ગુજરાત માટે આવ્યા સૌથી સારા સમાચાર, 2021 પુરુ થશે ત્યાં સુધી દરેક ગુજરાતીઓને મળી જશે કોરોના રસી

કોરોનાના માહોલની વાત કરીએ તો ગુજરાતમાં પહેલી લહેર કાબૂમાં રહી હતી, જો કે ફેબ્રુઆરી બાદ આવેલી બીજી લહેરે ઘાતક રૂપ ઘારણ કરી લીધું હતું, હાલ કેસ અને મોત આંશિક રીતે કાબૂમાં આવી ગયાં છે, પણ દૈનિક બે હજાર જેટલા કેસ આવી રહ્યા છે. ત્યારે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વાત કંઈક એવી છે કે ગુજરાત સરકારે મગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડિયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરુઆત થઇ શકે એવી શક્યતા સેવવામાં આવી રહી છે.

image source

જો હાલમાં જે શક્યતા બતાવવામાં આવી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં 18થી 45 વર્ષના વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરુ થઇ જશે હાલ રાજ્યમાં માત્ર 10 શહેરો અને જિલ્લાઓમાં જ 18થી 45 વર્ષના લોકો માટે રસીકરણ ચાલી રહ્યું છે.. જો જૂનના બીજા સપ્તાહ બાદ ગુજરાતને નિયમિત રીતે રસીનો જથ્થો વધુ પ્રમાણમાં મળતો થઈ જલે તો પછી રસીની તકલીફ ઓછી થઈ જશે અને લોકોને રસી નિયમિત રીતે મળવા લાગશે.

image source

હાલમાં રસીને લઈ એવી સ્થિતિ છે કે 18થી 14 વર્ષના લોકો માટે એક સપ્તાહમાં સાતથી દસ લાખ જેટલા ડોઝની સરેરાશથી જથ્થો પ્રાપ્ત થઇ રહ્યો છે, જે આવનારા સમયમાં બમણાથી વધુ થઈ જશે, તેથી રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે તેવી માહિતી સરકારના સુત્રો દ્વારા આપવામાં આવી રહી છે. આ સાથે જ એક સારા સમાચાર એ પણ મળી રહ્યાં છે કે આ ઉપરાંત ગુજરાતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ ઉપરાંત બીજી રસીઓ મળવાની શરુઆત પણ એ દરમિયાન થઇ શકે છે, જેથી રસીકરણ વધુ તેજ બનાવી શકાશે.

image source

જે રીતે વાત કરવામાં આવી રહી છે એ રીતે જો રસી મળશે તો હાલ ગુજરાત સરકાર દૈનિક 1 લાખ લોકોને રસી આપવાના ટાર્ગેટ સાથે ચાલી રહી છે અને જો વધુ ડ઼ોઝ મળતા થાય તો તે સરેરાશ 3થી 4 લાખ સુધી લઇ જઇ શકાય. આ સાથે જ ખાનગી તબક્કે વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે ચાર ખાનગી હોસ્પિટલો દ્વારા પેઇડ રસીકરણની મંજૂરી આપી છે. હજુ સરકાર આ માટે વધુ હોસ્પિટલોને નિયુક્ત કરવાનું પણ વિચારી રહી હોવાનું કહેવામાં આવે છે, જેથી કરીને સરકારી રસીકરણ પરનું ભારણ ઓછું થશે અને વધુ ઝડપથી વધુ લોકો રસી લઇ શકશે.

image source

જો આ લોકોની વાતો અને ટાર્ગેટમાં માની લઈએ તો જુલાઇ મહિનાથી રાજ્યના તમામ વિસ્તારોમાં 18થી 45 વર્ષના લોકો માટે રસીકરણ શરુ થાય તો ત્રણ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસ સુધીમાં 50 ટકા લોકોનું રસીકરણ પુરુ થઈ જશે અને આ લોકોનો પણ એ જ લક્ષ્યાંક છે. ત્રીજી સંભવિત લહેર આગામી ઓક્ટોબર મહિના દરમિયાન આવી શકે છે એવી ચેતવણી જોતાં સપ્ટેમ્બર માસ સુધીમાં આટલું રસીકરણ થઇ જાય તો એની વિપરીત અસરો ઓછી પડી શકે છે જે એક સારા સમાચાર કહી શકાય અને લોકોને પણ બચાવી શકાય છે.. એક બીજી પણ માહિતી સામે આવી રહી છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ જૂન મહિનાથી કોવિશીલ્ડ રસીના 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે અને એનો પુરવઠો પણ પૂરો પાડશે. કંપની આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પહેલી લહેર એટલે કે 28 ફેબ્રુઆરી સુધીમાં કુલ 11739846 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 269889 કેસ નોંધાયા હતા, જેનો પોઝિટિવિટીનો દર 2.29 ટકા હતો. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં 9939372 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 537599 કેસ નોંધાયા છે, જેનો પોઝિટિવિટી રેટ 5.40 ટકા નોંધાયો છે. ત્યારે હવે જો રસીકરણ આ પ્રમાણે થવા લાગશે તો ગુજરાત જલ્દી જ કોરોનામાંથી બેઠું થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!