આ ગુજરાતીએ સર્જ્યો ઈતિહાસ, વેસ્ટમાંથી એવું બેસ્ટ બનાવ્યું કે ટર્નઓવર 1 કરોડથી સીધું 50 કરોડે પહોંચ્યું

આજનાં સમયમાં લોકો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતાં થયાં છે. ટેકનોલોજીના ઉપયોગથી લોકોની સુખ સગવડોમાં વધારો થયો છે અને સાથે સમયનો પણ બચાવ થઈ રહ્યો છે. આ સમયે લોકો ઇલેક્ટ્રિક વસ્તુઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. આજે ઘરે ઘરે અસંખ્ય માત્રામાં આવી ચીજો તમને જોવા મળી જશે. પરંતુ જ્યારે આ વસ્તુ ખરાબ થઈ જતી હોય છે ત્યારે તેને નષ્ટ કરવાનો પણ બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે આ વસ્તુઓને આસાનીથી રિસાયકલિંગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કાર્ય એક ગુજરાતી કરી રહ્યો છે જેના વિશે અહીં વાત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ મનીશભાઈ ભીમાણી આ વેસ્ટમાંથી બેસ્ટ જેવુ કામ કરી રહ્યાં છે. તેમનાં કામ વિશે વિગતે વાત કરીએ તો શામળાજી, રાજકોટ, ગાંધીનગર સહિત બરોડમાં કંપનીના રિસાયકલિંગ પ્લાન્ટ્સ આવેલા છે જેના દ્વારા કચરામાંથી ફરી એકવાર ઉપયોગમાં લઇ શકાય તેવી ચીજો બનાવી રહ્યાં છે. આ કામથી જ્યાં તેમની કંપની પહેલા એક કરોડના ટર્નઓવર કરતી હતી તે હવે 3 જ વર્ષમાં 50 કરોડે પહોંચી ગઈ છે. મનિષ ભાઈને આ કંપની બનવાનો વિચાર જ્યારે તેઓ ઓછા પગારમાં નોકરી કરી રહ્યાં હતાં ત્યારે આવ્યો હતો. આ પછી તેમણે પ્લાનિંગ કર્યું અને આ રીતે કંપની શરૂ કરી હતી.

image source

તેમનાં વિશે મળતી માહિતી મુજબ તેમાનો જન્મ સુરતમાં થયો હતો. ત્યારબાદ તેમણે કેમિકલ બ્રાન્ચમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ શાખામાં અભ્યાસ કર્યો હતો. સામાન્ય રીતે લોકો કરતાં હોય તેવી જ રીતે મનિષભાઈએ પણ ભણતર પૂરું કર્યા પછી નોકરી માટેની શોધ ચાલુ કરી. આ સમયે એક કેમિકલ કંપનીમાં 2000ના માસિક પગાર સાથે તેને કામ ચાલુ કર્યું હતું. આ પછી તેઓ 2008-09માં એક વેસ્ટ મેનેજમેન્ટ કંપનીમાં જોડાયા હતા જ્યાંથી તેમને આ અંગે પ્લાન કર્યો હતો. તેઓ સાથે થયેલી વાતમાં તેણે કહ્યું કે ત્યાં કામ કરતા કરતા આ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટી તક હોવાનો વિચાર આવ્યો હતો.

વર્ષ 2008-09માં ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળતા ઇ-વેસ્ટની સામે તેનું રિસાયકલિંગ કરનારા યુનિટ ખૂબ જ ઓછાં હતા અને ત્યાં લોકો નાના નાના ઇ-વેસ્ટનો જાતે જ નિકાલ કરતા હતા. આ જોઇને તેમને વિચાર આવ્યો કે આ રીતે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. આ સમસ્યાનાં યોગ્ય નિકાલ અંગે તેમણે દસ વર્ષના પ્રોપર પ્લાનિંગ પછી વર્ષ 2018માં R-પ્લેનેટ કંપની વસાવી હતી. આ કંપનીનો મૂળ હેતુ પર્યાવરણના જતન સાથે કંપની વેસ્ટમાંથી કમાણી કરવાનો હતો.

image source

મનિષભાઈનું આ અંગે કહેવું છે કે જે વેસ્ટ વસ્તુ છે તે જ સોર્સ છે અને મારા મતે જેને આપણે વેસ્ટ કહીએ છીએ અને કચરો ગણીને ફેંકી દઈએ છીએ તેનાં ઘણાં ઉપયોગ પણ થઈ શકે છે. મે તેને રિસોર્સ તરીકે વાપરવાનું ચાલુ કર્યું. જો કે પહેલા ઘણાં પ્રશ્નો વિશે મે વિચાર કર્યો હતો કે તેનો કેવી રીતે ફરી ઉપયોગ થઈ શકે છે અને આવું ઘણું બધું. તેણે જણાવ્યું કે કંપનીમાં ઘણાં બધા પ્રકારના વેસ્ટ આવતા હોય છે જેમાંથી મોટા ભાગની ચીજોને વેસ્ટ ગણી અને ખુલ્લી જગ્યામાં સળગાવી દેવામાં આવે છે જેના ધુમાડાથી પર્યાવરણને ઘણુ નુકશાન થાય છે. આ માટે કઈક અલગ વયવ્સથા થવી જોઈએ જે પછી આ કંપની બનાવી.

તેમણે આગળ કહ્યુ કે ઘણા વેસ્ટને જમીનમાં દાટવામાં આવતા હતા. ત્યારે મને વિચાર આવ્યો કે આમાંથી ઘણાં વેસ્ટ એવાં છે કે તેનું રિસાયકલિંગ કરવું જોઈએ અને જેનાથી પર્યાવરણ કાળજી અને કમાણી બન્ને થઈ શકે તેમ છે. આ પછીથી આ R-પ્લેનેટ કંપનીના પાયા નંખાયા છે. હવે આ કંપનીમાં નકામી ગણાતી વસ્તુઓમાંથી સૌ પ્રથમ ધાતુઓ અલગ કરવામાં આવે છે. આગળ મનિષભાઈ શરૂઆતના તબક્કાની વાત કરતા કહે છે કે શરૂઆતમાં કંપની માત્ર ભંગારના ગોડાઉનોમાંથી અને અન્ય કંપનીઓ પાસેથી પણ ઇલેક્ટ્રોનિક વેસ્ટને ભેગો કરવામાં આવતો હતો. ત્યારબાદ મેં મારું ફોકસ ઇ-વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટમાં ડાયવર્ટ કર્યુ.

image source

સૌથી મહત્વની વાત તો એ છે કે જો ઇ-વેસ્ટનુ રિસાયકલિંગ થઈ શકે છે તો કેમ ન કરવુ? જો ઇ-વેસ્ટનુ યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવે તો તે પર્યાવરણ અને માણસોને આજ નહી તો કાલ નુકસાન થઈ શકે છે તો એનું રિસાયકલિંગ કરીને કમાણી અને પર્યાવરણમ જતન કરવુ જ યોગ્ય છે અને તે પછી શરૂઆતમાં નાના નાના ઇ-વેસ્ટનો જાતે જ નિકાલ કરવાનુ નક્કી કર્યુ. હાલમા તો વેસ્ટનું રિસાયકલિંગ કરી ધાતુ-પ્લાસ્ટિક છૂટું પાડવાનુ કામ થઈ રહ્યુ છે. આગળ વાત કરતા તેઓ કહે છે કે આ બધુ છૂટું પાડ્યા બાદ રિસાયકલિંગ માટે મોકલવામાં આવતો હતો. તેમાંથી વિવિધ પ્રકારની ધાતુ જેવી કે, લોખંડ, તાંબુ, કાંસુ વગેરે છૂટું પાડવામાં આવતું હતું.

આ પછી જે કંપનીને જરૂર હોય તેમને આ ધાતુઓ પહોંચાડવામાં આવે છે. હવે કંપનીનું મુખ્ય કામ જુદી જુદી કંપનીઓ પાસે રહેલો વેસ્ટ અને ભંગારવાળા પાસે પડેલા તમામ વેસ્ટને રિસાયકલ કરી તેમાંથી લોખંડ, કોપર, બ્રોન્ઝ વગેરે જેવી ધાતુઓ મેળવાનો છે. આવુ કરવાથી પર્યાવરણ પ્રદૂષિત થતા અટકે છે. મનિષભાઈનો વેસ્ટમાંથી બેસ્ટનો આઇડિયા ખૂબ જ કારગર સાબિત થયો છે. જો કે તેમણે આ આખુ કામ દસ વર્ષના પ્રોપર પ્લાનિંગ પછી વર્ષ કર્યુ હતુ.

image source

આ વર્ષે કંપનીએ 13000 ટન જેટલું કલેક્શન અને રિસાયકલિંગ કર્યું છે. તેઓ કહે છે કે દેશને ઇ-વેસ્ટ ફ્રી બનાવવા માટે ઇચ્છીએ છીએ. લોકો જે વસ્તુને ખરેખર કચરો ગણે છે તે કચરો નહીં પણ અમારા માટે રિસોર્સ છે. જો ઇ-વેસ્ટને યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવે તો તે પર્યાવરણ અને માણસોને નુકસાન પહોંચાડી શકે છે. જાણવા મળ્યુ છે કે હાલ અનેક પ્રોડક્ટ્સનું રિસાયકલિંગ આવી રીતે થઈ રહ્યુ છે. ઈ-વેસ્ટમાં એર કન્ડિશનર, લેપટોપ, વોશિંગ મશિન, મોબાઇલ, આઇટી પ્રોડક્ટ્સ, પ્રિન્ટર જેવી ચીજોનુ રિસાયકલિંગ કરવામા આવે છે.

મળતી માહિતી મુજબ આ બધી જ વસ્તુનું પ્રાઇમરી ડિસમેન્ટલિંગ એન્ડ શ્રેડિંગ અને સેપરેશન કરી તેમાંથી બેઝિક કોમોડિટી રિકવર કરવામાં આવે છે. જેમાંથી મળતી વિવિધ પ્રકારની ધાતુને જે-તે કંપનીને મોકલવામાં આવે છે. લોખંડની ચીજો ફર્નેસ ઇન્ડસ્ટ્રીમાં મોકલવામાં આવે છે. જ્યાં તેઓ તેમાંથી સળિયાં જેવી ચીજો બનાવામા આવે છે. આ કંપનીના મોટા ભાગના પ્લાન્ટ ગાંધીનગરમાં આવેલા છે.

image source

આ સિવાય અન્ય એક પ્લાન્ટ શામળાજીમાં, એક પ્લાન્ટ રાજકોટમાં અને બે પ્લાન્ટ બરોડામાં છે. જ્યારે હજુ એક પ્લાન્ટ કડીમાં બની રહ્યો છે. તેઓ કહે છે કે, પહેલા વર્ષમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી છતા પણ મુશ્કેલીઓ સામે લડીને જ ચોક્કસ સફળતા મળે છે. મળતી માહિતી મુજબ 2018મા શરૂ થયેલી આ કંપની ત્રણ જ વર્ષમાં 50 કરોડનુ ટર્નઓવર કર્યુ છે. વર્ષ 2018માં R-પ્લેનેટ નામની ઇ-વેસ્ટ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી.

તેઓ કહે છે કે પહેલા વર્ષે મારી કંપનીએ 500 ટન જેટલું કલેક્શન કરી તેનું રિસાયલિંગ કર્યું હતું. ત્યારે અમારું ટર્નઓવર અંદાજે 1 કરોડ જેટલું થયું હતું. જ્યારે બીજા વર્ષે કલેક્શન અને રિસાયકલિંગનો આંકડામા 12 ગણો વધારો થયો હતો. આજે ટર્નઓવર 6000 ટને પહોંચી જાય છે. જેમાંથી અમને વાર્ષિક ટર્નઓવર 12 કરોડ જેટલું થયું હતું અને વર્ષ 2021માં આ ટર્નઓવરનો આંકડો 50 કરોડને આંબી ગયો છે.

ખાનગી અને સરકારી સંસ્થાઓ દ્વારા કંપનીને એવોર્ડ દ્વારા પણ વધાવામા આવે છે. આર પ્લેનેટ કંપનીને ગુજરાત સરકાર તરફથી તથા અનેક અન્ય એવોર્ડ્સ પણ મળ્યા છે. જેમાં ભારત સરકારમાં ટુરિઝમ મંત્રી પ્રહલાદ સિંઘ પટેલ દ્વારા ‘ગ્લોરી ઓફ ઇન્ડિયા’ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય તેમને ‘ગ્રીન બિઝનેસમેન’ એવોર્ડ મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!