ગુજરાત સરકારે આજથી લાગુ કર્યો લોકડાઉન સમય જેવો જ આ નવો નિયમ, હવે કરવું પડશે આ કામ

વધતા જતા કોરોનાને કાબુમાં લેવા માટે આજથી ગુજરાતને જોડતી બધી જ સરહદોથી રાજ્યમાં પ્રવેશતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. . હવેથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોને ટેસ્ટ કરીને જ રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવશે. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને સરકારે આ નિર્ણય કર્યો છે.

અમીરગઢ, થરાદ અને ધાનેરાની રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશતા રાજસ્થાનિઓ માટે બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા થર્મલ સ્ક્રીનીંગ અને એન્ટીજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

image source

તો બીજી બાજુ દાહોદ જિલ્લામાંથી પણ મધ્યપ્રદેશ થઈને લોકો ગુજરાતમાં પ્રવેશે છે તે તમામ લોકોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરેલો હોવો જોઇએ. તેમજ 72 કલાકની અંદરનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ. તો જ તેઓ દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં સરહદેથી પ્રવેશ કરનાર સૌનું મેડીકલ સ્ક્રિનિગ પણ કરવામાં આવશે.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરતાં મુસાફરોને RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ વગર પ્રવેશે નહિ તે માટે જિલ્લામાં ખંગેલા, ટાંડા, આગાવાડા, મીનાક્યાર, નીમચ, કાંકણખીલા, ચાકલિયા, ધાવડિયા અને પાટવેલમાં ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. અહીં પોલીસ વિભાગ સાથે આરોગ્ય વિભાગ પણ ચોવીસ કલાક ફરજ પર ખડેપગે રહેશે.

image source

તમને જણાવી દઈએ કે કોરોનાને લઈને મહારાષ્ટ્રની હાલત ઘણી જ કફોડી છે. હાલ મહારાષ્ટ્રમાં સંપૂર્ણ દેશના 50 ટકાથી વધુ રોજના કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. ગુજરાતના જાહેર આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા પેસેન્જરો માટે કોરોનાનો RT- PCR ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. આ ઉપરાંત આ પેસેન્જરોનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવે, તે મુદ્દે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (SOP) બહાર પાડી હતી. આ સાથે જ રાજ્ય સરકારે આ પેસેન્જરો હવાઈ માર્ગે, રેલ માર્ગે તેમજ બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશ માટે ગાઈડલાઈન જાહેર કરી છે.

કોઈપણ લોકલ વ્યક્તિ જયરર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તો 72 કલાકની અંદર તેનો RT- PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવો જરૂરી છે. અને આ રિપોર્ટર તેને એરપોર્ટના અધિકારીઓને રિપોર્ટ બતાવવાનો રહેશે. .

image source

જો જે તે વ્યક્તિ પાસે RT- PCR ટેસ્ટ રિપોર્ટ નહીં હોય, તો તેને ફરજીયાત એરપોર્ટ ઉપર પોતાના ખર્ચે RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર RT- PCR ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો પેસેન્જરનો રિપોર્ટ નેગેટિવ હશે, તો તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. અને જો વ્યક્તિ પોઝિટિવ હશે તો તેને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. આ સિવાય પેસેન્જર જ્યારે એરપોર્ટ પર દાખલ થશે એ સમયે તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેને કોરોનાના લક્ષણો દેખાશે. તો તેનો RT- PCR ટેસ્ટ પેસેન્જર ખર્ચે કરવામાં આવશે. જેનો 800 રૂપિયા ચાર્જ લાગશે.

જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તો મહારાષ્ટ્રથી આવતા પેસેન્જરે ફરજિયાત 72 કલાકની અંદર આવેલો કોરોનાનો RT- PCR રિપોર્ટ સાથે રાખવો પડશે અને રેલવે અધિકારી માગે ત્યારે તેને બતાવવો પડશે. જે પેસેન્જર પાસે ટેસ્ટ રિપોર્ટ નહિ હોય તો તેનો રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરવામાં આવશે જેનો ખર્ચ પેસેન્જરે ભોગવવામો રહેશે. જે પેસેન્જર નેગેટિવ હશે તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. જ્યારે પોઝિટિવ પેશન્ટને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. રેલવે ઓથોરિટીએ પેસેન્જરો જ્યારે રેલવે સ્ટેશનમાં દાખત થાય ત્યારે તેમના સ્ક્રિનિંગની જવાબદારી ઉપાડવી પડશે. સાથે જ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પાલન કરવાનું રહેશે. આ નિયમો મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જરો માટે લાગુ પડશે.

image source

જો તમે બસ મારફતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવી રહ્યા છો તો એવા પેસેન્જરોએ પણ 72 કલાકની અંદર કોવિડ- 19નો RT- PCR રિપોર્ટ કરાયેલો હોવો જોઈશે.

જો પેસેન્જર પાસે આવો રિપોર્ટ નહીં હોય, તો તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પેસેન્જરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેમને તાવ સહિત કે કોરોનાના લક્ષણ હોય તો તેમને RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. જેનો ખર્ચ પેસેન્જરે ભોગવવાનો રહેશે. જો પેસેન્જર નેગેટિવ હશે તો તે ગુજરાતમાં પ્રવાસ કરી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત આઇસોલેશનમાં જવાનું રહેશે.

ગુજરાતમાં કોરોનાના રોજના કેસમાં દિન પ્રતિદિન વધારો જ થતો દેખાઈ રહ્યો છે. એવામાં રાજ્ય સરકારે કોરોનાના કેસોમાં વધારો ન થાય તે માટે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 મુજબ કેટલાક પગલા લીધાં છે, જેનો અમલ 1લી એપ્રિલથી લાગુ થઈ ગયો છે. .

આ એક્ટ મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા બધા જ વ્યક્તિઓ માટે છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોય અને આ ટેસ્ટ નેગેટિવ હોય તો જ તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોના હવે પોતાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે. ગુજરવત રાજ્યમાં મંગળવારે સાંજે 24 કલાકમાં 2360 કોરોનાના નવા કેસ નોંધાયા હતા, જ્યારે 2004 દર્દીએ કોરોનાને માત આપી છે. અમદાવાદમાં 3, સુરતમાં 3, ખેડામાં 1,મહીસાગરમાં 1 અને વડોદરામાં 1 એમ કુલ મળી 9 દર્દીનાં મોત થયાં હતા. આ સાથે મૃત્યુઆંક 4519એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 94.43 ટકા છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના થોડો ધીમો પડ્યો હતો પણ છેલ્લા 39 દિવસથી નવા દર્દીની સંખ્યામાં સતત વધારો રહી રહ્યો છે અને એની સામે ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. છેલ્લે 20 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા દર્દી કરતાં સાજા થનારાની સંખ્યા વધારે હતી.
રાજ્યમાં અત્યારસુધીમાં 3, 07, 698 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,519 થયો છે તેમજ અત્યારસુધીમાં 2, 90, 569 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 12,610 એક્ટિવ કેસ છે, જેમાંથી 152 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12,458 દર્દીની હાલત સ્થિર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *