ગુજરાતમાં માત્ર 24 કલાકમાં કોરોના કેસના આંકડા ચોંકાવનારા, આટલાં લોકોના થયા મોત

હાલમાં કોરોનાના કેસ ભારે વધી રહ્યાં છે અને લોકોમાં પણ એક અલગ જ ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જે સમાચાર સામે આવ્યા છે એ એક ગંભીર વાત છે. કારણ કે ગુજરાતમાં એક સમય હતો કે જ્યારે 200 જેટલા જ કેસ આવતા હતા. પણ આજે ગુજરાતમાં 1122 કેસ નોંધાતા જ બધાના હાજા ગગડી ગયા છે અને તંત્ર સફાળું દોડતું થઈ ગયું છે. આ સાથે જ 3 લોકોના મોત પણ નિપજ્યા છે.

જો હાલની ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો કુલ કેસ 2,81,173 જેટલા નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ 5310 છે. તો વળી સારા સમાચાર એ છે કે 271433 લોકો સાજા પણ થઈ ગયા છે. કુલ મોત વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 4430 લોકોના મોત પણ થયા છે. ત્યારે હવે લોકોમાં લોકડાઉનને લઈને વાતો વહેતી થઈ છે અને લોકોને લાગી રહ્યું કે લોકડાઉન આવી શકે છે. જો કે સરકારે આ અંગે કોઈ વાત નથી કરી.

image source

આ સિવાય વાત કરીએ તો મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખતા સરકારે ત્યાં કડકાઈ વધારવાને લઈને વિચાર કરી રહી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને મંગળવારે એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં નાઈટ કરફ્યુ પર વિચારણા કરવામાં આવી શકે છે.

જ્યારે કર્ણાટકમાં પણ સંક્રમણ ઝડપથી પોતાનો પગપેસારો કરી રહ્યું છે. જેના કારણે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ લોકોને આકરી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, જો લોકો સહયોગ નહીં કરે તો રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવી શકે છે.

એક તરફ એવી પણ અટકળો સામે આવી રહી છે કે કોરોનાના કેસ વધતા જતા હોવાથી શાળા-કોલેજો બંધ કરવામાં આવશે તેવી પણ અટકળો વહેતી થઈ છે. બિહારમાં સરકારી અને પ્રાઈવેટ સ્કૂલો બંધ કરવાને લઈને પણ વિચારણા ચાલી રહી છે. આજે મંગળવારે આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. રાજ્યમાં 22 માર્ચથી શાળાઓ બંધ કરવામાં આવી શકે છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

જ્યારે મહારાષ્ટ્રના તો અનેક ભાગમાં પહેલાથી જ 31 માર્ચ સુધી શાળાઓ બંધ છે. મહારાષ્ટ્રના અનેક ભાગોમાં પહેલાથી જ 31 માર્ચ સુધી શાળાઓ બંધ છે. દિહ્લીમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ જઈને પરીક્ષા આપવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. ત્યાર બાદ અનેક શાળાઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પણ રજુ કર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!