Site icon News Gujarat

ગુજરાતના આ ગામમાં આખા પરિવારે જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ, સમગ્ર ઘટના જાણીને દડ-દડ આંસુ વહેશે

હાલમાં કોરોના પછી આત્મહત્યાના કેસોમાં ખુબ વધારો થઈ રહ્યો છે. નાના લોકોથી લઇને દિગ્ગજો પણ જીવન ટુંકાવી રહ્યા છે. ત્યારે હવે ફરીથી એક આત્મહત્યા ખુબ ચર્ચાઈ રહી છે. કારણ કે આ આત્મહત્યા સામાન્ય કિસ્સા કરતા કઇક અલગ છે. તો આવો વિસ્તારથી જાણીએ કે શું છે આ વિચિત્ર કિસ્સો. પણ એ પેહલા જો વાત કરીએ દિલ્હીનાં બુરાડી આત્મહત્યા કેસની તો ત્યાં 11 લોકોનાં રહસ્યમય મોત થઈ ગયા હતા અને તેમા દેશભરના લોકોને હચમાચાવી દીધાં હતા.

image source

કઇક એવી જ ઘટના ગુજરાતના મોડાસાના એક ગામમાં બની છે અને ત્યાં આખા પરિવારે આત્મહત્યા કરતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. જો કે હાલમાં આ સામૂહિક આપઘાતનું કારણ અંકબંધ છે. બુરાડીની જેમ જ આ કેસમાં પણ શા માટે આત્મહત્યા કરી એનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જેના કારણે લોકો આ બંને કેસને સાંકળી રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો મોડાસામાં એક પરિવારે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. એક સાથે ચારના મોતથી આખા ગાજણ ગામમાં હડકંપ મચી ગયો છે.

image source

જો વિસ્તારથી પ્રાપ્ય માહિતી અનુસાર વાત કરીએ તો ગાજણ ગામના ભાગોડે દંપતિએ પહેલા બાળકોને ફાંસો આપ્યા બાદ પોતે પણ ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથિમિક માહિતી સામે આવી રહી છે. નાનકડા ગામમાં એક પરિવારના સામૂહિક આપઘાતની ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે. સાબરકાંઠાના અરવલ્લીમાં એક પરિવારે સામુહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. બે બાળકોને ગળેફાંસો ખવડાવી દંપતીએ પણ જીવન ટૂંકાવ્યું છે.

image source

આ રીતે નાનકડા ગાજણ ગામે એક સાથે ચારના મોતથી હડકંપ મચી ગયો છે અને ચોમેર બસ એની જ ચર્ચા કરવામાં આવી રહી છે. ગામના ભાગોડે બે બાળકો સાથે દંપતીએ ગળેફાંસો ખાધો હતો. આ ઘટનામાં હાલમાં અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકળામણમાં આ દંપતિએ આપઘાતનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદની પરિસ્થિતિની જો વાત કરીએ તો હાલમાં મોડાસા ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ મોટે ખસેડ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે સમય જ બતાવશે કે આખરે આ કેસમાં આ રીતે આખા પરિવારને કેમ આપઘાત કરવો પડ્યો અને એવું તો મોટું કયું કારણ હતું.

image source

આ પેહલા કઇક આવી જ ઘટના અમદાવાદ શહેર પોલીસ સામે પણ આવી હતી. એની જો વાત કરીએ તો શહેરના નરોડા વિસ્તારમાં ત્રણ વ્યક્તિના આખા પરિવારે આત્મહત્યા કરી જીવન ટુંકાવી લીધાની ઘટના સામે આવી હતી. આત્મહત્યા કરનારમાં પતિ પત્નિ અને તેમની સગીર વયની દીકરીનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ કુનાલ ત્રિવેદી(50), તેમની પત્ની કવિતા ત્રિવેદી(45) અને તેમની સગીર દીકરી શ્રીન ત્રિવેદી(16) થઈ હતી.

image source

નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી. વાઘેલાના જણાવ્યા અનુસાર પરિવાર નરોડા ખાતે આવેલ હરિદર્શન ક્રોસ રોડ પાસેના અવની ફ્લેટમાં રહેતો હતો. સૂત્રો મુજબ કુનાલ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીમાં ડિવિઝનલ મેનેજર તરીકે કામ કરતા હતા. તેમણે પહેલા પોતાની પત્ની અને દીકરીને ઝેર આપી દીધું હતું અને પછી પોતે ગળે ફાંસો ખાઈ લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version