કોરોનાની બીજી બેટિંગ શરૂ થતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે માંગ્યો આ જવાબ, આ મામલે સરકારની કાઢી ઝાટકણી

સુપ્રિમ કોર્ટે ગુજરાત, દિલ્લી, આસામ અને મહારાષ્ટ્રને કર્યો પ્રશ્ન – કોરોના સામે શું પગલા લેશે આ રાજ્યોની સરકાર

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનું બીજું મોજુ શરૂ થઈ ગયું છે. અને દિવાળી પછી જે રીતે સંક્રમીતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જોતાં સ્થિતિ ઓર વધારે ગંભીર બની રહી છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધારે સંક્રમિતો નોંધાઈ રહ્યા છે અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા રૂપે ગત શનિ-રવિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને હવે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુને પણ લાદવામાં આવ્યો છે.

image source

આ સ્થિતિ માત્ર ગુજરાતની જ નથી પણ દિલ્લી, મહારાષ્ટ્ર, આસામ જેવા રાજ્યોમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જેને ધ્યાનમા રાખીને સુપ્રિમ કોર્ટે ગુજરાત, આસામ અને મહારાષ્ટ્ર તેમજ દિલ્લીને બે દિવસમાં એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે અને આ રાજ્યો પાસે સુપ્રિમ કોર્ટે જવાબ માગ્યો છે કે તેઓ કોવિડને અંકુશમાં લાવવા માટે ખરેખર શું અસરકારક પગલા લઈ રહ્યા છે.

image source

સુપ્રિમ કોર્ટે એ બાબત પર પણ ઇશારો કર્યો છે કે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમ છતાં પણ રાજ્યો દ્વારા લગ્ન તેમજ અન્ય સમારોહને યોજવાની મંજૂરી આપવામાં આવી છે તે પણ 100-200 મહેમાનોની હાજરીમાં. તે બાબતને લઈ સુપ્રિમ કોર્ટે આ રાજ્યોની સરકારેની ઝાટકણી કાઢી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે મહારાષ્ટ્ર અને દિલ્લી બાદ સૌથી વધારે ખરાબ સ્થિતિ ગુજરાતમાં ઉભી થઈ છે. જેને રાજ્યએ ગંભીરતાથી લેવી જોઈએ. આ બાબતે શુક્રવારના રોજ સુનાવણી થવાની છે.

image source

ગુજરાતમાં રોજ સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. દિવાળી પહેલાં સંક્રમિતોનો આંકડો 1000 અંદર જતો રહ્યો હતો જે દિવાળી બાદ એકદમ વધીને 1300-1400 કરતાં પણ વધી ગયો છે. અને દિલ્લીમાં તો જાણે કોઈ જ સિમા નથી રહી, માત્ર રવિવારનો જ આંકડો જોઈએ તો રવિવારે દિલ્લીમાં 6746 લોકો સંક્રમિત થયા અને 6154 લોકો સાજા થયા જ્યારે 121 લોકો કોરોના વાયરસમી મૃત્યુ પામ્યા છે. આમ દિલ્લીમાં મૃત્યુઆંક દેશમાં સૌથી વધારે રહ્યો છે. બીજી બાજુ દિલ્લી બાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે અહીં એક જ દિવસમાં 50 લોકોના મૃત્યુ થઈ ગયા. જો કે આ આંકડો 15મી મે કરતાં સૌથી ઓછો છે. પણ દિલ્લીમાં સ્થિતિ ખૂબ ગંભીર છે 18મી નવેમ્બરે કેરોનાના કારણે દિલ્લીમાં 131 લોકોના મૃત્યુ થયા હતા.

image source

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રવિવારના રોજ 44404 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે સારી વાત એ છે કે રવિવારે 41,405 કોરોના દર્દીઓ સાજા થઈ ગયા હતા. પણ આ એક જ દિવસમાં 510 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા હતા જે એક ગંભીર અને દુઃખદ વાત છે. અત્યાર સુધીમાં ભારતમાં 91.40 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે જેમાંથી 85.61 લાખ સંક્રમિતો સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. પણ દુઃખની વાત એ છે કે ભારતમાં કોરોના ફેલાયો ત્યારથી અત્યાર સુધીમાં 1.33 લાખ લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે.

image source

કોરોના બાબતે જાણી લો આ લેટેસ્ટ અપડેટ્સ

– કોરોના વાયરસ ફેલાયો ત્યારથી જ વિવિધ દેશોની લેબોરેટરીમાં તેની રસીને લઈને સંશોધન ચાલી રહ્યા છે. અને બે-ત્રણ કંપનીઓએ રસી શોધી પણ લીધી છે. અને તેની અસરકારકતા પણ 94 ટકા ઉપર ગણવામાં આવી રહી છે. અમેરિકામાં ડિસેમ્બર મહિનાથી વેક્સિન આપવાનું શરૂ કરવામા આવનાર છે તેવા અહેવાલ મળ્યા છે. કેન્દ્ર સરકાર પણ ભારતમાં બનેલી કો વેક્સિનના ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી શકે તેમ છે. હાલ આ કો વેક્સિન તેની ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. અને એક અહેવાલ પ્રમાણે તે દેશના લોકો માટે જૂન મહિનામાં ઉપલબ્ધ થઈ શકે છે.

image source

– પી.એમ. મોદી પણ મંગળવારના રોજ કોરોના વયારસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી શકે તેમ છે.

– દિલ્લી બાદ મહારાષ્ટ્રમાં પણ સંક્રમણની સ્થિતિ ગંભીર બની ગઈ છે જેને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કોરોનાની આ બીજી લહેરને સુનામી સાથે સરખાવી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે નિષ્ણાતોએ તેમને નાઇટ કર્ફ્યુ લાદવાની સલાહ આપી છે, પણ તેઓ કાયદો લાગુ કરવાની જગ્યાએ લોકોને જાતે જ સતર્ક રહેવા અને જવાબદાર રહેવા કહી રહ્યા છે.

image source

દિલ્લી ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ સ્થિતિ ગંભીર છે. અહીં રવિવારના રોજ 1798 નવા કેસ આવ્યા હતા. અને 1212 લોકો રિકવર થયા હતા જ્યારે 13 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 1,93,044 લોકો સંક્રમિત થયા છે. હાલ અહીં 11765 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.અહીં સંક્રમણના કારણે 3162 લોકોએ પોતાનો જીવ ખોવો પડ્યો છે.

રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં 3260 લોકો છેલ્લા 24 કલાકમાં સંક્રમિત થયા છે. અને 2004 લોકો રીકવર થયા છે. અને 24 કલાકમાં 17 લોકોના મૃત્યુ થયા છે. અહીં અત્યારસુધીમાં 2163 લોકોના કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. પાંચ રાજ્યોમાં, મહારાષ્ટ્ર, દિલ્લી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. હાલ સૌથી ખરાબ સ્થિતિ દિલ્લીની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત