ગુજરાતની આ નદીમાંથી વહી રહ્યું છે સોનું-ચાંદી, લોકો ફેંદી રહ્યા છે નદીમાં રેતી, થઇ રહી છે પડાપડી

હાલ કોરોના મહામારીએ અતિ ભારે કહી શકાય તેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશભરમાં રોજે રોજ ઓછામાં ઓછા સેંકડો લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે. તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં તો જાણે કોરોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. આ રાજ્યોમાં ફક્ત કોરોના પોઝિટિવ કેસો જ નથી વધી રહ્યા પરંતુ સાથે સાથે કોરોનાને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

image source

આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ અમુક નેક દીલ માણસો સેવાનું કામ આરંભી જેનાથી જે સેવા થઈ શકે તે કરવા તૈયાર થઈ ગયા છે. કોઈ કોરોના પોઝિટિવ થયેલા દર્દીના ઘરે ભોજન પૂરું પાડવાની સેવા કરી રહ્યું છે તો કોઈ નિઃશુલ્ક એમ્બ્યુલન્સની સેવા આપી રહ્યું છે, કોઈક વળી કોરોના પોઝિટિવ દર્દીઓના શ્વાસ જળવાઈ રહે તે માટે ઓક્સિજન વાયુના સિલિન્ડર વિનામૂલ્યે આપીને સેવા કરી રહ્યું છે.

તેમ છતાં હજુ આ કોરોના કાળમાં પણ અમુક શેતાની લોકો ઉપરવાળાનો ડર રાખ્યા વિના પોતાના ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે. આવા લોકો પૈકી જ છે જેઓ રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર કરી રહ્યા છે જેને પગલે કેટલાક દર્દીઓના ઇન્જેક્શનના અભાવે પણ મૃત્યુ નોંધાયા છે.

image source

ત્યારે આ બધા વચ્ચે ગુજરાતની વિશ્વામિત્રી નદીમાંથી અમુક લોકો સોનુ અને ચાંદી શોધવા મથી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમ આપણે ઉપર વાત કરી તેમ હાલ કોરોનાની બીજી અને ઘાતક લહેરના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. આ મૃત્યુનો આંકડો એટલો છે કે સ્મશાનમાં મૃતદેહોની અંતિમક્રિયા માટે લાકડા ખૂટી પડવાની ફરિયાદ છે અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ચિતા હોય તો અંતિમક્રિયામાં વેઇટિંગ રાખવાની ફરજ પડી રહી છે.

ત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીના ઘાટ પર શ્રમજીવી લોકોની લાઈન લાગેલી રહે છે જેઓ નદીના ઘાટ પરની રેતીને ચાળી તેમાંથી સોનુ અથવા ચાંદી મળી જાય તેવી આશાએ શોધખોળ કરી રહ્યા છે. અસલમાં હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મૃત્યુ પામેલા વ્યક્તિના મોઢામાં તુલસીના પાન સાથે સોના અથવા ચાંદીની કોઈ વસ્તુ રાખવાની પરંપરા હોય છે.

image source

પરંતુ હાલના કોરોના કાળના સમયમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલા વ્યક્તિને સરકારી ગાઈડલાઈન મુજબ હોસ્પિટલમાંથી જ કીટમાં પેક કરીને સ્વજનોને અંતિમક્રિયા માટે સોંપવામાં આવે છે. ત્યારે કોરોનાની સારવાર દરમિયાન જ મૃત્યુ પામેલા લોકોએ કદાચ સોના ચાંદીના ઘરેણાં પહેર્યા હોય તો તેની સાથે જ તેની અંતિમક્રિયા કરી નાખવામાં આવતી હોય છે.

વળી, સ્મશાનમાં હાલ રોજના અનેક મૃતદેહો અંતિમક્રિયા માટે આવતા હોવાથી અને તેમના સ્વજનો પણ કોરોનાના ડરથી તેમની અસ્થિઓ લેવા નથી જતા જેથી સ્મશાનમાં કામ કરતા લોકો આવી અસ્થિઓની પોટલી વાળી વિશ્વામિત્રી નદીમાં પધરાવી દેતા હોય છે. વિશ્વામિત્રી નદીમાંથી કોઈકને સોના ચાંદીની કોઈ વસ્તુ મળી હોવાના અફવા કે હકીકત વચ્ચે ત્યાંના સ્થાનિક શ્રમજીવીઓ પણ તેમને સોનુ ચાંદી મળી જાય તે માટે નદીના ઘાટ પર ચારણી લઈ રેતી ચાળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *