કોમેડી શોના વિવાદિત વીડિયો ફૂટેજ અમને આપ્યા છે. હવે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.’

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ દેવ-દેવીઓ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અન્ય ચાર આરોપીઓના નામ એડવિન એન્થોની, પ્રખર વ્યાસ, પ્રિયમ વ્યાસ અને નલિન યાદવ છે, તમામને આઈપીસીની કલમ 295 એ અને 269 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત