ગુજરાતમાં આખરે રદ કરાઈ બોર્ડની ધોરણ-12ની પરીક્ષા, કેન્દ્રએ નિર્ણય લેતા રૂપાણી સરકારે નિર્ણય બદલ્યો

ધોરણ 10 પછી હવે ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા પણ રદ, કેબિનેટની બેઠકમાં સીએમે લીધો મોટો નિર્ણય,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય લીધો હતો એ પછી ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે.

image source

ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી દીધો હતો અને એ પછી પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. જેમાં CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે અંગે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. અને આખરે ચર્ચા વિચાર્યા કર્યા બાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

image source

મંગળવારે સાંજે 5 વાગ્યે સીબીએસસીની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વગર જ ગુજરાત બોર્ડે ઉતાવળમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું હતું. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક પછી કેન્દ્ર સરકારે સીબીએસસીની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? એ પછી કેબિનેટની બેઠક બાદ આ અંગે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

image source

તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈને કોરોનાની હાલની પરિસ્થિતિ સમીક્ષા, વાલી, વિદ્યાર્થીઓ તથા સંકૂલ સંચાલકોના મંતવ્યોના આધારે ફેર વિચારણા કરવામાં આવે એવી શક્યતાઓ છે.

image source

પરીક્ષાઓ રદ કરવા માટે NSUIના વિદ્યાર્થીઓએ પણ માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર પરીક્ષા રદ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને લઈ શકે તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણમંત્રીએ આ બાબત ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ. આ નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે અને DEO કચેરીનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે.

image source

આ સિવાય ધોરણ 12ના રિપીટર્સ વિદ્યાર્થીએને પણ પાસ કરવાની માગણી કરવામાં આવી છે. આવા વિદ્યાર્થીઓને સરકાર પાસ કરવા માગે છે, પણ કયા ધોરણ કઇ રીતે લાગુ કરવા એ પ્રશ્ન સરકારને હજી મૂંઝવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!