ગુજરાતીઓ મોજમાં, સરકારે નવરાત્રીના નિયમો બદલીને આપી આ છૂટ, ગુજરાતમાં કોઈ મંદિર બંધ નહીં રહે અને..

નવરાત્રી અને બીજા તહેવારોને લઈ ગુજરાતમાં દર વર્ષે એક અલગ જ ક્રેઝ જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે કોરોના બધાનો દુશ્મન બનીને ફરી રહ્યો છે. માટે દરેક નિયમોમાં અલગ અલગ ફેરફાર કરવામાં આવ્યા છે અને આ સાથે જ સરકારે નિર્ણયો કર્યા હતા. પરંતુ અમુક નિર્ણયો મામલે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમાં ફરીતી ફેરબદલ કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ કે સરકારે કયા કયા નિયમોમાં ફેર કર્યો છે. પાંચ દિવસ પહેલાં રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મૂક્યો હતો, જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા.

image source

પરંતુ આ બધાની વચ્ચે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી, જેને પગલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે નવરાત્રિમાં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. જણાવ્યું હતું કે 7 જૂન 2020થી રાજ્ય સરકારે નક્કી કર્યું કે રાજ્યનાં તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી.

image source

નવરાત્રીના સમયે કેટલીક જગ્યાએ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તેમજ કેટલાંક મંદિર પર્વતની ટોચ પર આવેલાં હોવાથી જો લાખો દર્શનાર્થીઓ દર્શને જાય તો સંક્રમણ ફેલાય શકે છે. આરતી અને હવનો થશે. જે-તે ટ્રસ્ટોએ પોતાની સગવડ અને પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લીધા છે. આ નિર્ણય સ્થળ પરિસ્થિતિ અને કોરોના સંક્રમણ વધે નહીં એ માટે નિર્ણયો કર્યા છે. સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈના વેપારીઓને હવે નુકસાન વેઠવું નહીં પડે. સરકારે પેકેટ બનાવીને પ્રસાદ વેચવાની મંજૂરી આપી હોવાથી તેનો બગાડ પણ નહીં થાય અને કોરોનાની ગાઇડલાઇન્સનો અમલ પણ થઇ શકશે.

આવા નિયમોના અમલથી બનશે શક્ય

image source

એક વ્યક્તિ જેટલો પ્રસાદ વિવિધ પેકેટમાં પેક કરીને એક ટેબલ પર મૂકી દેવાય, જેથી એને વહેંચવાની જરૂર જ ન રહે. દરેક વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી જાતે જ લઇ લે. પ્રસાદને પેક કરતાં પહેલાં હાથને સેનિટાઇઝ કરી દેવા, જેથી તે સેફ થઇ જાય. જો પ્રસાદનું વિતરણ કરવું હોય તો ગ્લોવ્ઝ પહેરીને એનું વિતરણ થઇ શકે અથવા તો જે વ્યક્તિ વહેંચે તે હાથને સેનિટાઇઝ કરીને અને માસ્ક પહેરીને કરી શકે.

આ સિવાય વાત કરીએ તો સીંગ-સાકરિયા, રેવડી, ટોપરાની છીણ, પિપરમિન્ટ કે એવો છૂટો પ્રસાદ નાની થેલીઓમાં કે પેપરમાં પેક થઇ શકે, જેથી લોકો જાતે લઇ શકે. મીઠાઇના વેપારીઓ પણ એક વ્યક્તિ મીઠાઇ લઇ શકે તેવા પેકેટમાં એ પેક કરી શકે.

image source

આમ જોવા જઈએ તો વેપારીઓ પાસે એક પેંડો પણ પેક કરવાની વ્યવસ્થા છે. પરંતુ ગુજરાતમાં કોરોનાને પગલે મીઠાઇ અને ફરસાણ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. મીઠાઇના વેપારીઓનાં અંદાજ પ્રમાણે છેલ્લા છ મહિનામાં ધંધો માત્ર 20 ટકા જેટલો જ રહી જતાં આશરે 700 કરોડનું નુકસાન થયું છે. સરકારે પડતા પર પાટું મારી નવરાત્રિમાં પ્રસાદ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી 700 કરોડનું નુકસાન થતું અટકી જશે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાને પગલે મીઠાઇ અને ફરસાણ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.

image source

બીજી વાત કરવામાં આવે તો મીઠાઇના વેપારીઓનાં અંદાજ પ્રમાણે છેલ્લા છ મહિનામાં ધંધો માત્ર 20 ટકા જેટલો જ રહી જતાં આશરે 700 કરોડનું નુકસાન થયું છે. સરકારે પડતા પર પાટું મારી નવરાત્રિમાં પ્રસાદ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ ઉઠાવી લેતાં વેપારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને હવે આ નુકસાનની ભરપાઈ થઈ શકશે. આ સાથે જ ભક્તોંમાં પણ હવે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત