આ તારીખ સુધીમાં ગુજરાત સરકાર બનાવશે માસ્ટર પ્લાન, જે અટકાવશે કોરોના સંક્રમણને!

કોરોનાને નાથવા ગુજરાત સરકાર બનાવશે માસ્ટર પ્લાન – 31મી જુલાઈ સુધીમાં થશે જાહેરાત

હાલ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉછાળાભેર વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તો દિવસના સરેરાશ 800 કરતાં પણ વધારે કેસો નવા આવી રહ્યા છે. ભારતમાં તો ગણતરીના જ દિવસોમાં સંક્રમિતોની સંખ્યા 10 લાખને ઓળંગી જશે. ગુજરાતમાં પણ સ્થિતિ કાબુ બહાર છે. અને પરિસ્થિતિને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા ખાસ નિતિ તૈયાર કરવામાં આવનાર છે. બીજી બાજુ શિક્ષણ તેમજ ખેતી અંગે પણ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે.

image source

મુખ્ય મંત્રી રુપાણીની અધ્યક્ષતા હેઠળ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર વાત થશે. ખાસ કરીને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા અંગે ખાસ નિતિઓ ઘડવાની પણ ચર્ચા થઈ શકે છે. અને તે અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોન વધારવા બાબતે પણ ચર્ચા થઈ શકે છે.

image source

આપણે જાણીએ છીએ કે હાલ સમગ્ર દેશ સાથે આપણા રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અને આવા સંજોગોમાં સરકારે ખાસ કોઈ રણનીતિ ઘડવાની જરૂર પડી છે અને 30મી જુલાઈ સુધીમાં સંક્રમણને ઘટાડવા તેમજ તેના પર અંકુશ લાવવા માટે રણનીતિ પણ ઘડવામાં આવશે. આ બેઠકનો આજનો મુદ્દો સુરતમાં વધી રહેલા સંક્રમિતોની સંખ્યા રહેશે. આ ઉપરાંત રાજ્યમાં બાજારોના વેપારીઓએ જાતે જ ધંધા-વેપારનો સમય ઘટાડ્યો છે તે વિષય પર પણ ચર્ચા થશે.

કેબિનેટ બેઠકમાં શિક્ષણનો મુદ્દો પણ ચર્ચાશે

image source

હાલ કોરોના વાયરસની મહામારી દરમિયાન શિક્ષણ પણ એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે અને આ અંગે શિક્ષણ સંસ્થાઓની કામગીરી પર પણ સમીક્ષા કરવામાં આવશે. બીજી બાજુ ચોમાસાની સિઝન ચાલી રહી હોવથી તેનો મુદ્દો પણ ચર્ચવામાં આવશે.

આજના નવા કેસની સંખ્યાની વાત કરીએ તો રાજ્યમાં નવા 915 કેસ નોંધાયા છે. ગુજરાતના કુલ સંક્રમિતોની સંખ્યા 43723 સુધી પહોંચી ગઈ છે જોકે સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 749 દર્દીઓને સાજા કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. જ્યારે 14 લોકોના દુઃખદ મૃત્યુ નીપજ્યા છે. સુરત તેમજ અમદાવાદમાં 3-3 સંક્રમિતોના મૃત્યુ થયા છે. વડોદરામાં પણ ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે કોરોના સંક્રમણથી, તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં 2 સંક્રમિતોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે ભાવનગર, ગાંધીનગર શહેર અને બનાસકાંઠામાં 1-1 સંક્રમિતોના મૃત્યુ થયા છે,

image source

રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા તે પર એક નજર

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 154 નવા કેસ નોંધાયા જ્યારે 168 દર્દીઓ કોરોના મુક્ત થઈ ઘરે પાછા ફર્યા. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 13 નવા કેસ આવ્યા છે અને 12 દર્દીઓને ડીસ્ર્ચાર્જ આપવામા આવ્યો છે. ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 14 કેસ નવા નોંદાયા છે અ 11 દર્દીઓને કોરોના મુક્ત કરીને ઘરે પાછા મોકલવામાં આવ્યા છે.

image source

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 221 કેસ નવા નોંધાયા જ્યારે 198 દર્દીઓ કોરોના મુક્ત થઈ ઘરે પાછા ફર્યા. જો સુરતના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ત્યાં નવા 70 કેસ નોંધાયા છે અને 49 લોકો કોરોના મુક્ત થઈને ઘરે પાછા ફર્યા છે. વલસાડમાં 14 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીઓને કોરોના મુક્ત કરીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. નવસારીમાં 10 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 13 દર્દીઓએને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે. મહીસાગરમાં કોરોનાના 9 પોઝિટિવ કેસ આવ્યા છે.

ભાવનગર શહેરમાં તેમજ, સુરેન્દ્રનગરમાં અનુક્રમે 33 અને 31 નવા કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં 12 નવા પોઝીટીવ કેસ આવ્યા અને 4 દર્દીઓને ડીસ્ચાર્જ આપવામા આવ્યો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 7 નવા કેસ નોંધાયા છે.

image source

જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ આવ્યા. કચ્છમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે સામે 7 દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જુનાગઢમાં પણ 13 નવા કેસ આવ્યા અને 7 દર્દીઓને ડીસ્ચાર્જ આપવામા આવ્યો. જુનાગઢ શહેરમાં 12 નવા કેસ આવ્યા અને 5 દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યો. ગીર સોમનાથમાં 7 નવા કેસ આવ્યા છે.

image source

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 56 નવા કેસ નોંધાયા છે જ્યારે 50 દર્દીઓ કોરના મુક્ત થઈને ઘરે પાછા ફર્યા છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અહીં 20 નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓને કોરોનામુક્ત કરીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 21 નવા કેસ આવ્યા છે અને 9 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આણંદમાં નવા 10 કેસ આવ્યા છે, જ્યારે 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

image source

ભરુચમાં છેલ્લા 24 કલાકમાં 28 પોઝિટિવ કેસ નવા નોંધાયા છે. જ્યારે બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં નવા 21 કેસ નોંધાયા છે અને 60 લોકો કોરોના મુક્ત થઈને ઘરે ફર્યા છે. દાહેદમાં છેલ્લા 24 કલાકમાં નવા 19 કેસ નોંધાયા છે, ખેડામાં નવા 15 કેસ નોંધાયા છે અને 6 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

સાબરકાંઠામાં 8 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. પાટણમાં છેલ્લા 24 કલાકમાં 9 કેસ આવ્યા છે સામે 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો પંચમહાલમાં 8 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત