બોર્ડની વેબસાઈટ પર આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફરીથી એક જાહેરાત કરવામાં આવી છે. ૧૫ જુન, ૨૦૨૦ના રોજ એટલે કે, આજે દિવસે ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહ અને વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ. બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની લેવામાં આવેલ માર્ચ, ૨૦૨૦ની પરિક્ષાનું રીઝલ્ટ ૧૫ જુન, ૨૦૨૦ના દિવસે ઓનલાઈન જાહેર કરી દેવામાં આવવાનું છે.

image source

ધોરણ. ૧૨ના સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૫ જુન, ૨૦૨૦ સોમવારના રોજ સવારના ૮ વાગ્યાની સાથે જ મૂકી દેવામાં આવશે. જેને આપ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધિકારીક વેબસાઈટ www.gseb.org પર જોવા મળી શકે છે.

image source

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સૌથી પહેલા ૧૬ મેં, ૨૦૨૦ના રોજ ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર પછી ૨ જુન, ૨૦૨૦ના રોજ ધો. ૧૦નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે ફરીથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ એટલે કે, ૧૫ જુન, ૨૦૨૦ સોમવારના રોજ ધો. ૧૨ના સામાન્ય પ્રવાહનું પણ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.

image source

ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ.બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ, ૨૦૨૦નુ પણ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ૧૫ જુન, ૨૦૨૦ સોમવારના સવારે ૮ વાગતા જ બોર્ડની અધિકારીક વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે.

નોંધપાત્ર વાત છે કે, અત્યાર સુધીમાં ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે ફક્ત ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના પરિણામની ખુબ જ આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે.

image source

ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતી કાલે જ આવી જશે. ઉપરાંત આવતી કાલનો દિવસ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે.

ખાસ વાત એ છે કે, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર કરી દેવામાં આવશે.

image source

તેમ છતાં પણ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ, ધોરણ. ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જેમ પોતાના રીઝલ્ટના હાથમાં આવવાની રાહ જોઈ રહ્યા છે તેમાં હવે આજથી ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ સામેલ થઈ જશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા આપેલ ધો. ૧૦ અને ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરિણામની કોપી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા થતા જ તારીખ જાહેર કરી દેવામાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત