7 કરોડ ગુજરાતીઓ માથે આજની રાતે મોટું સંકટ, વાવાઝોડું દિવથી 90 કિમી દૂર

ગુજરાત રાજ્ય પર આવનાર સંકટ ફક્ત ૯૦ કિલોમીટર દુર છે. દરિયો થયો ગાંડોતુર- ઘણા જિલ્લાઓમાં થઈ ગઈ ભારે વરસાદની શરુઆત.

‘તાઉ તે’ વાવાઝોડાને સંબંધિત ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. વાવાઝોડાની ગતિમાં હવે વધારો થઈ ગયો છે અને હાલમાં ‘તાઉ તે’ વાવાઝોડું ૧૭ કિમી/ પ્રતિકલાકની ઝડપથી ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જઈ રહ્યું છે. સવારના સમયે તાઉ તે વાવાઝોડાની સ્પીડ ૧૫ કિમી/ પ્રતિકલાક હતી. અત્યારે તાઉ તે વાવાઝોડું દીવ વિસ્તારથી ફક્ત ૯૦ કિલોમીટર જેટલું જ દુર રહ્યું છે.

image source

આ વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડાના લીધે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ આવવાની શરુઆત થઈ ગઈ છે. એટલું જ નહી, તાઉ તે વાવાઝોડાના લીધે રાજકોટમાં આવેલ એરપોર્ટને આજથી લઈને તા. 19 મે, ૨૦૨૧ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભારતીય હવામાન વિભાગ તરફથી તીવ્ર ચક્રવતી દરિયાઈ તોફાન ‘તાઉ તે’ના સંદર્ભમાં તાજેતરના બુલેટીનમાં જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડું આજ રોજ બપોરના ૪:૩૦ વાગે દક્ષિણ-પૂર્વ તરફ આવેલ દીવ વિસ્તારથી ૯૦ કિલોમીટર દુર આવેલ છે. ‘તાઉ તે’ વાવાઝોડું ઉત્તર દિશા તરફ છેલ્લા છ કલાક દરમિયાન ૧૭ કિમી/પ્રતિકલાકની ઝડપથી આગળ વધતું જઈ રહ્યું છે.

image source

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, ‘તાઉ તે’ વાવાઝોડું આજ રોજ રાતના ૮ વાગ્યાથી લઈને ૧૧ વાગ્યાના સમયગાળા દરમિયાન પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત રાજ્યમાં ૧૫૫ થી ૧૬૫ કિલોમીટર/ પ્રતિકલાકની ઝડપથી પ્રવેશ કરે તેવી સંભાવના છે. ત્યાર બાદ પવનની ઝડપમાં વધારો થવાની સાથે પવનની ઝડપ ૧૮૫ કિમી/પ્રતિકલાક જેટલી વધી શકે છે. ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં આવેલ અને સાબરકાંઠામાં આવેલ અન્ય જિલ્લાઓમાં પવન ૧૫૫ થી ૧૬૫ કિમી/પ્રતિકલાક જેટલી રહે તેવી સંભાવના છે.

તાઉ તે વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર વિસ્તારના જુદા જુદા ભાગોમાં બપોર પછી વરસાદ જોવા મળ્યો છે. જયારે કચ્છ અને દીવમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે. એટલું જ નહી, પોરબંદર, અમરેલી, જુનાગઢમાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે અમદાવાદ, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તા. ૧૮ મે, ૨૦૨૧ મંગળવારના રોજ બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, પાટણ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

image source

આ સાથે જ માછીમારોને બે દિવસ સુધી દરિયો નહી ખેડવા માટે સુચના આપી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યના ૨૦ જીલ્લામાં NDRFની ૪૧ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જયારે ૩ ટીમને રીઝર્વ કરવામાં આવી છે. આ સાથે જ આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી રહી છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે ઓક્સિજનની સપ્લાય માટે ૩૪ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે અને કોરોના વાયરસની સ્થિતિને પહોચી વળવા માટે ૧૩૮૩ પાવર બેકઅપની પણ સુવિધા કરવામાં આવી છે. આ સાથે ૧૬૧ ICU એમ્બ્યુલન્સ, ૧૦૮ની ૫૭૬ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. આ સાથે જ ગુજરાત રાજ્યમાં ૨૭૬૯ હોર્ડિંગ્સ અને ૬૬૮ હંગામી સ્ટ્રક્ચરને હટાવી દેવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં આવતા તાઉ તે વાવાઝોડાના લીધે સંભવિત ૧૮ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી બે લાખ કરતા વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ગુજરાત રાજ્યમાં હાલમાં આવનાર તાઉ તે વાવાઝોડાની પરિસ્થિતિને પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વાર ઝીરો કેઝ્યુલટીના ઉદ્દેશથી અસરદાર કામગીરી કરવામાં આવી રહી છે. તાઉ તે વાવાઝોડાના લીધે અસર કરી શકતા સંભવિત ૧૮ જિલ્લાઓમાંથી બે લાખ કરતા પણ વધારે નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, ગુજરાત રાજ્યના જે જિલ્લાઓના નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે તેમાં અમદાવાદ જીલ્લા માંથી ૧૮૩૯ નાગરિકો, અમરેલી જીલ્લા માંથી ૧૯૩૬૮ નાગરિકો, આણંદ જીલ્લા માંથી ૬૯૪ નાગરિકો, ભરૂચ જીલ્લા માંથી ૨૮૦૫ નાગરિકો, ભાવનગર જીલ્લા માંથી ૨૮,૩૩૪ નાગરિકો, દેવભૂમિ દ્વારકા માંથી ૧૨,૩૧૯ નાગરિકો, ગીર સોમનાથ જીલ્લા માંથી ૩૨,૨૫૦ નાગરિકો, જામનગર જીલ્લા માંથી ૨૫૧૫ નાગરિકો, જુનાગઢ જીલ્લા માંથી ૨૪,૩૧૩ નાગરિકો, કચ્છ માંથી ૩૨,૮૦૬ નાગરિકો, રાજકોટ જીલ્લા માંથી ૬૯૧૫ નાગરિકો, મોરબી જીલ્લા માંથી ૨૭૬૬ નાગરિકો, નવસારી જીલ્લા માંથી ૧૧૧૪ નાગરિકો, પોરબંદર માંથી ૨૫,૧૪૯ નાગરિકો, સુરત જીલ્લા માંથી ૧૩૭૨ નાગરિકો, વલસાડ જીલ્લા માંથી ૨૪૧૭ નાગરિકો, બોટાદ માંથી ૨૮૯૨ નાગરિકો અને ખેડા માંથી ૫૯૦ નાગરિકો આમ કુલ ૨,00,૪૫૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!