‘તાઉ તે’ વાવાઝોડાએ ગુજરાતમાં પથારી ફેરવી નાંખી, CM રૂપાણી સાહેબે કહ્યું-13ના મોત, આટલી સહાયતા મળશે

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડું આવી ગયું છે અને ઘણા જિલ્લામાં તબાહી મચી ગઈ છે. જો કે હજુ ગુજરાતમાંથી વાવાઝોડું બહાર ગયું નથી. મહેસાણા બાજુ તબાહી મચાવી શકે છે. ત્યારે રાજ્યામાં હાલમાં વાવાઝોડાંના કારણે કેટલું નુકસાન ગયું એ વિશે CM રૂપાણી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને માહિતી આપી હતી.

image source

ત્યારે માહિતી આપતાં રૂપાણી સાહેબે કહ્યું હતું કે, પરિસ્થિતિ સંપુર્ણ અંકુશમાં આવી રહી છે. છેલ્લા 3 દિવસથી સરકારી તંત્ર સક્રિયતાથી કામ કર્યું છે. અને તેને કારણે મોટી દુર્ઘટના અને મોટી જાનહાનિ થઈ નથી. વાવાઝોડાને કારણે મૃત્યુ નહીવત છે. અને એક્સિડેન્ટલ મોત 13 લોકોનાં થયા છે. મોટાભાગની અસર વીજ પુરવઠો ખોરવવો, ઝાડ પડી જતાં રસ્તા બ્લોક થયા છે.

image source

ગામડાં અને શહેરની માહિતી આપતાં CM સાહેબે કહ્યું હતું કે, 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમાંથી 2101 ગામમાં અત્યાર સુધી વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. ગત રોજથી શરૂ થયેલ વાવાઝોડું લગભગ વહેલી સવાર સુધીમાં ગુજરાતમાંથી પસાર થઈ જશે. આવતીકાલ સવારથી પૂર્વવત સ્થિતિ એટલે કે ભારે પવન નહીં હોય તેમ હવામાન ખાતાએ આગાહી કરી છે. અમદાવાદ જિલ્લામાંથી વાવાઝોડું મહેસાણા જિલ્લા તરફ આગળ વધ્યું છે.3850 ગામમાં કામગીરી ચાલુ છે.

image source

425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અને 83 હોસ્પિટલમાં પુરવઠો ચાલુ કરી દીધો છે. 39 હોસ્પિટલમાં કામ ચાલુ છે. કુલ 674 રસ્તાઓ બંધ થયા હતા. તેમાંથી 562 રસ્તા શરૂ કરી દેવામાં આવ્યા છે. 112 રસ્તા હજુ બંધ છે. 46 તાલુકામાં 4 ઈંચની આસપાસ વરસાદ પડ્યો છે. અને ઉમરગામમાં 14 ઈંચ વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં 6-7 ઈંચ વરસાદ પડ્યો છે.

અને 10 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 96 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઈલેક્ટ્રિક ખોટ વિશે પણ સીએમ સાહેબે કહ્યું કે, 220 કેવીના 5 સબ સ્ટેશન અસરગ્રસ્ત બન્યા હતા તે પૈકી 1 સબ સ્ટેશન ચાલુ છે. 66 કેવીના 165 સબ સ્ટેશનમાંથી 68 શરૂ થઈ ગયા છે.

image source

કુલ 950 ઈલેક્ટ્રી કંપનીઓની ટીમમાં 4250 લોકો જોડાયા છે. 69429 વીજ થાંભલાઓ તૂટી ગયા છે. 81 હજારથી વધુ થાંભલાઓ સરકાર પાસે ઉપલબ્ધ છે. અને આ થાંભલાઓ રિપ્લેસ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર થઈ છે. પાક વિશે પણ રૂપાણી સાહેબે વાત કરી કે, ઉનાળુ પાક ખાસ કરીને તલ, બાજરી, મગ પ્રકારના પાકોને નુકસાન થયું છે. બાગાયતી પાક ખાસ કરીને કેરી, નારિયેળીમાં નુકસાન થયું છે. કાચા મકાન, ઝુપડાઓ પડી ગયા છે. મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. પશુઓનાં મોત નિપજ્યા છે તેના માટેની સહાયતા છે. કેશ ડોલ્સ જે લોકોને સ્થળાંતર કર્યાં તેમને આપવામાં આવી છે.

આ રીતે રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આવતીકાલે ગુજરાત આવશે. તેઓ વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ કરશે. તેઓ આવતીકાલે બુધવારે સવારે સાડા અગિયાર કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. અહીં પહોંચ્યા બાદ તેઓ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!