કોરોના, મ્યુકર બાદ હવે આ ત્રીજા રોગની થઈ ગુજરાતમાં એન્ટ્રી, 25 દર્દીઓ આવ્યા સામે.

છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દેશ કોરોનાની પકડમાં છે. એવામાં સુરતમાં 25 ટકા દદીઓમાં ન્યૂરોસાઈકિયાટ્રીક’ની તકલીફ જોવા મળી રહી છે. આખી દુનિયામાં કોરોના થયા બાદ સાજા થયેલા 19થી 20 હજાર દર્દી પર 50 કરતાં વધુ અભ્યાસ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ તકલીફ ઊંઘની, પોસ્ટ એકઝર્સનલ મેલેઝ, બેઈન ફોગ, પોસ્ટ ટ્રોમેટ્રીક સ્ટ્રેસ ડિસોર્ડર, એન્ઝાયટી કે ડિપ્રેશન જેવી માનસિક બીમારીની જોવા મળી રહી છે. અને હવે આ સામે તંત્રની પણ આંખ ઉઘડી છે.

તમને જણાવી દઈએ કે કોરોનાના સામાન્ય અને ગંભીર લક્ષણો ધરાવતા હોય તેવા બંને પ્રકારના દર્દીમાં ન્યૂરોસાઈકિયાટ્રીક તકલીફ એકસરખી જ જોવા મળે છે. કોરોના થયા પછી વિવિધ તકલીફોથી પીડાતા દર્દીઓ અંગે એક્સપર્ટ ડોકટરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ માનસિક બીમારી વિશે દર્દી જાણતા નથી. પરંતુ તેના ચોક્કસ લક્ષણો છે.

ગયા વર્ષેપણ સ્મીમેરમાં આવા પાંચેક દર્દી રોજે રોજ સારવાર માટે આવતા હતા અને તાજેતરમાં OPD શરૂ થતા આવા કેસ ફરી આવવાનું શરૂ થયું છે. આ બધી તકલીફો કોરોનામાંથી સાજા થયા પછીના આશરે ત્રણથી ચાર માસ સુધી વધે છે અને આશરે છથી આઠ મહિને ઓછી થઈને આપોઆપ જતી રહે છે, પરંતુ જો આ સ્થિતિમાં સુધારો નહીં આવે તો તબીબી સારવારની જરૂર પડી શકે છે.

સુરત મહાનગર પાલિકા તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો અને સગર્ભાઓને મેન્ટલ હેલ્થને લઈને પણ સરકારી હોસ્પિટલોને એલર્ટ રહેવા અને સારવાર સંબંબિત વ્યવસ્થા ઊભી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

એક બાજુ કોરોનાનો પ્રકોપ જેવો હતો એવો જ છે, મ્યુકરમાઇક્રોસીસના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ ન્યુરોસાઈકિયાટ્રિકનો રોગની વિવિધ પ્રકારની તકલીફો સામે આવતા આ અંગે તંત્ર ચિંતામાં મુકાયું છે.

image source

કોરોના બાદ થતી તકલીફો નીચે મુજબ છે, જેને ન્યૂરોસાઈકિયાટ્રીક કહેવામાં આવે છે.

કોરોનાથી સાજા થયેલા લોકોમાંથી 25 ટકા લોકોમાં પોસ્ટ એક્ટર્સનલ મેલેજ એટલે કે સતત માનસિક કે શારીરિક થાક અને અશક્તિનો અનુભવ થવો, જેમાં સામાન્ય શ્રમ કર્યા પછી કે રોજિંદા જીવન દરમિયાન પણ ખૂબ શારીરિક અને માનસિક થાક લાગે છે. આ પ્રકારના કેસમાં પીડિત વ્યક્તિને સતત અશક્તિને અનુભવ થાય છે.

કોરોનાથી સાજા થયેલા લોકોમાંથી 30થી 50 ટકા લોકોને મહિનાઓ સુધી ઊંઘની તકલીફ જોવા મળી. મોટાભાગના લોકોને મોડે સુધી ઊંઘ ન આવવી, અડધી રાત્રે વારંવાર જાગી જવું, વહેલી સવારે ઊંઘ ઉડી જવી, અડધી રાત્રે ઊંઘમાંથી જગ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થવો, ડરામણા સપના આવવા અને રાતભરમાં બેચેનીનો અનુભવ અભ્યાસ દરમિયાન દેખાયો હતો.

image source

કોરોનાથી સાજા થયેલા લોકોમાંથી અમુક લોકોને કોવિડ દરમિયાન થયેલા અનુભવોની યાદ વારંવાર આવે છે. આ પ્રકારના અનુભવ લાંબા સમય સુધી તેના માનસપટ પર અસર કરી જાય છે, જેને લીધે સતત વિચારો સતાવે છે અને તે વ્યક્તિ ઉદાસ રહે છે. એન્ઝાયટી કે ડિપ્રેશન એન્ઝાયટી કે ડિપ્રેશન 20 ટકા લોકોમાં જોવા મળ્યું હતું. જેમાં સતત ગભરામણ, બેચેની, ચીડિયાપણું, મન ઉદાસ રહેવું, વારંવાર રડવું આવવું, અચાનક ગુસ્સો આવવો, કઈ થઈ જશે તેવો ભય સતાવવો, રોજબરોજના જીવનમાંથી રસ ઊડી જવા જેવી તકલીફ જોવા મળી હતી.

image source

કોરોનાથી સાજા થયેલા લોકોમાંથી 20 ટકા લોકોની માનસિક ક્ષમતામાં ઘટાડો જોવા મળ્યો હતો. યાદશક્તિમાં તક્લીફ પડવી, ભૂલી જવું, ધ્યાન રાખવામાં કે એકાગ્રતામાં તકલીફ પડવી, સતત મૂંઝવણનો અનુભવ કરવો, વિચાર કે કાર્ય કરવામાં થાક અનુભવ થયો હતો. આ તકલીફને બ્રેઈન ફોગ કે મગજની કામગીરી મંદ પડવી કહેવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *