Site icon News Gujarat

ગુજરાતમાં કોરોના બેકાબુ: અમારી અપીલ છે વારંવાર હાથ ધોવો, માસ્ક પહેરો અને સાવધાની રાખો, છેલ્લા 7 દિવસોમાં વધેલા કોરોનાના કેસ પર કરી લો એક નજર

ગુજરાત રાજ્યમાં રેકોર્ડ બ્રેક કેસ: રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં જ ૧૦ હજાર કરતા વધારે કેસ નોંધવામાં આવ્યા છે, ગુજરાતીઓએ રહેવું પડશે વધારે સાવધાન.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસનો ગ્રાફ સતત ઉંચો જ જઈ રહ્યો છે અને તે નીચે જવાનું નામ જ નથી લઈ રહ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસના ૧૭૩૦ નવા કેસ નોંધવામાં આવ્યા છે. આની સાથે જ ગુજરાત રાજ્યમાં પહેલીવાર કોરોના વાયરસના નવા કેસ નોંધવા બાબતે ૧૭૦૦ નો આંકડો પાર કરી લીધો છે.

image source

આવી પરિસ્થિતિમાં અત્યારે રાજ્યમાં દર કલાકે ૭૨ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. તા. ૭ જાન્યુઆરી, ૨૦૨૧ પછી પહેલીવાર સક્રિય કેસનો આંકડો ફરી એકવાર ૮ હજારનો આંકડો પાર કરી લીધો છે. અત્યારની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં ૮૩૧૮ સક્રિય કેસ છે. ત્યાં જ ૭૬ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

image source

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધારે ૪ વ્યક્તિઓના કોરોના વાયરસના લીધે મૃત્યુ થઈ ગયા હતા. ગુજરાત રાજ્ય કોરોના વાયરસના કુલ કેસ ૨,૯૦,૩૭૯ થઈ ગયો છે ત્યાં જ મૃત્યુઆંક ૪૪૫૮નો આંકડો પાર કરી લીધો છે. આ પૈકી માર્ચ મહિનાના પહેલા ૨૩ દિવસમાં જ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના ૨૦,૪૯૦ કેસ નોંધવામાં આવ્યા છે.

image source

ત્યાં જ ગુજરાત રાજ્યમાં હવે કોરોના વાયરસના કેસ માટે અમદાવાદ અને સુરત શહેર ‘એપીસેન્ટર’ જેવા બની ગયા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં જ ફક્ત અમદાવાદ શહેરમાં ૫૦૨ કેસ અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ૭ આમ કુલ મળીને ૫૦૯ કેસ નોંધવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસ સંક્રમણનો આંકડો ૫૦૦ના આંકડાને પાર કરી લીધો હોય તેવું પહેલીવાર બન્યું છે.

image source

આની સાથે જ અમદાવાદ શહેરમાં કુલ કેસનો આંકડો હવે ૬૭,૮૬૩ સુધી પહોચી ગયો છે ત્યાં જ હવે સક્રિય કેસની સંખ્યા ૧૭૧૫ છે. જયારે સુરત શહેરમાં ૪૭૬ કેસ જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૧ કેસ નોંધાવાની સાથે ૫૭૭ કેસ નવા કેસ નોંધવામાં આવ્યા છે. સુરત શહેરમાં કુલ કેસનો આંકડો હવે ૫૯,૬૩૫ થઈ ગયો છે ત્યારે સક્રિય કેસ ૨૬૧૪ કેસ છે. આમ, અમદાવાદ અને સુરતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસના કુલ ૧૦૮૬ નવા કેસ નોંધવામાં આવ્યા છે.

વડોદરા જીલ્લાના શહેરી વિસ્તારમાં ૧૪૨ કેસ જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ કેસ નોંધાવાની સાથે ૧૬૨ કેસ સામે આવ્યા છે. રાજકોટ જીલ્લાના શહેરી વિસ્તારમાં ૧૧૭ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩ કેસ સામે આવ્યા હોવાથી કુલ ૧૪૦ કેસ નોંધવામાં આવ્યા છે.

image source

ગુજરાત રાજ્યમાં અન્ય જગ્યાએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના વધારે કેસ નોંધવામાં આવ્યા છે જેમાં ૩૬ કેસની સાથે જામનગર અને ગાંધીનગર, ભાવનગરમાં ૩૧ કેસ, ખેડામાં ૨૪ કેસ, કચ્છ વિસ્તારમાં ૧૯ કેસ, મહેસાણા જીલ્લામાં ૧૬ કેસ અને ભરૂચ- પાટણ- આણંદમાં ૧૫ કેસ નોંધવામાં આવ્યા છે. ફક્ત ડાંગ જીલ્લામાં જ છેલ્લા ૨૪ કલાક દરમિયાન એકપણ કેસ નોંધવામાં આવ્યો નથી.

ફક્ત ડાંગ જીલ્લામાં જ છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસનો એકપણ કેસ નોંધવામાં આવ્યો નથી.

image source

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ અને સુરતમાં ૨-૨ વ્યક્તિઓના મૃત્યુ કોરોના વાયરસના લીધે થઈ ગયા હતા. કોરોના વાયરસના લીધે થતા મૃત્યુનો કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૩૩૮, સુરતમાં ૯૯૦, વડોદરામાં ૨૪૪ કેસ અને રાજકોટમાં ૨૦૨ કેસ નોંધવામાં આવ્યા છે.

ત્યાં જ ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં ૩૮૬ દર્દીઓ, સુરતમાં ૩૨૧ દર્દીઓ, વડોદરામાં ૧૪૨ દર્દીઓ, રાજકોટમાં ૯૮ દર્દીઓ આવી રીતે કુલ ૧૨૫૫ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સ્વસ્થ થયેલ દર્દીઓની કુલ સંખ્યા ૨,૭૭,૬૦૩ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. અત્યારે રાજ્યમાં ૫૮,૦૧૭ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version