ગુજરાતમાં આ વિસ્તારમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું કે..’સાવધાન…’

હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને લોકો ઠુઠવાઈ રહ્યાં છે, ત્યારે અલગ અલગ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ અલગ અલગ છે. ત્યારે ગુજરાતમાં પણ અલગ અલગ વિસ્તારમાં ઠંડીના સમાચાર સામે આવતા રહે છે. પણ હવે આટલી ઠંડી હોવા છતાં એક નવી આગાહી કરવામાં આવી છે અને જેને લઈને દરેક ગુજરાતીઓની ચિંતા વધી રહી છે. તો આવો જાણીએ કે શું છે આ નવી આગાહી. હાલની વાત કરીએ તો ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડીએ સપાટો બોલાવ્યો છે.

image source

ગુજરાતમાં ઠંડીમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના સતત બીજા દિવસે ગુજરાતના અનેક શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન નીચે નોંધાયું છે. નલિયામાં તો પારો ગગડીને 3.2 ડિગ્રી પહોંચી ગયો હતો. રાજ્યના તમામ મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો અનુંભવાયો હતો. પણ હવે ગુજરાતીઓ ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

image source

મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. 28થી 30 ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે એવું પણ કહેવામા આવી રહ્યું છે. એમાં પણ જો વિગતે વાત કરીએ તો અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે.

image source

ઉત્તર ગુજરાતમાં વઘુત્તમ તાપમાન 7 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 8 ડિગ્રી તાપમાનની શક્યતા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. રાજ્યમાં 3.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું છે. આજથી ઉત્તર ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે.

image source

એ જ રીતે જો ઉત્તર ગુજરાતમાં જિલ્લા પ્રમાણે માહિતી મળી રહી છે કે ડીસામાં 6.7 ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટ પર 5.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 7.5, કેશોદમાં 8 ડિગ્રી, જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં બરાબરનો શિયાળો જામ્યો છે હાલમાં ઉત્તર ભારતમાં હિમવર્ષથી ઠંડીનું જોર વધ્યું છે.

image source

અમદાવાદમાં 8.3, રાજકોટમાં 8.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 9.5, અમરેલીમાં 10 ડિગ્રી, ભુજમાં 10.2, પોરબંદરમાં 10.4 ડિગ્રી, ભાવનગર, વડોદરામાં 11.2 ડિગ્રી, મહુવા અને દીવમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 28થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં હાડ થીજવતી ઠંડીનું પ્રમાણ હજુ વધી શકે છે.

image source

એ જ રીતે સમાચાર મળી રહ્યા છે કે રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે પણ અમદાવાદમાં 28 ડિસેમ્બર 31 ડિસેમ્બર સુધી અમદાવાદી સહિત સમગ્ર ગુજરાતના લોકોને ટાઢમાં થથરાવું પડી શકે છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગની આગાહી પ્રમામે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે.

image source

જેના કારણે દરિયામાં મોટો કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના નાના-મોટા તમામ માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ તાપમાન રહેશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત