ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: આટલાં દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં જતા પહેલા વિચારી લેજો

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: આગામી 5 દિવસમાં આ વિસ્તારો થશે જળબંબાકાર!

દરિયાની સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયું છે. જેની અસરના ભાગરૂપે હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. તેમાં પણ ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. ગરમીનો પારો ઉંચો જતા ઉકળાટ વધ્યો છે. ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

image source

ક્યાં, કયારે, કેટલા વરસાદની આગાહી

  • તા.25ના રોજ હળવાથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાત, દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચામહાલ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવ.
  • તા.25 થી 26 હળવાથી મધ્યમ વરસાદ સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી.
  • તા.26 થી 27 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી.
  • તા.27 થી 28 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી.
  • તા.28 થી 29 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી.

અમદાવાદ શહેરમાં આજે ગરમીનો પારો ઉંચકાતા 33.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 34 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. પરંતુ ભેજના ઉંચા પ્રમાણના કારણે લોકો પરસેવાથી રેબઝેબ બન્યા હતા. અસહ્ય ઉકળાટથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરનો ત્રાસ પણ વધી ગયો છે.

image source

હવે નૈઋત્યનું ચોમાસું શરૂ થઈ ગયું હોય ધીમે ધીમે વરસાદના દિવસો વધતા જશે. આ વખતે હવામાન ખાતાએ અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ભેજનું પ્રમાણ 8.30 વાગ્યે 84 ટકા અને સાંજે 5.30 વાગ્યે 65 ટકા નોંધાયું હતું.

ભાવનગરમાં અડધા કલાકમાં એક ઈંચ, ઉમરાળા 25, ઘોઘા 19 મીમી વરસાદ

ભાવનગરમાં ગુરૂવારે બપોરના 3 કલાકે મેઘરાજાએ એકાએક આગમન કર્યુ હતુ અને શહેરના છેવાડે હવામાન વિભાગ કચેરી આસપાસ ધોધમાર વરસીને અડધા કલાકમા એક ઈંચ પાણી વરસાવી દીધુ હતુ.

image source

જો કે, શહેરમાં માત્ર 07 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. વિતેલા 24 કલાકમાં ઉમરાળા તાલુકામાં 25 મી.મી., ઘોઘા તાલુકામાં 19 મી.મી., સિહોર તાલુકામાં 8 મી.મી., વલ્લભીપુર તાલુકામાં 7 મી.મી., ભાવનગર તાલુકામાં 7 મી.મી.,પાલીતાણા તાલુકામાં 5 મી.મી. અને ગારીયાધાર તાલુકામાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે.

ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ આહવામાં 1.28 ઈંચ, વઘઇમાં 3 ઈંચ વરસાદ

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહયો છે. ડાંગ જિલ્લામાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા વઘઇ ખાતે ગુરૂવારે સાંજે 6 થી સાંજે ચાર વાગ્યા સુધીમાં 77 મીમી 3 ઈંચ વરસાદ જયારે આહવા ખાતે 32 મીમી 1 ઈંચ વરસાદ, સુબિર ખાતે 10 મીમી, અને સાપુતારા ખાતે 6 મીમી વરસાદ પડયો હતો. કેચમેન્ટ વિસ્તારમાં આવેલા નાના મોટા ચેકડેમો છલકાય ઉઠયા હતા. નદીઓ બંને કાંઠે વહેતી થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!