ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન લગાવાના મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ, આ વિશે CM રૂપાણી કહ્યું કે….

કોરોનાનું સંક્રમણ વધતા આજ રાત્રિથી અમદાવાદંમાં કરફ્યની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત આજ રાતથી સોમવાર સવાર સુધી સંપૂર્ણ કરફ્યૂ રહેશે ત્યારે બાદ રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે.

દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે

image source

અં અંગે વધુમાં જણાવતા કહ્યું કે, અમદાવાદમાં લગાવવામાં આવેલા કરફ્યૂ અંગે પણ કહ્યું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે.

શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે

image source

આ પહેલા અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે 5:30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. પરિણામે અમદાવાદની પરિસ્થિતિ વણસી હોય તેવા સ્પષ્ટ એંધાણ છે. વેકેશન દરમિયાન બહારગામ ગયેલા લોકો શુક્રવારે શહેરમાં પરત આવવા ધસારો કરશે. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.

દંડ કરીને કાર્યક્ષમ હોવાનો દાખલો બેસાડે એ પણ જરૂરી

image source

સરકારના મંત્રીઓ અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ ટોળા ભેગા કરવાના અપરાધો કરી ચૂક્યા છે. બીજી તરફ સરકાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને આરોગ્ય સાથે સંકળાયેલા અનેક લોકો-સંસ્થાઓની વારંવાર અપીલ છતાં લોકોએ બીનજરૂરી ટોળે વળવાનુ બંધ કર્યું ન હતું. માસ્ક ન પહેરવામાં અનેક લોકો બહાદુરી સમજતા હતા. અનેક લોકોએ જરૂરી ન હોવા છતાં પ્રસંગો આયોજીત કર્યા અને હજુ પણ કરી રહ્યાં છે. તેનું પરિણામ સૌની સામે છે. સરકાર કડકાઈ દાખવે, પ્રજા સમજદારી દાખવે એ અત્યંત જરૂરી છે. સરકાર માત્ર સામાન્ય માણસોને નહીં પોતાના અધિકારી, મંત્રીઓ અને નેતાઓને પણ નિયમભંગ બદલ દંડ કરીને કાર્યક્ષમ હોવાનો દાખલો બેસાડે એ પણ જરૂરી છે.

તહેવારો પર ખરીદી કરવી હવે ભારે પડી

image source

જોકે અમદાવાદીઓને બિંદાસ થઈને ખરીદી કરવી હવે ભારે પડી રહી છે કેમકે છેલ્લા બે ચાર દિવસોમાં કોરોનાના કેસો માં ભારે વધારો થયો છે જેના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હૉસ્પિટલમાં કોરોના ની સ્થિતિ ને લઈને આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાત તબીબો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત