ગુજરાતના આ મંદિરમાં રોજ આરતીમાં ભાગ લેવા આવે છે કૂતરો, ભક્તો સાથે ભજન કિર્તનમાં પણ લેશે ભાગ

માણસોમો પશુ પક્ષી અને પ્રાણીઓ સાથેનો જૂનો નાતો છે. ખાસ કરીને કૂતરા અને માણસોની દોસ્તીના કિસ્સાનો જગજાહેર છે, આપણે ઘણા કહાનીઓમાં આ વાચ્યું પણ છે. આવી જ એક ઘટના સામે આવી છે ગુજરાતના વલસાડ ખાતે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના વાંકલ ગામમાં એક કૂતરો હાલમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

image soucre

તમને જણાવી દઈએ કે, વાંકલના લવકર ફળિયામાં આવેલા અંબાજી મંદિરમાં દરરોજ રાત્રે માતાજીની આરતી કરવામાં આવે છે, તો બીજી તરફ આ મંદિરથી આશરે 400 મીટર દૂર રહેતા એક ખેડૂતનો પાળેલો કૂતરો આ આરતી દરમિયાન હાજરી આપવા અચૂક આવે છે, આ ઉપરાંત તે આરતીમાં જોડાયેલા ભક્તોની તાળીઓ સાથે રીતસર તાલ મેળવીને તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. હાલમાં આ કૂતરાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થવા લાગી છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

image soucre

નોંધનિય છે કે, હાલમાં વલસાડ તાલુકાના છેવાડાના વાંકલ ગામના લવકર ફળિયામાં રહેતો આ કૂતરો માતા અંબે પ્રત્યેની તેમની ભક્તિ અને શ્રદ્ધાના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. તમને જણાવી દઈએ કે, આ ગામમાં આવેલા મા અંબાજી મંદિરમાં દરરોજ રાત્રે 8.00 કલાકે આરતી યોજવામાં આવે છે. નોંધનિય છે કે, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં આરતી બાદ સ્થાનિકો દ્વારા ભજન-કીર્તન પણ કરવામાં આવી રહ્યા છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ભાગ લઇ રહ્યા છે, પરંતુ સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ કૂતરો જે આ શ્રાદ્ધાળુઓની સાથે આરતી અને ભજન-કીર્તનના કાર્યક્રમમાં રોજ ભાગ લઈ રહ્યો છે. જેને જોઈને અહીં આવતા લોકો પણ હેરાન થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ ગામના અન્ય ફળિયામાં રહેતા જગુભાઇ નામન ખેડૂતના ઘરે પાળવામાં આવેલો કૂતરો દર રોજ 400 મીટરનું અંતર કાપીને આરતી તથા ભજન-કીર્તનમાં ચોક્કસ પણ હાજરી આપે છે. તમને જણાવી દઈએ કે, આ આરતીના સમયે મંદિરના પગથિયાં પર ચઢી જાય છે. જ્યારે આરતીનો પ્રારંભ થાય છે ત્યારે આ કૂતરો રંગમાં આવી જાય છે, ઘંટનાદ વચ્ચે ભક્તોની તાળીઓ સાથે તાલ મિલાવતો જાય છે,

image soucre

આ ઉપરાંત તે તેના મોંઠાથી ક્યારેક શંખ જેવો તો ક્યારેક વાંસળી જેવો અવાજ પણ કાઢે છે. હાલમાં આ કૂતરાને લઈને સમગ્ર પંથકમાં કુતુહલ સર્જાયું છે. તમને જણાવી દઈએ કે આ કૂકરો આરતી પૂર્ણ થયા બાદ ભજન-કીર્તન દરમિયાન પણ કીર્તનમાં બેઠેલા શ્રાદ્ધાળુઓની વચ્ચે પહોંચી જાય છે અને તેઓના સૂરમાં સૂર મિલાવે છે. આ કૂતરો મંદિરમાં આકાશ તરફ મોં રાખીને સૂરમાં અવાજ કાઢતો જોઇને લોકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. સામાન્ય રીતે વધુ ઘોંઘાટ કે વધુ ભીડના કારણે કૂતરાઓ દૂર ભાગે અથવા ભસવાનું શરૂ કરી દેશે પરંતુ આ કૂતરાનું વર્તન કઈક અલગ છે. જેને જોઈને અહીં આવતા દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે.