Site icon News Gujarat

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે આટલા બધા ડોક્ટરોનો લીધો જીવ, ઘણાં પરિવારો વિખૂટા પડી ગયા

ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ રહી છે. દેશમાં સતત 7 દિવસથી 2 લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. રોજેરોજ દેશમાં સંક્રમણના કેસ ઘટી રહ્યા છે.

આ સાથે જ રિકવર થનાર લોકોની સંખ્યા વધી રહી છે અને પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રોજ કોરોનાના સંક્રમણના નવા કેસ ઘટી તો રહ્યા છે પરંતુ સાથે જ સતર્ક રહેવું જરૂરી છે. કારણ કે કોરોનાની ઘાતક લહેરને સૌએ નજરે જોઈ છે.

image source

આ લહેરમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ સમય દરમિયાન ડોક્ટર્સ દર્દીઓ માટે દિવસરાત જોયા વિના ખડેપગે રહ્યા હતા. ડોક્ટર અને નર્સ રજા લીધા વિના સતત કામ કરતા રહ્યા હતા. જો કે આ કોરોનાથી ડોક્ટર્સ પણ બચી શક્યા ન હતા.

આ સમય દરમિયાન ડોક્ટર્સ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. માત્ર સંક્રમિત જ નહીં ઘણા ડોક્ટર્સે કોરોનાના કારણે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. ગુજરાતની જ વાત કરીએ તો કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા બાદ 37 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો છે.

image source

ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ગુજરાત બ્રાંચના સેક્રટરી ડો કમલેશ સૈનીના જણાવ્યાનુસાર રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થવાના કારણે 37 ડોકટર્સના નિધન થયા છે. જો કે તેમણે આ સાથે એમ પણ જણાવ્યું હતું કે કોરોનાની પહેલી લહેર વખતે આ સંક્રમિત થયા બાદ મૃત્યુ પામનાર ડોક્ટરોની સંખ્યા 60થી વધુ હતી.

આમ થવાનું કારણ હતું કે તે સમયે કોરોનાની રસી ડોક્ટર્સ લઈ શક્યા ન હતા. પરંતુ આ વખતે ડોક્ટર્સ રસી લઈ ચુક્યા હતા તેથી મૃત્યુઆંક ઓછો છે. રસી લીધી હોવાના કારણે ડોક્ટર્સના મોતની સંખ્યા બીજી લહેરમાં ઓછી છે.

image source

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ અને સુરત શહેરના 6થી 7 જેટલા ડોક્ટર્સ મોતને ભેટ્યા છે. જ્યારે વડોદરા જિલ્લા અને શહેરમાં 2 અને 1 એમ 3 ડોક્ટર્સ મોતને ભેટ્યા છે. અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે કોરોનાની બીજી લહેરમાં માર્ચ મહિનાથી મે 2021ના સમય દરમિયાન ગુજરાતની પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટર્સના મોત કોરોનાના કારણે થયા છે.

જો કે બંને લહેર વખતે જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સે વધારે પ્રમાણમાં જીવ ગુમાવ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસીએશનની આંકડાકીય માહિતી અનુસાર દેશમાં સૌથી વધુ દિલ્હીના ડોક્ટર્સે કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હીના 109 ડોક્ટરોએ જીવ ગુમાવ્યા છે.

image source

ડોક્ટર્સે કોરોના કાળામાં બજાવેલી ફરજ બદલ ગુજરાત સરકાર સમક્ષ અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી કે મૃતક તબીબોના વારસદારને વીમા સહાય યોજનાનો લાભ મળે. જણાવી દઈએ કે દેશભરમાં કોરોના કાળ દરમિયાન 747 ડોક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version